Home> India
Advertisement
Prev
Next

રક્ષા ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા, DRDOએ હાઈપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું

દેશે રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. ડીઆરડીઓએ સફળતાપૂર્વક HSTDVનો ફ્લાઈટ ટેસ્ટ કર્યો છે. HSTDV નો અર્થ છે Hypersonic Technology Demonstrator Vehicle. આ એક ટેક્નોલોજી છે જેનો ઉપયોગ હાઈપરસોનિક અને  ક્રૂઝ મિસાઈલોના લોન્ચમાં કરી શકાય છે. મોટી વાત એ છે કે આ હાઈટેક એરક્રાફ્ટ દેશમાં જ વિક્સિત કરાયું છે. HSTDVના સફળ પરીક્ષણ દેશના આત્મનિર્ભર પરાક્રમનું નવું પ્રમાણ છે. રક્ષા ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાની દિશામાં આ એક મોટું પગલું છે. 

રક્ષા ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા, DRDOએ હાઈપરસોનિક વ્હીકલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: દેશે રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. ડીઆરડીઓએ સફળતાપૂર્વક HSTDVનો ફ્લાઈટ ટેસ્ટ કર્યો છે. HSTDV નો અર્થ છે Hypersonic Technology Demonstrator Vehicle. આ એક ટેક્નોલોજી છે જેનો ઉપયોગ હાઈપરસોનિક અને  ક્રૂઝ મિસાઈલોના લોન્ચમાં કરી શકાય છે. મોટી વાત એ છે કે આ હાઈટેક એરક્રાફ્ટ દેશમાં જ વિક્સિત કરાયું છે. HSTDVના સફળ પરીક્ષણ દેશના આત્મનિર્ભર પરાક્રમનું નવું પ્રમાણ છે. રક્ષા ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતાની દિશામાં આ એક મોટું પગલું છે. 

ડીઆરડીઓએ પોતાના આ મિશનને ઐતિહાસિક ગણાવ્યું છે. DRDOએ ટ્વિટ કરીને કહ્યું કે આ મિશનની સાથે જ એ સાબિત થઈ ગયું છે કે DRDO હાઈલી કોમ્પલેક્સ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉમદા પ્રદર્શન કરી શકે છે. આ ઔદ્યોગિક જગતની સાથે આગામી પેઢીના હાઈપરસોનિક વાહનોના નિર્માણનો રસ્તો ખોલનારું છે. 

fallbacks

રક્ષામંત્રી રાજનાથ સિંહે DRDOને આ સફળતા પર શુભેચ્છાઓ પાઠવી. રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે DRDOએ આજે સ્વદેશી રીતે વિક્સિત સ્કેમજેટ પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સફળતાની સાથે તમામ મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓ હવે આગામી તબક્કાની પ્રગતિ માટે સ્થાપિત થઈ ગઈ છે. 

તેમણે વધુમાં કહ્યું કે ડીઆરડીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારે છે. મે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે વાત કરી અને તેમને આ મહાન ઉપલબ્ધિ માટે શુભેચ્છા પાઠવી. ભારતને તેમના પર ગર્વ છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More