Home> India
Advertisement
Prev
Next

સંઘ કાશીએ પહોંચશે ? બેઠક ટળ્યા બાદ મમતાએ કહ્યું તમામ મહાગઠબંધનના ચહેરા !

મોદી સરકાર વિરુદ્ધ સૌથી મોખરે રહેલા બંન્ને નેતા 2019 માટે ગત્ત ઘણા સમયથી ફીલ્ડિંગ સજાવી રહ્યા છે, બંન્ને નેતાઓએ મુલાકાત બાદ મીડિયાને સંબોધિત કરતા બેઠક ટળી હોવાનું જણાવ્યું

સંઘ કાશીએ પહોંચશે ? બેઠક ટળ્યા બાદ મમતાએ કહ્યું તમામ મહાગઠબંધનના ચહેરા !

કોલકાતા : મોદી સરકારની વિરુદ્ધ વિપક્ષી એકતાનો દમ દેખાડવા માટે 22 નવેમ્બરે યોજાનાર બેઠક ટળી ગઇ છે. હવે આ બેઠક જાન્યુઆરીમાં યોજાશે. વિપક્ષી એકતાની કમાન સંભાળનારા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ આજે સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ કહ્યું કે, અમે લોકોએ નિર્ણય લીધો છે કે હવે આ બેઠક જાન્યુઆરીમાં યોજાશે. જો કે તેમણે તારીખનો ખુલાસો નહોતો કર્યો. 

મોદી સરકારની વિરુદ્ધ સૌથી મુખ્ય રહેલા આ બંન્ને નેતાઓ 2019 માટે છેલ્લા ઘણા સમયથી ફીલ્ડિંગ સજાવી રહ્યા છે. બંન્ને નેતાઓએ મુલાકાત બાદ મીડિયાને પણ સંબોધિત કર્યું હતું. નાયડૂએ મોદી સરકાર પર હૂમલો કરતા આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇ, ઇડી, આવકવેરા વિભાગ, આરબીઆઇ અને કેગ જેવી સંસ્થાઓ ઘણી દબાણમાં છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સરકારે પોત પોતાના રાજ્યોમાં તપાસ કરવા અને દરોડા પાડવા માટે સીબીઆઇને અપાયેલી મંજુરી શુક્રવારે પરત ખેંચી લીધી હતી. 

નાયડૂએ કહ્યું કે, અમે ચૂંટણીના કારણે પહેલા 22 નવેમ્બરે બેઠક યોજવા માંગતા હતા. અમે શીતકાલીન સત્ર પહેલા આ બેઠકન યોજાય તેવું ઇચ્છતા હતા. નાયડૂએ કહ્યું કે, મમતા બેનર્જી વરિષ્ઠ નેતા છે. હવે આ સંસ્થાઓને બચાવવાની જવાબદારી અમારા લોકોની છે. અમે દેશ બચાવવા માંગીએ છીએ. આ સમય લોકશાહી ખતરામાં છે. અમે એક રહેવું પડશે. તેમણે કહ્યું કે અમે મોદીનાં સીનિયર છીએ અને તેમનાથી સારૂ પર્ફોમ કરી શકીએ છીએ. અમે લોકો અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી ચુક્યા છીએ. અમે તમામ લોકો મહાગઠબંધનનો ચહેરો છીએ. 

અગાઉ નાડયૂએ કહ્યું હતું કે, 22 નવેમ્બર દિલ્હીમાંવિપક્ષી દળોની બેઠક યોજાશે. માનવામાં આવી રહ્યું હતું. તેમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. કોંગ્રેસ નેતા અશોક ગહલોતે દિલ્હીમાં ડીએમકે ચીફ એમકે સ્ટાલિન પાસેથી ચેન્નાઇમાં મુલાકાત કરી ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More