Home> India
Advertisement
Prev
Next

Farmers protest: સુપ્રીમ કોર્ટ ખેડૂતોથી નારાજ, કહ્યું- રસ્તા જામ કરી શકો નહીં

દિલ્હીની સરહદો પર ડટેલા ખેડૂતો દ્વારા રસ્તા જામ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

Farmers protest: સુપ્રીમ કોર્ટ ખેડૂતોથી નારાજ, કહ્યું- રસ્તા જામ કરી શકો નહીં

 

નવી દિલ્હી: દિલ્હીની સરહદો પર ડટેલા ખેડૂતો દ્વારા રસ્તા જામ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી  બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા માટેની એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કૃષિ કાયદાને લઈને પક્ષ વિપક્ષ હોઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે શું આ પ્રકારે રસ્તા બંધ થઈ શકે છે? સુપ્રીમ કોર્ટે રોડ પરથી હટવા અંગે ખેડૂત સંગઠનોને જવાબ દાખલ કરવા 7 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. 

રસ્તા જામ કરી શકો નહીં- સુપ્રીમ
સુનાવણી દરમિયાન જસ્ટીસ એસ કે કૌલે કહ્યું કે રસ્તા ખુલ્લા હોવા જોઈએ. તમને આંદોલન કરવાનો અધિકાર છૈ પરંતુ રસ્તા જામ કરી શકો નહીં. રસ્તા લોકોની અવરજવર માટે છે. રસ્તા જામના મુદ્દાથી અમને સમસ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 26 જાન્યુઆરીનો મુદ્દો ગંભીર હતો. 

NCB ની મોટી કાર્યવાહી, શાહરૂખ ખાનના ઘરે પહોંચી ટીમ, આ બોલીવુડ અભિનેત્રીના ઘરે પણ પડ્યો દરોડો

ખેડૂતોએ પોતાની દલીલમાં કરી આ વાત
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે અમે 43 ખેડૂત સંગઠનોને નોટિસ પાઠવી છે. પરંતુ ફક્ત બે સંગઠનોએ જવાબ આપ્યો છે. ખેડૂત સંગઠનના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે રસ્તા પોલીસે બંધ કર્યા છે અમે નહીં. ભાજપને રામલીલા મેદાનમાં રેલી કરવા દીધી, અમને પણ આવવા દો. જેના પર સોલિસિટર જનરલે કહ્યું કે મામલાના અનેક ગંભીર પહેલુ પણ છે. દવેએ કહ્યું કે ખેડૂતોને બદનામ કરવા માટે રચાયેલી વાતો છે. લાલ કિલ્લા મામલે તમામ આરોપીઓને જામીન મળ્યા છે. 

Corona Vaccination: દેશમાં કોરોના ડોઝનો આંકડો 100 કરોડને પાર, રસીકરણ મામલે આ છે ટોપ 10 રાજ્ય

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ પ્રદર્શન પાછળ કેટલાક છૂપાયેલા ઉદ્દેશ્યો પણ છે. જેના પર ખેડૂત સંગઠનના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે કાયદા પાસ કરતા પહેલા ખેડૂતો સાથે વાત ન કરી. હવે તેમના પર આરોપ લગાવી રહ્યા છો. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓને રામલીલા મેદાનમાં આવવા દો. રસ્તા ખાલી થઈ જશે. સોલિસિટર જનરલે કહ્યું કે કેટલાક લોકોનું રામલીલા મેદાનમાં જ સ્થાયી ઘર બનાવી દેવું જોઈએ. દિલ્હી બોર્ડરથી ખેડૂતોને હટાવવા માટે દાખલ થયેલી અરજી પર આગામી સુનાવણી 7 ડિસેમ્બરે થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More