Home> India
Advertisement
Prev
Next

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 575 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો જશે કરતારપુર કોરિડોર

કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબના તમામ સાંસદો અને ધારાસભ્યો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ લાંબી ચર્ચાઓના અંતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાપુર કોરિડોર માટે શ્રદ્ધાળુઓને આવવા-જવાની પરવાનગી આપવા સહિતના અનેક મુદ્દે કરાર કરાયા હતા. 

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત 575 શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો જશે કરતારપુર કોરિડોર

અમૃતસરઃ ભારતે ગુરૂવારે પાકિસ્તાનના પંજાબમાં સ્થિત કરતારપુરમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબના ઉદ્ઘાટન સમારોહમાં જનારા 575 શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાની યાદી જાહેર કરી છે. ભારતના કેટલાક ટોચના રાજકારણીઓના પણ આ યાદીમાં નામ સામેલ છે. 

કરતારપુર સાહિબ જનારા પ્રથમ જથ્થામાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, હરસિમરત કૌર બાદલ, પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પંજાબના તમામ સાંસદો અને ધારાસભ્યો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ લાંબી ચર્ચાઓના અંતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતાપુર કોરિડોર માટે શ્રદ્ધાળુઓને આવવા-જવાની પરવાનગી આપવા સહિતના અનેક મુદ્દે કરાર કરાયા હતા. 

જસ્ટિસ બોબડે બનશે સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ, 18 નવેમ્બરે લેશે પદના શપથ

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવેલા આ કરાર અનુસાર ભારતના શ્રદ્ધાળુઓએ કરતારપુર સાહિબ જવા માટે વિઝા લેવાની જરૂર રહેશે નહીં. આ કરાર 5 વર્ષ સુધી અમલમાં રહેશે અને ત્યાર પછી આપસી સહમતિ અંતર્ગત તેને આગળ વધારવામાં આવશે. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ ભારત તરફના કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે. આ કોરિડોર કરતારપુરમાં આવેલા દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક સાથે સીધો જોડશે. કરતારપુર સાહિબ ગુરુદ્વારાની સ્થાપના શિખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવ દ્વારા 1522માં કરવામાં આવી હતી. 

જુઓ LIVE TV...

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More