Home> India
Advertisement
Prev
Next

લંચ બ્રેકમાં કેન્દ્રીય મંત્રીઓએ લાઇનમાં ઉભા રહી કિસાનો સાથે ભોજન કર્યું, જુઓ Photos

કિસાનો અને સરકાર વચ્ચે કલાકોથી વાતચીત ચાલી રહી છે. આ વચ્ચે વિજ્ઞાન ભવનની બહાર જ લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કિસાનો માટે ભોજન દર વખતની જેમ આ વખતે પણ પોતાના સ્થળેથી આવ્યું હતું. 

લંચ બ્રેકમાં કેન્દ્રીય મંત્રીઓએ લાઇનમાં ઉભા રહી કિસાનો સાથે ભોજન કર્યું, જુઓ Photos

નવી દિલ્હીઃ કૃષિ કાયદાના મુદ્દા પર સરકાર અને કિસાન સંગઠનો વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થઈ રહી છે, જેમાં 40 કિસાન સંગઠનો ભાગ લઈ રહ્યાં છે. વાર્તા વચ્ચે લંચ બ્રેકમાં કિસાનો માટે આવેલ લંગર મંત્રીઓએ પણ ખાધુ હતું. 

fallbacks

આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલ પણ પ્લેટ લઈ લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે બુધવારે કિસાનો અને સરકાર વચ્ચે સાતમાં રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. 

fallbacks

કિસાનો અને સરકાર વચ્ચે કલાકોથી વાતચીત ચાલી રહી છે. આ વચ્ચે વિજ્ઞાન ભવનની બહાર જ લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કિસાનો માટે ભોજન દર વખતની જેમ આ વખતે પણ પોતાના સ્થળેથી આવ્યું હતું. પાછલી બેઠકમાં કિસાનોએ સરકાર દ્વારા આપવામાં આવેલ ભોજન લેવાનો ઇનકાર કરી દીધો હતો. 

fallbacks

વિજ્ઞાન ભવનમાં થઈ રહેલી આ બેઠકમાં ભાગ લેવા માટે 40 કિસાન સંગઠનોના પ્રતિનિધિ પહોંચ્યા હતા. જ્યારે સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પીયુષ ગોયલ બેઠકમાં સામેલ છે. કિસાનોની માંગ ત્રણેય કાયદા પરત લેવાની છે. 
 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More