Home> India
Advertisement
Prev
Next

ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર Exit Poll, ભાજપને રેકોર્ડ જીત મળવાનું અનુમાન, જાણો કોંગ્રેસ-આપની સ્થિતિ

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે એક્ઝિટ પોલના આંકડા આવવા લાગ્યા છે. દિલ્હી યુનિવર્સિટીના એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાત અને હિમાચલમાં ભાજપ તો દિલ્હી એમસીડીમાં આપને જીત મળી શકે છે. 

ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર Exit Poll, ભાજપને રેકોર્ડ જીત મળવાનું અનુમાન, જાણો કોંગ્રેસ-આપની સ્થિતિ

નવી દિલ્હીઃ ગુજરાત, હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર તો દિલ્હી એમસીડીની ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ક્યાં કોની સરકાર બનશે તે તો ચૂંટણી પરિણામ બાદ ખ્યાલ આવશે. પરંતુ અત્યારે એક્ઝિટ પોલના અનુમાન સામે આવ્યા છે. દિલ્હી યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની શકે છે. 

ગુજરાતમાં ભાજપને બમ્પર જીત મળવાની સંભાવના
એક્ઝિટ પોલનું અનુમાન છે કે ગુજરાતમાં ભાજપ રેકોર્ડ 167 સીટો પર જીત હાસિલ કરી શકે છે. અહીં ભગવા પાર્ટીને 54.5 ટકા મત મળવાની સંભાવના છે. 182 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 4 અને આમ આદમી પાર્ટીને 11 સીટ મળી શકે છે. કોંગ્રેસને 15 અને આમ આદમી પાર્ટીને 15.8 ટકા મત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ LIVE: Gujarat Election 2022 Exit Polls Result ગુજરાતમાં કોની બનશે સરકાર? જાણો થોડીવારમાં સટીક એક્ઝિટ પોલ

હિમાચલમાં પણ રેકોર્ડ જીતનું અનુમાન
દિલ્હી યુનિવર્સિટીના સર્વેમાં હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકાર બનવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. અહીં ભાજપ ઈતિહાસ રચતા 37 વર્ષ બાદ સતત બીજીવાર સરકાર બનાવી શકે છે. એક્ઝિટ પોલનું અનુમાન છે કે 68 સભ્યોની વિધાનસભામાં ભાજપને 62 સીટ મળી શકે છે. કોંગ્રેસને 5 સીટ મળવાનું અનુમાન છે. તો આમ આદમી પાર્ટીને એક સીટ મળવાની વાત કહેવામાં આવી છે. ભાજપને 60 ટકા મત મળી શકે છે. કોંગ્રેસને 25.9 ટકા અને આમ આદમી પાર્ટીને 4 ટકા મત મળી શકે છે. 

એમસીડીમાં આપની જીત
દિલ્હી યુનિવર્સિટીના સર્વેમાં ગુજરાત અને હિમાચલમાં ભાજપને જીત મળી રહી છે તો દિલ્હી એમસીડીમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવી શકે છે. એમસીડીમાં ભાજપને 99 વોર્ડમાં જીત મળી શકે છે તો આમ આદમી પાર્ટી 140 વોર્ડ પર કબજો કરી શકે છે. કોંગ્રેસને 6 અને અપક્ષને 5 સીટ મળી શકે છે. ભાજપને 38.4 અને આમ આદમી પાર્ટીને 42.2 ટકા વોટશેર મળી શકે છે. કોંગ્રેસને 11.1 અને અપક્ષને 8.3 ટકા મત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More