Home> India
Advertisement
Prev
Next

Earthquake Delhi NCR : દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના કારણે ગભરાટ, ફરીદાબાદ કેન્દ્ર, ઘરની બહાર નિકળ્યા લોકો

Earthquake Delhi NCR : દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપના આંચકા નોઇડા અને ગાઝિયાબાદમાં આવ્યા છે. બે સપ્તાહમાં બીજીવાર અહીં ભૂકંપ આપ્યો છે. 
 

Earthquake Delhi NCR : દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના કારણે ગભરાટ, ફરીદાબાદ કેન્દ્ર, ઘરની બહાર નિકળ્યા લોકો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. ભૂકંપના આ ઝટકા નોઇડા અને ગાઝિયાબાદમાં અનુભવાયા છે. બે સપ્તાહમાં બીજીવાર દિલ્હી-એનસીઆરમાં ધરતી ધ્રૂજી છે. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય ગુરૂગ્રામ, ફરીદાબાદમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપને કારણે લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. નોંધનીય છે કે ભૂકંપનું કેન્દ્ર ફરીદાબાદની પાસે હતું. ભૂકંપની તીવ્રતા 3.1 હતી. 

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1 હતી. દિલ્હીની સાથે નોઇડા અને ગાઝિયાબાદમાં પણ રવિવારે ધરા ધ્રુજી છે. હરિયાણામાં પણ ઘણી જગ્યાએ ભૂકંપ આવ્યો છે. આ પહેલા 3 ઓક્ટોબરે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો ઘરમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. 

2 સપ્તાહમાં આ બીજીવાર છે, જ્યારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપ આવ્યો છે. આ પહેલા 3 ઓક્ટોબરે બપોરે 2 કલાક 25 મિનિટ પર દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. તે સમયે ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્પ પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More