Home> India
Advertisement
Prev
Next

Bharat Bandh ના લીધે દિલ્હીમાં આજે એન્ટ્રી બનશે મુશ્કેલ, આ રસ્તાઓ પર ડાયવર્ટ રહેશે ટ્રાફિક

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના (New Farm Laws) ના વિરોધમાં ખેડૂત યૂનિયનોએ 27 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ (Bharat Bandh) નું આહવાન કર્યું છે.

Bharat Bandh ના લીધે દિલ્હીમાં આજે એન્ટ્રી બનશે મુશ્કેલ, આ રસ્તાઓ પર ડાયવર્ટ રહેશે ટ્રાફિક

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના (New Farm Laws) ના વિરોધમાં ખેડૂત યૂનિયનોએ 27 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ (Bharat Bandh) નું આહવાન કર્યું છે. તેને જોતાં યૂપી પોલીસે સોમવારે ભાગ ભાગમાં ટ્રાફિક ડ્રાઇવર્જન (Traffic Diversion) પ્લાન જાહેર કર્યો છે. હાલ સોમવારે ઘરેથી નિકળતાં પહેલાં આ પ્લાનને જરૂર ધ્યાનમાં રાખો. 

યૂપી ગેટ
દિલ્હીની તરફ આવનાર તમામ ટ્રાફિક વાયા મહારજપુર, સીમાપુરી, તુલસી નિકેતનથી થઇ આગળ મોકલવામાં આવ્શે. 

લોની બોર્ડર ઇદ્રાપુરી
લોની બોર્ડર તરફ અને આજથી દિલ્હી તરફ જનાર સમસ્ત ટ્રાફિકને વાયા લોની તિરાહા, ટીલા મોડ, ભોપુરા થઇને દિલ્હીની તરફ મોકલવામાં આવે. 

મોદીનગર રાજચૌપાલા
મેરઠ તરફથી આવનાર સમસ્ત ટ્રાફિક પરતાપુર મેરઠથી જ મેરઠ-દિલ્હી એક્સપ્રેસ વે પર વાળી દેવામાં આવશે. મેરઠ તરફથી આવનાર બાકી ટ્રાફિક કાદરાબાદ મોહિદ્દીનપુરથી હાપુડ તરફ મોકલવામાં આવશે. ગાજિયાબાદથી મેરઠ જનાર તમામ ટ્રાફીક મુરાદનગર ગંગનહરથી નિવાડી તરફ મોકલવામાં આવશે. 

ડાસના પેરિફેરલ વે
યૂપી પોલીસના અનુસાર સોમવારે હાપુડ અને ગાજિયાબાદથી પેરિફેરલ વે પર ટ્રાફિક ચઢશે નહી. લોકો ડાસના અથવા નોઇડા થઇને પોતાની મંજિલ પર જઇ શકશે. તો બીજી તરફ નોઇડાથી આવનાર ટ્રાફિક ગાજિયાબાદ તરફથી ઉતરીને એનએચ-9 થઇને પોતાની મંજિલ પર પહોંચી શકશે. 

HUID: તહેવારો પહેલાં જ્વેલર્સ માટે જરૂરી સમાચાર! Gold Hallmarking ના નિયમો પર આવ્યું મોટું અપડેટ

હાપુડ ચુંગી-સીબીઆઇ એકેડમી
જૂના બસ અડ્ડા તરફથી આવનાર તમામ ટ્રાફિક આરડીસી ફ્લાઇ ઓવરથી ઉતરીને જમણી તરફ વળીને વાયા આરડીસી, હિંટ ચોક, આલ્ટ સેંટર, વિજળી ઘર, એનડીઆરએફ થઇને હાપુડ તરફ જઇ શકશે. 

દુહાઇ પેરિફેરલ ટોલ પ્લાસ
મેરઠ તરફથી આવનાર ટ્રાફિક પેરિફેરલ વે ચઢી શકશે નહી. તેમણે વાયા એએલટી ચોક, મેરઠ તિરાહા થઇને પોતાની મંજિલ તરફ જવું પડશે. દુહાઇથી કોઇપણ વાહન પેરિફેરલ વે દ્વારા ડાસના તરફ જઇ શકશે નહી. 

પ્રીમિયમ આપ્યા વિના મેળવો 75000 અને બાળકોની સ્કોલરશિપ, ફટાફટ આ યોજનામાં કરો એપ્લાય

બીજી તરફ દિલ્હી પોલીસે પણ સોમવારે ભારત બંધ (Bharat Bandh) ને જોતા દિલ્હીની બોર્ડર પર પેટ્રોલિંગ વધારી દીધું છે. પોલીસ ઓફિસરોના અનુસાર યૂપી અને હરિયાણા સાથે જોડાયેલી સીમાઓ પર ચોકસી વધારી દીધી છે. દિલ્હી પ્રવેશનાર વાહનોનું ચેકિંગ થઇ રહ્યું છે. 

દિલ્હીમાં ઘૂસી શકશે નહી પ્રદર્શનકારી
પોલીસ કમિશ્નર (નવી દિલ્હી) દીપક યાદવે કહ્યું કે 'ભારત બંધ (Bharat Bandh)' ને ધ્યાનમાં રાખતા સાવધાનીના ભાગરૂપે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બોર્ડર વિસ્તારમાં તપાસ ચોકીઓને મજબૂત કરવામાં આવી છે. ઇન્ડીયા ગેટ અને વિજય ચોક સહિત તમામ મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોમાં પર્યાપ્ત ચોકીદાર રહેશે. બોર્ડર વિસ્તારોના ગામોમાંથી દિલ્હીને જોડનાર તમા રસ્તા પર કડક તપાસ કરવામાં આવશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More