Home> India
Advertisement
Prev
Next

એલન મસ્ક પહેલીવાર આવશે ભારત, પીએમ મોદી સાથે કરશે મુલાકાત, થઈ શકે છે મોટી જાહેરાત

Elon Musk India Visit : ટેસ્લા ચીફ એલન મસ્ક ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. ભારતમાં પ્રધાનમંત્રી મોદી સાથે મસ્કની મુલાકાત થઈ શકે છે.

એલન મસ્ક પહેલીવાર આવશે ભારત, પીએમ મોદી સાથે કરશે મુલાકાત, થઈ શકે છે મોટી જાહેરાત
Updated: Apr 10, 2024, 09:23 PM IST

નવી દિલ્હીઃ ટેસ્લાના માલિક એલન મસ્ક પહેલીવાર ભારતના પ્રવાસે આવશે.... 22 એપ્રિલથી શરૂ થઈ રહેલા અઠવાડિયામાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે... ભારતમાં રોકાણ અને નવી ફેક્ટરી ખોલવાની યોજના સંબંધિત જાહેરાત થાય તેવી શક્યતા છે... ત્યારે મસ્કના ભારત પ્રવાસથી શું ફાયદો થશે?... આવો જોઈએ...

જી, હા આ એકદમ શક્ય છે... કેમ કે ટેસ્લાના માલિક એલન મસ્ક આ મહિનાના અંતમાં PM મોદી સાથે મુલાકાતની યોજના બનાવી રહ્યા છે.... જ્યાં ભારતમાં રોકાણ અને એક નવી ફેક્ટરી ખોલવાની પોતાની યોજના સંબંધિત વાત થવાની શક્યતા છે.... રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે..

22 એપ્રિલથી શરૂ  થઈ રહેલા અઠવાડિયામાં એલન મસ્ક ભારત પ્રવાસે રહેશે. નવી દિલ્લીમાં એલન મસ્ક ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી શકે છે... મસ્ક આ દરમિયાન પોતાના રોકાણ પ્લાન અને ભારતમાં ઈ-કારના પ્લાન્ટની જાહેરાત કરી શકે છે.

પહેલાં એવા સમાચાર સામે આવ્યા હતા કે ટેસ્લાના અધિકારીઓ આ મહિને ભારત આવશે.... જેથી તે ટેસ્લાના પ્લાન્ટ માટે એક જગ્યા જોઈ શકે... જોક હવે એલન મસ્ક જાતે આવવાના સમાચાર સામે આવી રહ્યા છે..... એવામાં આ પ્લાન્ટ માટે લગભગ 2 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત થઈ શકે છે.

મસ્ક ભારત આવશે તો પીએમ મોદી સાથે તેમની આ બીજી મુલાકાત હશે.... કેમ કે ગયા વર્ષે જૂનમાં પીએમ મોદી અમેરિકા ગયા હતા ત્યારે તેમણે એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી.... તે સમયે 24,000 ડોલરની કિંમતવાળી ઈવીનું ઉત્પાદન કરવા માટે ભારતમાં તે એક ફેક્ટરી શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેનો ખુલાસો થયો હતો.... હવે જ્યારે મસ્ક ભારત આવી રહ્યા છે ત્યારે માર્કેટમાં ટૂંક સમયમાં ટેસ્લાની ઈ-કાર જોવા મળશે અને ભારતીય લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે