Home> India
Advertisement
Prev
Next

સોનિયા ગાંધી પરના સવાલોનો સામનો કરવા વકીલોને સલાહ આપે છે મિશેલ: ED

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર મામલામાં ધરપકડ કરેલા કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલ તેની પુછપરછ દરમિયાન કાનૂની સહાયનો દુરુપયોગ કરતા તેના વકીલોને આ વિશે સલાહ આપી રહ્યો છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પરના સવાલો પર કઇ રીતે સામનો કરવો જોઇએ.

સોનિયા ગાંધી પરના સવાલોનો સામનો કરવા વકીલોને સલાહ આપે છે મિશેલ: ED

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે દિલ્હીની એક કોર્ટમાં જણાવ્યું કે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર મામલામાં ધરપકડ કરેલા કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલ તેની પુછપરછ દરમિયાન કાનૂની સહાયનો દુરુપયોગ કરતા તેના વકીલોને આ વિશે સલાહ આપી રહ્યો છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પરના સવાલો પર કઇ રીતે સામનો કરવો જોઇએ.

વધુમાં વાંચો: ગહેલોત સરકારના મંત્રીનું મોટુ નિવેદન, કહ્યું- ડિફોલ્ટર્સના ઉપરાંત અન્ય ખેડૂતોનું પણ દેવું થશે માફ

મિશેલના એક સ્પેશિયલ કોર્ટની સામે હાજર કરવામાં આવ્યો જેમાં તેણે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની કસ્ટડી સાત દિવસ માટે વધારી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે આ મામલે મોટી ષડયંત્રની જાણકારી મેળવવા માટે કસ્ટડીમાં પુછપરછ કરવી જરૂરી છે.

વધુમાં વાંચો: અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: ઇડીએ કોર્ટમાં કર્યો દાવો, મિશેલે લીધુ ‘શ્રીમતી ગાંધી’નું નામ

મિશેલને હાલમાં જ દુબઇથી પ્રત્યર્પિત કરવામાં આવ્યું છે. તેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને 22 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. તેને ત્યાંની એક કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગ કૌભાંડના આરોપોના સંબંધમાં તેને સાત દિવસ સુધી એજન્સીની કસ્ટડીમાં મોકલ્યા હતા. મિશેલ અગાઉ સીબીઆઇને લગતા કેસમાં તિહાર જેલ ભેગો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઇડીએ કોર્ટમાં જણાવ્યું છે કે ક્રિશ્ચિયન મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું છે. જોકે ઇડી એવું પણ કહી રહી છે કે આ નામ માત્ર સંદર્ભમાં લેવામાં આવ્યુ છે. તેના વિશે અત્યારે કઇ પણ કહીં શકાય નહી.
(ઇનપુટ: ભાષા)

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More