Home> India
Advertisement
Prev
Next

EXCLUSIVE: મોદીએ 4 વર્ષ મસ્તી કરી, છેલ્લા છ મહિના બધાને ગાળો આપતા ફરે છે-મમતા બેનર્જી 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છેલ્લા તબક્કાની ચૂંટણી અગાઉ આક્રમક પ્રહાર કર્યા છે. Zee Newsની સહયોગી ચેનલ 24 ઘંટાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીએ 4 વર્ષમાં કોઈ કામ કર્યું નથી. તેમની સરકારના દરેક પગલાથી લોકોને તકલીફ થઈ.  મમતા  બેનર્જીએ જીએસટી અને નોટબંધીને પણ સરકારની નિષ્ફળતા ગણાવ્યાં. આ ઉપરાંત તેમણે બંગાળની ચૂંટણીઓમાં કેન્દ્રીય સુરક્ષાદળોની વધુ તહેનાતીને પણ કેન્દ્ર સરકારની મનમાની ગણાવી. 

EXCLUSIVE: મોદીએ 4 વર્ષ મસ્તી કરી, છેલ્લા છ મહિના બધાને ગાળો આપતા ફરે છે-મમતા બેનર્જી 

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છેલ્લા તબક્કાની ચૂંટણી અગાઉ આક્રમક પ્રહાર કર્યા છે. Zee Newsની સહયોગી ચેનલ 24 ઘંટાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે પીએમ મોદીએ 4 વર્ષમાં કોઈ કામ કર્યું નથી. તેમની સરકારના દરેક પગલાથી લોકોને તકલીફ થઈ.  મમતા  બેનર્જીએ જીએસટી અને નોટબંધીને પણ સરકારની નિષ્ફળતા ગણાવ્યાં. આ ઉપરાંત તેમણે બંગાળની ચૂંટણીઓમાં કેન્દ્રીય સુરક્ષાદળોની વધુ તહેનાતીને પણ કેન્દ્ર સરકારની મનમાની ગણાવી. 

 Zee 24 ઘંટાના સવાલો પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આપેલા જવાબ...

VIDEO: પિત્રોડાના નિવેદનને રાહુલ ગાંધીએ શરમજનક ગણાવતા PM મોદીએ કર્યો કટાક્ષ

તમે 100થી વધુ રેલીઓ અને મીટિંગ કરી છે?
મમતા બેનર્જી: 100થી પણ વધુ મીટિંગ અને પદયાત્રા કરી, લૂ ચાલી રહી છે. આજે એવું લાગે છે કે ડિહાઈડ્રેશન થઈ ગયું છે. 

દરેક મીટિંગમાં તમે કહ્યું કે નવી સરકાર બંગાળ બનાવશે, કેવી રીતે?
મમતા: ભાજપે ઉત્તર પ્રદેશના દમ પર 2014માં સરકાર બનાવી હતી. 80 બેઠકોમાંથી 73 બેઠકો ભાજપને મળી હતી. આ વખતે 13થી વધુ બેઠકો નહીં મળે. વધુમાં વધુ 17 બેઠકો મળશે. જો અખિલેશ અને માયાવતીને 55 બેઠકો મળશે તો તમે ભાજપની 73 બેઠકોમાંથી માઈનસ કરો તો તમને ખબર પડી જશે કે ભાજપને કેટલી બેઠકો મળશે. 

રાજસ્થાનમાં 25માંથી 25 બેઠકો ભાજપને મળી હતી.?
મમતા: આ વખતે રાજસ્થાનમાં કોંગ્રસ સારી લીડ લાવી રહી છે. 

'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી

મધ્ય પ્રદેશમાં 29માંથી 27 બેઠકો મળી હતી?
મમતા: આ વખતે કમલનાથ તેમને છોડશે નહીં. અડધી એટલે કે 13 બેઠકો ભાજપને મળશે. ભાજપને રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ આ બધા રાજ્યોમાં અડધી બેઠકો મળશે. તો સત્તામાં પાછા ક્યાંથી આવશે. સાઉથમાં જ્યાં 191 બેઠકો છે ત્યાં તેમને 32 બેઠકો મળી હતી. આ વખતે વધુમાં વધુ 26 બેઠકો મળશે. કર્ણાટકમાં દેવગૌડા અને કોંગ્રેસે હાલ સરકાર બનાવી છે. ત્યાં  ભાજપને સીટો મળશે નહીં. કોંગ્રસ અને જેડીએસ જીતશે. 

આ વખતની ચૂંટણી મોદી vs મમતા કેવી રીતે થઈ ગઈ?
મમતા: અમે બધા સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ. પરંતુ મોદી જે રીતે ધમકાવી રહ્યાં છે બધાને ડરાવીને કંટ્રોલ કરી રહ્યાં છે, મીડિયાને કંટ્રોલ કરીને રાખ્યું છે, નેતાઓ બોલી શકતા નથી. પરંતુ મને તે ડર નથી. આથી કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. તમે એ કહી શકો છો કે બંગાળથી અમે અવાજ ઉઠાવ્યો છે અને કહ્યું કે ભાજપ હટાવો દેશ બચાવો. 2018 જુલાઈમાં મેં કહ્યું હતું કે 2019, ભાજપ FINISH.

2019 જાન્યુઆરીમાં અમે મીટિંગ કરી હતી, બધી 23 પાર્ટીઓએ એક સાથે મળીને બધાએ એક સિદ્ધાંત લીધો, તે એક ટર્નિંગ પોઈન્ટ હતો. તે સિદ્ધાંત પર બધા ચાલી રહ્યાં છે. 

સિખ રમખાણો પર નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ પિત્રોડાને કહ્યું- તમને શરમ આવવી જોઈએ

ચૂંટણી બાદ રીજિયોનલ પાર્ટીના નેતા જો વડાપ્રધાન બનવાની દાવેદારી રજુ કરે, તો શું કોંગ્રેસ તેને સમર્થન આપશે?
મમતા: ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે 125થી 150 બેઠકો તેમને મળશે, કોંગ્રેસને પણ 125થી 130 બેઠકો મળશે. પરંતુ જ્યારે રિજ્યોનલ પાર્ટીઓને જે સીટ મળશે તેને જોડીએ તો તેનાથી વધુ થશે. એક એવી સ્થિતિ તૈયાર થશે, જ્યારે તમામ રીજિયોનલ પાર્ટીઓ એક સાથે થશે. ત્યાં અમે કોંગ્રેસ પાર્ટીનું સમર્થન લઈ શકીએ છીએ. બધા મળીને નક્કી કરશે કે સરકાર કેવી રીતે ચલાવીશું અને કયાં નેતા હશે. બધા પક્ષોએ એ જોવું જોઈએ કે એક સ્ટેબલ સરકાર બને. મોદી સરકારે સમગ્ર દેશને disaster કરીને મૂકી દીધી છે,  economy disaster , agriculture, employment disaster કરીને છોડી દીધા છે. બેંકોને પોકળ કરીને મૂકી દીધી છે, GSTથી લઈને નોટબંધી સુધી...કોણ યોગ્ય રીતે સરકાર ચલાવી શકે તે જોવું પડશે. 

જો ભાજપને તૃણમૂલ કોંગ્રેસના સપોર્ટની જરૂર પડી તો?
મમતા:  જે પ્રકારના અત્યાચાર, દુરાચાર, અને ખોટા વ્યવહાર અમારી સાથે થયા છે, તૃણમૂલ કોંગ્રેસ કોઈ પણ ભોગે ભાજપને સમર્થન આપશે નહીં. તેઓ અહીં એક સમાનાંતર સરકાર ચલાવી રહ્યાં છે, તમામ સંસ્થાન અમારી પાછળ લગાડીને અમને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. અમે એવું રાજકારણ કરતા નથી. જો કોઈ અમને પ્રેમ કરે તો અમે તેમના ઘરે જઈને વાસણો ધોઈ આવીશું. પરંતુ જો કોઈ અમને ધમકી આપે તો અમે તેમને છોડીશું નહીં. ભાજપ સાથે કોઈ સમાધાનનો પ્રશ્ન જ નથી ઉઠતો. પહેલા અટલજી હતાં હવે કોની પ્રશંસા કરીએ. રાજનાથ સિંહ જે પ્રકારની વાત કરે છે, બધા મોદીની વાત સાંભળીને તે જ બોલે છે. કયા હકથી બોલે છે કે અમને 42માંથી 42 બેઠકો નહીં મળે. બધાના મગજ રણની જેમ ખાલી થઈ ગયા છે. 

તમે જોતા નથી કે 100% સેન્ટ્રલ ફોર્સ લઈને અહીં શું કરી રહ્યાં છે? તમે જ જણાવો કે ગુજરાતમાં કેટલી સેન્ટ્રલ ફોર્સ ગઈ છે. સૌથી વધુ હિંસા તો ગુજરાતમાં છે, લોકો એક FIR પણ દાખલ કરી શકતા નથી.  lynching ત્યાં થયું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાતમાં જે થયું છે તમે જણાવો કે કેટલી ફોર્સ ત્યાં મોકલવામાં આવી. બંગાળમાં કેમ 100% ફોર્સ અને તે પણ રિટાર્યર્ડ ઓફિસર મોકલીને, તેઓ ગોળીઓ ચલાવી રહ્યાં છે. મન ફાવે તે કરી રહ્યાં છે. લો એન્ડ ઓર્ડર સ્ટેટનું કામ છે, આ તો પૂરેપૂરું parallel સરકાર ચલાવી રહ્યાં છે. તેઓ તમામ એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યાં છે. 

Cyclone સમયે તમે વડાપ્રધાનનો ફોન કેમ ન ઉઠાવ્યો?
મમતા: આ બધી બેકાર વાત છે. તેમને ડ્રામા કરવાની આદત છે. તેઓ મારા મોબાઈલ પર ફોન કરી શકતા હતાં.  kalaikunda માં મને ન બોલાવીને તેમણે ચીફ સેક્રેટરીને બોલાવ્યાં. અમારી ચૂંટાયેલી સરકાર છે. નિયમોનો છડેચોક ભંગ છે. 

પીએમ મોદી કહી રહ્યા છે કે મમતા બેનર્જી બંધારણ માટે ખતરો છે?
મમતા: તેઓ પોતે બંધારણને માનતા નથી અને બદલવા માંગે છે. નાલંદા વિશ્વવિદ્યાલયમાંથી પ્રોફેસર અમર્ત્ય સેનને પણ હટાવી દેવાયા. સીબીઆઈ, ઈડી બધુ બદલી નાખ્યું. અમે મોદીના નહીં આંબેડકરના બંધારણને માનીએ છીએ. નીતિ આયોગને લઈને શું કર્યું, પ્લાનિંગ કમિશનને કેમ હટાવી દીધું. સીબીઆઈના ડાઈરેક્ટરને હટાવી દીધા છે. તેમણે ઢગલાબંધ કાંડ કર્યા છે. 

તમે કહ્યું કે સરકારમાં  બંગાળ ભૂમિકા ભજવશે?
મમતા: અમે બધી ચીજો પર ધ્યાન આપીશું. અમે એકલા વિકલ્પ આપી શકીએ નહીં. અમે લોકો માટે મળીને કામ કરીશું. 

જુઓ LIVE TV

આ ચૂંટણી તમારા માટે કેટલી અલગ છે?
મમતા: પૈસાની રીતે અમે કહીશું કે આ ચૂંટણી સંપૂર્ણ રીતે અલગ છે. આ વખતે પૈસાનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. હેલિકોપ્ટરનો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ એજન્સીઓ, ઈન્સ્ટિટ્યૂટ્સ પાસેથી અમારા વિરોધ કરાવાઈ રહ્યો છે. મને સીપીએમ, કોંગ્રેસ, ભાજપ સહિત તમામ એજન્સીઓ સામે લડવું પડી રહ્યું છે. લોકો મારી સાથે છે. આ ઈમરજન્સી જેવા હાલાત છે. સુપર ઈમરજન્સી છે. 

તેઓ પૈસાના બોક્સ લઈને બેઠા છે. તમે જ જણાવો કે તમામ મુખ્યમંત્રીની ગાડીઓ ચેક થાય છે. વડાપ્રધાન જ્યાં ઉતરે છે તેમને ગાડી કેમ ચેક થતી નથી. શું તેઓ અલગ છે. તેઓ ચૂંટણી લડી રહ્યાં છે. આ ફાસિસ્ટ છે. તેઓ હિટલરથી પણ મોટા હિટલર છે. તે લોકોએ 5 વર્ષમાં શું કર્યું તે કોઈને જણાવ્યું નહીં. હવે બધાને ગાળો આપતા ફરે છે. નોટબંધીથી 260% આતંકવાદ વધી ગયો છે. 12000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ઈકોનોમીને ખતમ કરી નાખી. તેમણે 4 વર્ષ મસ્તી કરી અને છેલ્લા 6 મહિનામાં બધાને ગાળો આપતા ફરી રહ્યાં છે. તેમની ભાષા એટલી ખરાબ છે કે કોઈ દિશા નથી. તેઓ બધાને ચોર સમજે છે. 

તેઓ રાજીવ ગાંધીથી શરૂ કરે છે. નાની છોકરી પ્રિયંકાને પણ તેમણે ન છોડી. તમામ  પોલિટિક્સ ખતમ કરી નાખ્યું. આ બધાથી વિદેશોમાં પણ ખોટો પ્રભાવ જાય છે. ધર્મના રાજકારણને ખુબ સરળતાથી વેચી શકાય છે. સીપીએમ પોતાના તમામ મતો ભાજપને ટ્રાન્સફર કરી રહ્યું છે. 

21 તારીખે તમે દિલ્હી જઈ રહ્યા છો વિપક્ષની મિટિંગ છે? તો શું જોડ અતૂટ છે?
મમતા: હજુ કઈ ઠીક થયું નથી. બની શકે કે 21 તારીખે તે શક્ય ન બને. 19 તારીખના રોજ ચૂંટણી પૂરી થયા પછી હું દિલ્હી જઈ શકું નહીં. અમારું બધુ બરાબર છે. 23મી મેના રોજ પરિણામો આવવા દો તમને બધુ ખબર પડી જશે. 

તો શું જોડ અતૂટ છે?
મમતા: એકદમ, જેમ જેમ દિવસ નજીક આવતો જાય છે એટલા અમે શક્તિશાળી થઈ રહ્યાં છીએ. અમે સ્થિર સરકાર બનાવીશું. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More