Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: PM Modi ના નિવેદનને ખેડૂત નેતાએ આવકાર્યું, કરી આ ખાસ અપીલ 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તરફથી ખેડૂતો માટે જે નિવેદન આવ્યું તેના પર ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે (Naresh Tikait) નિવેદન આપ્યું.

Farmers Protest: PM Modi ના નિવેદનને ખેડૂત નેતાએ આવકાર્યું, કરી આ ખાસ અપીલ 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તરફથી ખેડૂતો માટે જે નિવેદન આવ્યું તેના પર ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે (Naresh Tikait) નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ જે કહ્યું તેનું સ્વાગત કરીએ છીએ. અમારી તો બસ એ જ માગણી છે કે ત્રણેય કાળા કાયદા પાછા ખેંચવામાં આવે અને MSP પર કાયદો બનાવવામાં આવે. નરેશ ટિકૈતે હરિયાણામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધની પણ ટીકા કરી. 

ખેડૂત નેતા નરેશ ટિકૈતે (Naresh Tikait) શનિવારે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને અપીલ કરતા કહ્યું કે સરકાર ત્રણેય કાળા કાયદા પાછા ખેંચે અને MSP પર કાયદો બનાવે. આશા છે કે સરકાર ખેડૂતોને આ નાનકડી માંગણી જરૂર માનશે. 

દરવાજા બંધ કરવાનો સવાલ જ નથી-મોરચો
સંયુક્ત કિસાન મોરચાએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના બસ એક કોલ દૂરવાળા નિવેદન પર પોતાનું નિવેદન બહાર પાડતા કહ્યું કે ખેડૂતો પોતાની ચૂંટેલી સરકારને મનાવવા માટે  દિલ્હી (Delhi) ના દરવાજે આવ્યા છે અને આથી, સરકાર સાથે વાતચીત પર ખેડૂત સંગઠનોના દરવાજા બંધ કરવાનો કોઈ સવાલ જ નથી. ખેડૂતો સંપૂર્ણ રીતે આ ત્રણેય કૃષિ કાયદા રદ કરાવવા માંગે છે અને તમામ ખેડૂતો માટે તમામ પાક પર MSP ની કાનૂની ગેરંટી ઈચ્છે છે. 

મોરચાના નેતા ડોક્ટર દર્શનપાલ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે અમે સુરક્ષા દળોના ગેરકાયદે ઉપયોગ દ્વારા આ આંદોલન ( Farmers Protest ) ને ખતમ કરવાના પોલીસના પ્રયત્નોની પણ ટીકા કરીએ છીએ. 

PM મોદી ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર, સર્વદળીય બેઠકમાં આપ્યું નિવેદન

અત્રે જણાવવાનું કે આ અગાઉ સંસદમાં બજેટ સત્ર અંગે શનિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ ખેડૂત આંદોલન અંગે મોટી નિવેદન આપ્યું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ તમામ પક્ષોના નેતાઓને કહ્યું કે "ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો ખુલ્લો છે. તેમણે કહ્યું કે હું નરેન્દ્ર તોમરની વાત  દોહરાવવા માંગુ છું. ભલે સરકાર અને ખેડૂતો સામાન્ય સહમતિ પર નથી પહોંચ્યા, પરંતુ અમે ખેડૂતો સામે તમામ વિકલ્પ રાખ્યા છે, તેઓ તેના પર ચર્ચા કરે. ખેડૂતો અને મારા વચ્ચે બસ એક કોલનું અંતર છે."

Tractor Rally: કોંગ્રેસ નેતા Shashi Tharoor અને અનેક પત્રકારો પર કેસ દાખલ, ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર ખોટી પોસ્ટના આરોપ

પીએમ મોદીએ બેઠકમાં કહ્યું હતું કે સરકાર તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને આ ચર્ચામાં તમામ વિષયો પર ચર્ચા થશે. તમામ પાર્ટીઓને બોલવાની તક મળશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા ખેડૂતોને અપાયેલી ઓફર હજુ પણ છે. ખેડૂતો સાથે સરકાર વાતચીત માટે હંમેશા તૈયાર છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More