Home> India
Advertisement
Prev
Next

Farmers Protest: કિસાન મોર્ચાની જાહેરાત, 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરશે ચક્કાજામ

કિસાનોએ 6 ફેબ્રુઆરીએ ભારત બંધ કરવાની જાહેરાત કરી છે. આ દિવસે ત્રણ કલાક સુધી કિસાનો રસ્તા પર ટ્રાફિકને રોકીને રાખશે.

Farmers Protest: કિસાન મોર્ચાની જાહેરાત, 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરશે ચક્કાજામ

નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદા (Farm Laws) રદ્દ કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાવ બનાવવા માટે સંયુક્ત કિસાન મોર્ચાએ મોટી જાહેરાત કરી છે. તે હેઠળ 6 ફેબ્રુઆરીએ દેશભરમાં બપોરે 12 કલાકથી 3 કલાક સુધી રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગોને ચક્કાજામ કરવામાં આવશે. 

દિલ્હીની અલગ-અલગ સરહદો પર ચાલી રહેલ કિસાન આંદોલન (Farmers Protest) ને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી છે. ટીકરી બોર્ડર પર અહીં સીસીની દીવાલ બનાવી દેવામાં આવી છે. સાત લેયરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે અહીં રસ્કો ખોદીને લાંબા-લાંબા સળીયા નાખવામાં આવ્યા છે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ પોલીસ વધુ એલર્ટ થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ Budget 2021: 100% સેસ લગાવ્યા છતાં મોંઘો નહીં થાય દારૂ, સમજો ગણિત 

6 ફેબ્રુઆરીએ ભારત બંધ કરશે કિસાન
ઉલ્લેખનીય છે કે રવિવારે કિસાન નેતા સતનામ સિંહ પન્નૂ  (Satnam Singh Pannu) એ ભારત બંધના સંકેત આપ્યા હતા. પન્નૂએ કહ્યુ કે, સોમવારની બેઠકમાં સહમતિ બન્યા બાદ તારીખની જાહેરાત કરવામાં આવશે. હવે કિસાનોએ 6 ફેબ્રુઆરીએ ભારત બંધ કરવાની જાહેરાત કરી છે. આ દિવસે ત્રણ કલાક સુધી કિસાનો રસ્તા પર ટ્રાફિકને રોકીને રાખશે. તમને જણાવી દઈએ કે આ પહેલા કિસાનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી હતી, જેની અસર દેશના ઘણા રાજ્યોમાં જોવા મળી હતી. 

આ પણ વાંચોઃ Budget 2021: બાબા રામદેવે કરી બજેટની પ્રશંસા, વિપક્ષ પર સાધ્યું નિશાન

હિંસા બાદ સરકારનું વલણ કડક
હકીકતમાં 26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા (Tractor Parade Violence) બાદ કેન્દ્ર સરકારના આક્રમક વલણથી નારાજ છે. તેમનું કહેવું છે કે સરકાર એજન્સીઓની મદદથી આંદોલન અને અન્નદાતાઓની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય ઇન્ટરનેટ, પાણી અને લાઇટ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. સમાધાન માટે વાતચીત કરતા પહેલા પીએમે એવો માહોલ બનાવવો જોઈએ જેથી શાંતિ સ્થાપિત થાય. એક તરફ ફોર્સ મોકલવામાં આવી રહી છે તો બીજીતરફ બેઠક માટે બોલાવવામાં આવી રહ્યાં છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More