Home> India
Advertisement
Prev
Next

શિંદે અને અજિત હટ્યા તો મહારાષ્ટ્રમાં ભાજપનાં સૂપડાં સાફ, 180 સીટો પર થશે INDIAનો દબદબો

Eknath Shinde and Ajit Pawar: શિવસેના જૂથના નેતા શ્રીરંગ બારણેએ માંગ કરી કે અમે પણ જે રીતે 7 બેઠકો જીત્યા છીએ, તેની સામે કેબિનેટ મંત્રી અને એક રાજ્યમંત્રીના હકદાર છીએ. તો આવી જ રીતે અજીત પવાર જૂથ પણ કેબિનેટ માટે હકદાર છે. 

શિંદે અને અજિત હટ્યા તો મહારાષ્ટ્રમાં ભાજપનાં સૂપડાં સાફ, 180 સીટો પર થશે INDIAનો દબદબો

BJP suffered in Maharashtra: PM મોદીએ દેશમાં સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ પોતાના મંત્રીમંડળની વહેંચણી પણ કરી દીધી છે. પરંતુ કેબિનેટમાં જગ્યા ન મળવાના કારણે એકનાથ શિંદે અને અજિત પગાર જૂથના મંત્રીઓની નારાજગી હવે સામે આવી છે. બંને પક્ષ પોતાની માગને લઈ હવે ખુલીને નિવેદનો આપવા લાગ્યા છે. ત્યારે મંત્રાલયોની વહેંચણી બાદ મહારાષ્ટ્ર કઈ રીતે BJP માટે બની શકે છે માથાનો દુખાવો, જોઈએ આ અહેવાલમાં... 

દેશમાં BJPની આગેવાનીમાં NDAએ સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. પ્રધાનમંત્રી મોદીએ શપથ બાદ મંત્રાલયોની વહેંચણી પણ કરી દીધી છે. પરંતુ કેબિનેટની જાહેરાત બાદ મહારાષ્ટ્ર સરકારમાં ઘમાસાણ શરૂ થઈ ગયુ છે. કેમ કે NDAના સહયોગી દળ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના મંત્રીઓમાં નારાજગી સામે આવી છે. ચર્ચાઓ એવી છે કે બંને પાર્ટીના મંત્રીઓ મોદી કેબિનેટમાં જગ્યા ન મળવાને લઈ નારાજ છે. બંને પાર્ટીના મંત્રીઓનો આરોપ છે કે અન્ય દળોની સરખામણીએ મોદી સરકારે તેમની સાથે ભેદભાવ રાખ્યો છે. શિદે અને અજિત પવાર જૂથ સાઈડ થયું તો ભાજપને 180 બેઠકો પર મોટો ઝટકો લાગશે. 

Plan Offers: Jio એ સસ્તો કર્યો પોતાનો Plan, માત્ર ₹76 માં આખું ફેમિલી માણી શકશે મજા
Mahabharat Katha: ભીમના મારવાથી નહી... તો પછી કેવી રીતે થયું હતું દુર્યોધનનું મોત?

એકનાથ શિંદેની શિવસેના પાર્ટીના નેતાઓની શું માગ છે અને કેવા આરોપ છે, તેની વાત કરીએ તો  શિવસેનાના એક નેતાએ કહ્યુ કે શિવસેનાએ 15 બેઠક પર ચૂંટણી લડીને 7 બેઠકો પર જીત મેળવી છે. જેથી તેમને એક કેબિનેટ મંત્રીની સાથે સાથે એક રાજ્ય મંત્રીનું પણ પદ મળવું જોઈએ. સાથે જ આરોપ લગાવતા જણાવ્યુ કે JDSના બે સાંસદ છે, છતાં એચડી કુમારસ્વામીને કેબિનેટમાં જગ્યા મળી છે. તો આવી જ રીતે HAMના માત્ર એક સાંસદ છે. તો પણ જીતનરામ માંઝીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. તો LJPના 5 સાંસદ છે, જેમાં ચિરાગ પાસવાનને કેબિનેટ મંત્રી બનાવી દેવાયા છે. 

Ration Card: સરકાર બનતાં જ રાશનકાર્ડ ધારકો માટે ખુશખબરી, રકઝક વિના ફ્રીમાં મળશે રાશન
Stock to Buy: 2-3 દિવસમાં મોટી છલાંગ મારશે આ Pharma Stock, ચૂકતા નહી ગોલ્ડન ચાન્સ

શિવસેના જૂથના નેતા શ્રીરંગ બારણેએ માંગ કરી કે અમે પણ જે રીતે 7 બેઠકો જીત્યા છીએ, તેની સામે કેબિનેટ મંત્રી અને એક રાજ્યમંત્રીના હકદાર છીએ. તો આવી જ રીતે અજીત પવાર જૂથ પણ કેબિનેટ માટે હકદાર છે. 

મહારાષ્ટ્રમાં 3 મહિના બાદ જ વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. ત્યારે શિંદે જૂથ અને અજીત પવાર જૂથની આ માંગ BJP માટે માથાનો દુખાવો બની શકે છે. શિવસેના જૂથના નેતા શ્રીરંગ બારણે માંગ કરી કે વિધાનસભા ચૂંટણી જીતવા માટે BJPએ શિવસેનાને કેબિનેટમાં સ્થાન આપવું જોઈએ. વધુમાં કહ્યુ કે શિવસેનાને ભાજપનો જૂનો મિત્ર માનવામાં આવે છે. પરંતુ લાગી રહ્યુ છે કે BJP અમારી સાથે હવે પક્ષપાતનો વ્યવહાર કરી રહી છે. 

Upcoming IPOs: આગામી 2 મહિનામાં એક પછી એક આવશે 24 IPO, તાબડતોડ કમાણીની તક

એકનાથ શિંદેની શિવસેના પાર્ટી મોદી કેબિનેટ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતુ કે તેઓ મોદી સરકારને કોઈપણ માગ વગર સમર્થન આપશે. જો તેમની માંગ હશે તો એક જ હશે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ રહે, કેમ કે દેશને તેમના નેતૃત્વની જરૂર છે. હાલ ભલે શિંદે જૂથની શિવસેના BJP સાથે હોવાની વાત કરી હોય, પરંતુ આગામી સમયમાં આજ માગ BJP માટે માથાનો દુખાવો પણ બની શકે છે.  તો બીજી તરફ સંજય રાઉતે હુંકાર કર્યો કે વિધાનસભા ચૂંટણીમાં અમે દમ લગાવી દઈશું અને વિરોધી પાર્ટીઓને દેખાડી દઈશું કે એકતા શું હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More