Home> India
Advertisement
Prev
Next

Fact Check: આવી ગઈ કોરોનાની ચોથી લહેર, સાત દિવસ માટે થશે લોકડાઉન!! જાણો વાયરલ મેસેજનું સત્ય

Fact Check: વિશ્વમાં કોરોનાને નવી લહેર કહેર મચાવી રહી છે. દુનિયાના અનેક દેશો ફરી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે ભારત સરકાર અહીં કોરોનાના કેસ વધે નહીં તે માટે પગલાં લઈ રહી છે. આ વચ્ચે કેટલીક અફવાઓ સામે આવી રહી છે. જેની સચ્ચાઈ અમે આજે આપને જણાવીશું.

Fact Check: આવી ગઈ કોરોનાની ચોથી લહેર, સાત દિવસ માટે થશે લોકડાઉન!! જાણો વાયરલ મેસેજનું સત્ય

Fact Check: વિશ્વમાં કોરોનાને નવી લહેર કહેર મચાવી રહી છે. દુનિયાના અનેક દેશો ફરી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે ભારત સરકાર અહીં કોરોનાના કેસ વધે નહીં તે માટે પગલાં લઈ રહી છે. આ વચ્ચે કેટલીક અફવાઓ સામે આવી રહી છે. જેની સચ્ચાઈ અમે આજે આપને જણાવીશું.

દુનિયાના અનેક દેશોમાં કોરોનાનો કહેર ફરી જોવા મળી રહ્યો છે. ચીન સહિત અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. પાડોશી દેશમાં વધેલા કોરોનાના કેસથી ભારતની ચિંતામાં વધારો થયો છે. સરકારે તમામ રાજ્યોને સાવચેતીના પગલાં લેવાનું કહી દીધું છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર કોરોના અને લોકડાઉન સંબંધી અહેવાલો વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આજકાલ એક એવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની નવી લહેરના ખતરા વચ્ચે ભારત સરકારે સાત દિવસનું લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. યૂટ્યૂબ ચેનલ સીઈ ન્યૂઝના એક નકલી સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં એક અઠવાડિયા સુધી લોકડાઉન થવાનું છે. સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એક ઈમરજન્સી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ વાયરલ મેસેજની તપાસ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ કરી છે અને તેને નકલી ગણાવવામાં આવ્યો છે.

PIB ફેકટ ચેકના ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે, CE નામની એક યૂટ્યૂબ ચેનલના વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આજે રાત્રે 12 વાગ્યાથી સાત દિવસ સુધી ભારત બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વીડિયોમાં કરવામાં આવેલો દાવો નકલી છે. ભારત સરકારે આવો કોઈ નિર્ણય નથી લીધો.

MP, રાજસ્થાન સહિત 10 રાજ્યમાં ચૂંટણી, જાણો BJP-કોંગ્રેસની અહીં કેવી છે રાજકીય સ્થિતિ

કાર જોડે ફસાયેલી યુવતી, યુ ટર્ન લેતી કાર...દિલ્હીની હિચકારી ઘટનાનો CCTV Video

નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય, સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપી રાહત

જણાવી દઈએ કે ખોટી માહિતી અને નકલી ખબરો પર અંકુશ લગાવવા માટે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ ડિસેમ્બર 2019માં ફેક્ટ ચેક યુનિટની શરૂઆત કરી હતી. જેનો હેતુ સરકારની નીતિઓ અને યોજનાઓ સંબંધિત ખોટી માહિતીનું ઓળખ કરવાનું છે જે સોશિયલ માડિયા પર પ્રસારિત થઈ રહી છે.

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More