Home> India
Advertisement
Prev
Next

Earthquake: દિલ્હી- NCR માં 5.5 ની તિવ્રતના ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક જ ધરતી ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપ આચંકો બપોરે 2:53 મિનિટ આવ્યો હતો. 

Earthquake: દિલ્હી- NCR માં 5.5 ની તિવ્રતના ભૂકંપના આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Earthquake In Delhi NCR: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અચાનક જ ધરતી ધ્રૂજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપ આચંકો બપોરે 2:53 મિનિટ આવ્યો હતો. 

મંગળવારે બપોરે 2:25 વાગે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 માપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે દિલ્હી-એનસીઆરમાં બે આંચકા અનુભવાયા હતા. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી ઉપરાંત ગાજિયાબાદ, નોઇડા અને ફરીદાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે 2.25 કલાકે અનુભવાયો હતો, જેની તીવ્રતા 4.6 હતી. લગભગ અડધા કલાકની અંદર, બીજો ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા 6.2 હતી. આ ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 5 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તેથી તેના આંચકા ખૂબ જ ઝડપથી અને દૂર સુધી અનુભવાયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More