Home> India
Advertisement
Prev
Next

Black Fungus અને White Fungus માંથી કઇ વધુ ખતરનાક? જાણો એક્સપર્ટનો જવાબ

કોરોના વાયરસ (Coronavirus) ના વધતા જતા કેસ વચ્ચે બ્લેક ફંગસ (Black Fungus) અને વ્હાઇટ ફંગસ (White Fungus) એ લોકોમાં ચિંતા અને ભય વધારી દીધો છે. જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે વ્હાઇટ ફંગસ (White Fungus) જેવી કોઇ બિમારી નથી. તે કંઇ બીજું નહી પરંતુ Candidiasis જ છે. 

Black Fungus અને White Fungus માંથી કઇ વધુ ખતરનાક? જાણો એક્સપર્ટનો જવાબ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના વધતા જતા કેસ વચ્ચે બ્લેક ફંગસ (Black Fungus) અને વ્હાઇટ ફંગસ (White Fungus) એ લોકોમાં ચિંતા અને ભય વધારી દીધો છે. જોકે વિશેષજ્ઞોનું કહેવું છે કે વ્હાઇટ ફંગસ (White Fungus) જેવી કોઇ બિમારી નથી. તે કંઇ બીજું નહી પરંતુ Candidiasis જ છે. 

શું છે Candidiasis ?
કેંડિડિઆઇસ (Candidiasis) કોઇપણ પ્રકારના કૈંડિડા (એક પ્રકારની યીસ્ટ) ના કારણે થનાર એક ફંગલ સંક્રમણ છે. જ્યારે આ ફક્ત મોંઢાને પ્રભાવિત કરે છે, તો કેટલાક દેશોમાં તેને થ્રશ કહેવામાં આવે છે. તેના લક્ષણોમાં જીભ અથવા મોંઢા અને ગળાની આસપાસ સફેદ દાગ આવવાનું સામેલ છે. આ ઉપરાંત તેના કારણે દુખાવો અને ગળવામાં પણ સમસ્યા થઇ શકે છે.  

દેશમાં પ્રથમ કેસ: સુરતમાં યુવકના મગજમાં ડિટેક્ટ થયો Mucormycosis, જેને પણ સાંભળ્યું તે ડરી ગયું

વ્હાઇટ ફંગસના કેસ
વ્હાઇટ ફંગસ (White fungus) નો પહેલો રિપોર્ટ બિહારના પટનાથી આવ્યો હતો. જોકે અમારી સહયોગી વેબસાઇટ india.com ના રિપોર્ટ અનુસાર સરકારી મેડિકલ કોલેજ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (પીએમસીએચ)એ આ રિપોર્ટને નકારી કાઢ્યો. હવે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં જ આવો કેસ સામે આવ્યો છે. તો બીજી તરફ સંક્રમણ રોગ વિશેષજ્ઞ ડો. ઇશ્વર ગિલાડા કહે છે કે 'વ્હાઇટ ફંગસ ફક્ત એક મિથ અને ખોટી ધારણા છે. આ મૂળ રૂપથી કૈંડિડિઆસિસ જ છે, જે એક પ્રકારનું ફંગલ ઇંફેક્શન છે જેને કૈંડિડા કહેવામાં આવે છે. આ સૌથી સામાન્ય ફંગલ સંક્રમણ છે. 

એક રૂપિયાની નોટ તમને બનાવી શકે છે માલામાલ, બસ કરવું પડશે આ કામ

શું વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસથી વધુ ખતરનાક છે?
રિપોર્ટ અનુસાર ચિકિત્સા વિશેષજ્ઞોનું કહેવું છે કે આ રિપોર્ટનો કોઇ આધાર નથી વ્હાઇટ ફંગસ બ્લેક ફંગસથી વધુ ખતરનાક છે. બ્લેક ફંગસથી પીડાતા દર્દીઓની સારવાર કરી રહેલા બોમ્બે હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડો. કપિલ સાલગિયા કહે છે કે મ્યૂકોર માઇકોસિસ (mucormycosis) વધુ આક્રમક છે અને તેનાથી સાઇનસ, આંખો, મગજને નુકસાન થઇ શકે છે. તેના માટે મોટી અને મુશ્કેલ સર્જરી કરવી પડે છે. સાથે જ તેની સારવારમાં જરાપણ મોડું દર્દીનો જીવ લઇ લે છે. તો બીજી તરફ કૈંડિડિઆસિસની સરળતાથી સારવાર કરી શકાય છે અને મોટાભાગમાં તેનાથી દર્દીને જીવનું જોખમ રહેતું નથી. જોકે તેમાં પણ સમયસર અને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે.  

કોરોનાથી મોત પર WHO નો ખુલાસો, કહ્યું- બતાવવામાં આવેલા કરતાં બમણી છે સંખ્યા

આ લોકોમાં વધુ ખતરો
કૈંડિડિઆસિસ એવા દર્દીઓમાં વધુ જોવા મળે છે, જેમની ઇમ્યુનિટી ઓછી છે, ડાયાબિટિસનો શિકાર છે અને તે કોવિડ 19 સારવાર દરમિયાન વધુ સમય સુધી સ્ટેરોઇડ પર રહ્યા. તેના લક્ષણ- માથાનો દુખાવો, ચહેરામાં એક તરફ દુખાવો થવો, સોજો, આંખોની રોશની ઓછી થવી અને મોંઢામાં છાળા પડવા છે. આ સંક્રમણની તપાસ માટે 10 ટકા કેઓએચ (પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ) હેઠળ એક સાધારણ માઇક્રોસ્પોપિક તપાસ પુરતી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More