Home> India
Advertisement
Prev
Next

China Border પર વધશે Armyની તાકાત, DRDO બનાવશે 200 ATAGS હોવિત્ઝર તોપ

ભારતીય સેના સતત Border પર પોતાની તાકાત વધારી રહી છે. એવામાં DRDO ભારતીય સેનાનો સાથ આપી રહી છે. આ સમયે ભારતીય સેનાના તોપખાનાને 400થી વધારે આર્ટિલરી ગનની તાત્કાલીક જરૂરિયાત છે

China Border પર વધશે Armyની તાકાત, DRDO બનાવશે 200 ATAGS હોવિત્ઝર તોપ

નવી દિલ્હી: ભારતીય સેના સતત Border પર પોતાની તાકાત વધારી રહી છે. એવામાં DRDO ભારતીય સેનાનો સાથ આપી રહી છે. આ સમયે ભારતીય સેનાના તોપખાનાને 400થી વધારે આર્ટિલરી ગનની તાત્કાલીક જરૂરિયાત છે.

એવામાં સેનાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે DRDO 18 મહિનામાં જ 200થી વધારે મેડ ઈન ઇન્ડિયા એડવાન્સ ટાવર આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) હોવિત્ઝર તૈયાર કરી શકે છે. આ તોપ માટે ટ્રાયલ શરૂ થઈ ગયું છે. Odishaના બાલાસોરમાં ચાંદીપુર ફાયરિંગ રેન્જમાં આ સ્વદેશી તોપનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:- ભારતમાં એક કરોડને પાર પહોંચ્યો Corona નો આંકડો, 24 કલાકમાં 347 લોકોના મોત

આ છે ખાસિયત
એડવાન્સ ટાવર આર્ટિલરી ગન 48 કિલોમીટર સુધી એકદમ ચોક્કસ ટાર્ગેટને હિટ કરી શકે છે. આ સાથે જ તોપ 25 કિલોમીટર પ્રતિ કલાક મૂવ કરી શકે છે. આ 52 કેલિબર રાઉન્ડ્સ લેશે, જ્યારે બોફોર્સની ક્ષમતા 39 કેલિબરની છે.

આવનારા દિવસમાં ભારત ચીન વચ્ચેની સીમા પર અરૂણાચલ પ્રદેશ અને લદાખના ઉંચા ક્ષેત્રોમાં આ તોપને તૈનાત કરવામાં આવી શકે છે. આ ચીનની સામે અસરકારક રહશે.

આ પણ વાંચો:- બુકલેટ શેર કરી PM મોદીએ કહ્યું- કૃષિ કાયદાને સમજવામાં રહેશે સરળતા

બે વર્ષમાં DRDO આપી શકે છે 200 તોપ
એડવાન્સ ટાવર આર્ટિલરી ગન એટલી મજબૂત હોય છે કે, તેના ફાયરિંગથી નીકળતો ગોળો જ્યારે લક્ષ્ય ભેદે કરે છે ત્યારે સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠે છે. જેના કારણે એવું લાગે છે કે ભૂકંપ આવ્યો છે. DRDO મેડ ઇન ઇન્ડિયા ATAGS હોવિત્ઝર પ્રોજેક્ટને ભારતીય સેના માટે જલ્દીથી જલ્દી પૂરો કરી શકે છે. ATAGS હોવિત્ઝર પ્રોજેક્ટના ડિરેક્ટરે એક મીડિયા વાતચીતમાં કહ્યું કે, તેઓ 18-24 મહિનાની અંદર 200 તોપ આપી શકે છે.

આ પણ વાંચો:- ગેસ લિકેજના લીધે જમીન  ફાટી, પલકારામાં 'સીતા'ની માફક મહિલા જીવતી સમાઇ ગઇ

ATAGS સૌથી ઉચ્ચ શ્રેણીનું હોવિત્ઝર
એક તથ્ય એ પણ છે કે, 1980 બાદ Indian Armyની આર્ટિલરીમાં કોઈ નવી તોપ સામેલ થઈ નથી. બોફોર્સ ડીલમાં થયેલા વિવાદ બાદ આ સ્થિતિ બની. આ ઉપરાંત ભારત બોફોર્સને અપગ્રેડેડ વર્ઝન ધનુષ નામથી દેશમાં તૈયાર કરી રહ્યાં છે. તેનું ફાઈનલ ટ્રાયલ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:- મમતાના ગઢમાં પહેલુ ગાબડુ પાડશે Amit Shah, આજે પશ્ચિમ બંગાળ પર સૌની નજર

ડીઆરડીઓ મેડ ઇન ઇન્ડિયા ATAGS હોવિત્ઝરનું ટ્રાયલ ચાંદીપુર ઉપરાંત રાજસ્થાનના મહાજન રેન્જની ગર્મી સાથે ચીન સરહદ પર સિક્કિમની કડકડતી ઠંડીમાં પણ થઈ ગયું છે. અત્યાર સુધી આ તોપ 2000થી વધારે ગોળા ફાયર કરી ચુકી છે. DRDO તરફથી તૈયાર કરવામાં આવી રહેલી ATAGS હોવિત્ઝર તેની શ્રેણીનું સૌથી લાંબું અંતર નક્કી કરનાર હોવિત્ઝર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More