Home> India
Advertisement
Prev
Next

National Herald ઓફિસ સહિત 12 ઠેકાણા પર ED ના દરોડા, સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની પૂછપરછ બાદ કાર્યવાહી

National Herald Case: ED એ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી અને કોલકાતામાં 12 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીએ દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડની ઓફિસમાં પણ રેડ મારી છે. કહવાય છે કે ઈડીએ હેરાલ્ડ હાઉસના ચોથા માળે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. 

National Herald ઓફિસ સહિત 12 ઠેકાણા પર ED ના દરોડા, સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની પૂછપરછ બાદ કાર્યવાહી

National Herald Case: ED એ નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હી અને કોલકાતામાં 12 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીએ દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડની ઓફિસમાં પણ રેડ મારી છે. કહવાય છે કે ઈડીએ હેરાલ્ડ હાઉસના ચોથા માળે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. અહીં નેશનલ હેરાલ્ડની પબ્લિકેશન ઓફિસ છે. ઈડી સવારે 10 વાગે હેરાલ્ડ હાઉસમાં દાખલ થઈ હતી. 

ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં હાલમાં જ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં રાહુલ ગાંધીની પણ આ મામલે અગાઉ પૂછપરછ થઈ ચૂકી છે. બીજી બાજુ કોંગ્રેસે દેશભરમાં ઈડીની કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. 

એવું કહેવાય છે કે નેશનલ હેરાલ્ડની ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ સિવાય કોઈ હાજર નથી. બીજી બાજુ કોંગ્રેસના સાંસદ ઉત્તર રેડ્ડીએ ઈડીની કાર્યવાહી પર કહ્યું કે આ ચોંકાવનારું છે. રાજકીય બદલા સિવાય કઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More