Home> India
Advertisement
Prev
Next

Fact Check: નેપાળના પબમાં જે યુવતી સાથે રાહુલ ગાંધી હતા તે ચીનના રાજદૂત હતા? જાણો દાવાની સચ્ચાઈ

આ સમગ્ર મામલે હવે જે વિગતો સામે આવી છે તે મુજબ પબ તરફથી મીડિયાને કેટલીક જાણકારી આપવામાં આવી છે. જાણો શું કહ્યું. 

Fact Check: નેપાળના પબમાં જે યુવતી સાથે રાહુલ ગાંધી હતા તે ચીનના રાજદૂત હતા? જાણો દાવાની સચ્ચાઈ

નવી દિલ્હી: રાહુલ ગાંધી હાલ પાડોશી દેશ નેપાળના અંગત પ્રવાસે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થયો જેણે જાણે રાજકીય ભૂકંપ લાવી દીધો. આ વીડિયોમાં તેઓ નેપાળના એક પબમાં જોવા મળ્યા. આ વીડિયો વાયરલ થયા બાદ જો કે કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે રાહુલ ગાંધી નેપાળમાં તેમની એક મિત્રના લગ્નમાં સામેલ થવા માટે ગયા છે. વીડિયોમાં તેમની સાથે જોવા મળેલી યુવતીએ ભારે કૂતુહલ સર્જ્યુ. યુવતી વિશે ભાજપના અનેક નેતાઓએ દાવો કર્યો કે તે નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાનકી છે. 

આ યુવતી વિશે હરિયાણામાં  ભાજપના આઈટી ટીમના ઈન્ચાર્જ અરુણ યાદવે ટ્વીટ કરીને એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી સાથે હાજર મહિલા નેપાળમાં ચીનના રાજદૂત હોઉ યાનકી છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિજય શંકર તિવારીએ પણ ટ્વિટર પર મહિલાને હોઉ યાનકી ગણાવતા લખ્યું કે રાહુલ ગાંધીનું ચીની રાજદૂત સાથે આ પ્રકારે વાતચીત કરવું એ સામાન્ય મામલો નથી. વિજય શંકરે કહ્યું કે દેશના દુશ્મનો સાથે છૂપાઈને મળવું દેશને સ્વીકાર્ય નથી. 

કોંગ્રેસે આપ્યો આ ખુલાસો
કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ આ સમગ્ર મામલે નિવેદન પણ આપ્યું. પાર્ટી પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી મિત્ર દેશ નેપાળમાં એક અંગત લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા છે. સુરજેવાલાએ કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું કે રાહુલ પીએમ મોદીની જેમ આમંત્રણ વગર પાકિસ્તાનના પીએમના ત્યાં કેક કાપવા ગયા નથી. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે ખાનગી સમારોહમાં જવું અત્યાર સુધી તો ગુનો જાહેર થયો નથી. બીજી બાજુ નેપાળી મીડિયા મુજબ આ લગ્ન સુમનિમા દાસના હતા. સુમનિમા સીએનએનના રિપોર્ટર છે. તે મ્યાંમારમાં નેપાળના રાજદૂત રહેલા ભીમ ઉદાસના પુત્રી છે. આ લગ્ન 3 મેના રોજ થયા અને રિસેપ્શન 5 મેના રોજ છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધી કાઠમંડુના 'લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ' પબમાં ગયા હતા. 

એવું કહેવાય છે કે તેઓ ચાર-પાંચ લોકો સાથે પબમાં ગયા હતા અને લગભગ દોઢ કલાક સુધી ત્યાં રહ્યા. આ રાહુલ ગાંધીનો અંગત પ્રવાસ હતો. આ દરમિયાન તેઓ કોઈ અધિકૃત કામ માટે કે કોઈ બેઠક માટે ગયા નહતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ પબમાં રાહુલ ગાંધી સાથે હાજર મહિલા દુલ્હન સુમનિમા દાસની મિત્ર છે. 

યુવતી વિશે ચીની રાજદૂત હોવાનો દાવો ખોટો
પબ તરફથી મીડિયાને જાણકારી આપવામાં આવી છે કે તે દિવસે ચીનના કોઈ રાજદૂત ત્યાં હાજર નહતા. આથી મહિલા હોઉ યાનકી હોવાનો સવાલ નથી ઉઠતો. આથી જે દાવો થઈ રહ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નેપાળના પબમાં ચીનના રાજદૂત  સાથે પાર્ટી કરતા હતા તે દાવો ખોટો જણાય છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કના મહારાણી Margrethe II ને મળ્યા, જુઓ Photos

Loudspeaker Controversy: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યો, રાજ ઠાકરેએ શેર કર્યો બાળ ઠાકરેનો જૂનો Video

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More