Home> India
Advertisement
Prev
Next

Live: જંતર મંતર પર શરૂ થઈ ખેડૂતોની 'સંસદ', ત્રણ સ્પીકર બનાવવામાં આવ્યા

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા ખેડ઼ૂત સંસદની શરૂઆત થઈ છે.

Live: જંતર મંતર પર શરૂ થઈ ખેડૂતોની 'સંસદ', ત્રણ સ્પીકર બનાવવામાં આવ્યા

નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો નવો પડાવ આજથી શરૂ થયો. દિલ્હીના જંતર મંતર પર ખેડૂત પ્રદર્શનકારીઓ દ્વારા ખેડ઼ૂત સંસદની શરૂઆત થઈ છે. ખેડૂત સંગઠનોના જણાવ્યાં મુજબ જ્યાં સુધી સંસદમાં ચોમાસુ સત્ર ચાલુ રહેશે ત્યાં સુધી તેઓ રોજ અહીં આ રીતે ખેડૂત સંસદ ચલાવશે. 

ખેડ઼ૂતોની સંસદ પણ શરૂ, 3 સ્પીકર બનાવ્યા
ખેડૂત નેતા શિવકુમારના જણાવ્યાં મુજબ ખેડૂત સંસદમાં ત્રણ સ્પીકર બનાવવામાં આવ્યા છે. ત્રણ ડેપ્યુટી સ્પીકર બનાવ્યા છે. દરેકને 90 મિનિટનો સમય મળ્યો છે. એક સ્પીકર સાથે એક ડેપ્યુટી સ્પીકર હાજર રહેશે. 

લોકસભાની કાર્યવાહી પણ 4 વાગ્યા સુધી સ્થગિત
હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી પણ 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. 

રાજ્યસભામાં આઈટી મંત્રીને બોલવા ન દેવાયા
રાજ્યસભાની કાર્યવાહી 2 વાગે ફરીથી ચાલુ થઈ. કેન્દ્રીય ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપવાના હતા. પરંતુ જેવું તેમણે બોલવાનું શરૂ કર્યું કે વિપક્ષી સાંસદોએ જાસૂસી બંધ કરોના નારા લગાવવાના શરૂ કરી દીધા. ઉપસભાપતિ હરિવંશે કાલે 11 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી. 

ખેડૂતો પોતાની સંસદ ચલાવશે
ખેડૂતો જંતર મંતર પહોંચ્યા છે. ખેડૂતોની સંસદ પણ શરૂ થઈ ગઈ છે.  ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો પોતાની સંસદ ચલાવશે. સદનમાં ખેડૂતો માટે અવાજ નહીં ઉઠાવવા બદલ સંસદ સભ્યોની તેમના મતવિસ્તારોમાં આલોચના કરવામાં આવશે. 

લોકસભા- રાજ્યસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત
પેગાસસ અને કૃષિ કાયદા મુદ્દે વિપક્ષના હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી 12 વાગે ચાલુ થતાની સાથે જ 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. 

ખેડૂતોના મુદ્દે સંસદમાં પણ હોબાળો
આજે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારબાદ લોકસભામાં ખેડૂતોના મુદ્દે વિપક્ષનો હોબાળો જોવા મળ્યો. ખેડૂતોના મુદ્દે ચર્ચાની માંગણીને લઈને કોંગ્રેસ, ટીએમસી, સપા, બસપા, ડીએમકે અને અકાલી દળના સાંસદો વેલમાં આવી ગયા. ટીએમસીના અભિષેક બેનર્જી પણ વેલમાં પહોંચી ગયા. લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આવું જ રાજ્યસભામાં જોવા મળ્યું. રાજ્યસભા પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. 

આ બાજુ પંજાબના કોંગ્રેસ સાંસદોએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે 3 નવા કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. 

કૃષિમંત્રીની અપીલ
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ઝી ન્યૂઝ દ્વારા પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને અપીલ કરી કે તેઓ વાતચીત માટે આગળ આવે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે અમે 11 રાઉન્ડની વાતચીત કરી ચૂક્યા છીએ. હવે ખેડૂતોએ નક્કી કરવાનું છે કે તેઓ આગળ શું રસ્તો કાઢવા માંગે છે. પ્રદર્શનકારીઓને અપીલ છે કે તેઓ જણાવે કે શું રસ્તો કાઢવામાં આવે અને વાતચીત માટે આગળ આવે. આ સાથે જ તેમણે કહ્યું કે દેશભરના ખેડૂતો કૃષિ કાયદાની સાથે છે. 

સુરક્ષા વધારી
ખેડૂતોના પ્રદર્શનને જોતા દિલ્હીની ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર તથા જંતર મંતર પર સુરક્ષા વધારી દેવાઈ છે. પ્રદર્શન શરૂ થતા પહેલા અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો દિલ્હી પહોંચવા લાગ્યા છે. ખેડૂતો સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More