Home> India
Advertisement
Prev
Next

DNA ANALYSIS: કોરોના સામે જંગમાં મહત્વપૂર્ણ સાબિત થશે Virafin, જાણો કઇ રીતે કરશે કામ

જે વ્યક્તિ અત્યાર સુધી સંક્રમિત થયા નથી અથવા પછી જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાને ત્રણ અઠવાડિયાથી વધુ થઇ ગયા છે, તે વ્યક્તિ વેક્સીન લગાવી શકે છે.

DNA ANALYSIS: કોરોના સામે જંગમાં મહત્વપૂર્ણ સાબિત થશે Virafin, જાણો કઇ રીતે કરશે કામ

નવી દિલ્હી: ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડીયા (DGCI) એ કોરોના દર્દીઓની સારવાર માટે એક નવી દવાને મંજૂરી આપી દીધી છે. આ દવાનું નામ વિરાફિન (Virafin) છે. અત્યારે આપણા દેશમાં જે બે વેક્સીન કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Co-Vaxin) નો ઉપયોગ થઇ રહ્યો છે. 

એટલે કે જે વ્યક્તિ અત્યાર સુધી સંક્રમિત થયા નથી અથવા પછી જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાને ત્રણ અઠવાડિયાથી વધુ થઇ ગયા છે, તે વ્યક્તિ વેક્સીન લગાવી શકે છે. આ વેક્સીન તે લોકો માટે નથી, જે વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે. પરંતુ આ દવા કોરોના દર્દીઓ માટે જ છે. સૌથી પહેલાં તમને જણાવી દઇએ કે આ દવા કોરોના દર્દીઓ પર કેવી રીતે અસર કરે છે. 

Video: મોંઢામાં લાગી હતી Oxygen Pipe, Ventilator પર હતો વ્યક્તિ, છતાં મળસતો રહ્યો ગુટખા

ઓછા સમયમાં રિકવર થઇ જશે દર્દી
આ દવાને ઝાયડસ કેડિલા (Zydus Cadila) નામની કંપનીએ બનાવી છે, જે ભારતની એક ફાર્માશ્યૂટિકલ કંપની છે. આ કંપનીએ જાણકારી આપી છે કે મધ્યમ શ્રેણી (Moderate Cases) ના કેસમાં જો આ દવા દર્દીને સમયસર આપવામાં આવે છે તો તેનાથી વાયરસની અસરને સીમિત કરી શકાય છે, અને દર્દી ઝડપી રિકવરી કરવા લાગે છે. 

ફેફસાંમાં ફેલાતા સંક્રમણ સામે લડવામાં પણ કારગર
ભારતમાં આ દવાની ક્લિનિકલ ટ્રાયલ 20 થી 25 કેંદ્રો પર થયા છે. જેમાં કુલ 250 દર્દીઓને આ દવા આપવામાં આવી, તેમાંથી 91.15 ટકા દર્દી ફક્ત 7 દિવસમાં જ સાજા થઇ ગયા. જ્યારે 7 દિવસ બાદ આ દર્દીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા તો તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ ઉપરાંત આ દવાને લીધા પછી દર્દીઓને 56 કલાક જ ઓક્સિજન આપવો પડ્યો, જ્યારે મધ્યમમાં દર્દીઓને સરેરાશ 84 કલાક ઓક્સિજનની જરૂર પડે છે. તેનો અર્થ એ છે કે દવા ફેફસાંમાં ફેલાઇ રહેલા સંક્રમણ સામે લડવામાં કારગર છે. 

લગ્ન પ્રસંગમાં પહોંચી ગઇ પોલીસ, પોલીસનું કોવિડના નિયમોનું ચેકીંગ

કઇ ઉંમરના દર્દીઓને અપી શકાય દવા?
કંપનીએ દાવો કર્યો છે કે આ દવા 18 વર્ષથી ઉપરના લોકોને આપી શકાય છે. તેને સિરિજ વડે શરીરમાં ઇંજેક્ટ કરવામાં આવશે. એટલે કે જેવી રીતે વેક્સીન લગાવવામાં આવે છે, તે પ્રમાણે આ દવા લગાવવામાં આવશે, અને આ દવાનો એક ડોઝ જ દર્દી માટે પુરતો હશે અને તે 7 દિવસમાં રિકવર થઇ જાય છે. 

દર્દીઓ માટે ક્યારથી ઉપલબ્ધ થશે દવા?
હવે તમે વિચારતા હશો કે આ દવા ક્યાંથી ઉપલબ્ધ થઇ જશે? તો તમને જણાવી દઇએ કે આ દવા મે મહિનાની શરૂઆતમાં જ દર્દીઓને મળી શકે છે. કંપનીએ દવા સીધી હોસ્પિટલોને ઉપલબ્ધ કરાવશે અને ડોક્ટરની સલાહ પર જ આ દર્દીઓને લગાવશે. 

પ્લાઝ્મા માટે મહિલાએ સોશિયલ મીડીયા પર શેર કર્યો નંબર, લોકો મોકલવા લાગ્યા અશ્લીલ ફોટા

ફ્રી હશે કે પછી ચૂકવવી પડશે કિંમત?
આ દવાની કિંમત હજુ નક્કી થઇ નથી. કંપનીના અનુસાર આગામી 5 થી 6 દિવસમાં તેની કિંમત નક્કી કરવામાં આવશે. જોકે શુક્રવારે આ દવાને મંજૂરી મળવાની સાથે જ એક ડર એ છે કે આ દવાની પણ કાળાબજારી શરૂ થઇ ન જાય. જેવી રીતે રેમડેસિવિર ( Remdesivir) દવા સાથે થઇ રહ્યું છે. આ દવાને ગત વર્ષે ઇમરજન્સે ઉપયોગ માટે મંજૂરી આપી હતી. પરંતુ દેશમાં દર્દીઓની સંખ્યા વધવા લાગી તો તેની કાળાબજારી શરૂ થઇ ગઇ. 

20 હજારમાં વેચાઇ રહી છે 899 રૂપિયાની દવા
અત્રે ઉલ્લેખનીય છે કે રેમડેસિવિર એક એંટી વાયરલ દવા છે, જેના એક ડોઝની કિંમત 899 રૂપિયાથી 5400 રૂપિયા સુધી છે. પરંતુ બ્લેક માર્કેટમાં 20-20 હજાર રૂપિયામાં વેચાઇ રહી છે. વિચારો આપણા દેશમાં લોકો કેવો મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. ગત કેટલાક દિવસોમાં પોલીસે આ દવાની કાળાબજારી કરી રહેલા લોકોને પકડી ચૂકી છે, પરંતુ હજુ પણ ઘણા લોકો સુધરતા નથી.

'SORRY...મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે, પેપર પર લખી ચોરે વેક્સીન પરત કરી'

એક ચોરે શિખવાડ્યું માણસાઇ શું હોય છે
અમે લોકોને કહેવા માંગીએ છીએ કે તેમને હરિયાણાના જીંદના આ ચોર પાસેથી સીખ લેવી જોઇએ, જેણે જિલ્લા હોસ્પિટલમાંથી વેક્સીનના 1700 ડોઝ ચોર્યા હતા પરંતુ પછી જ્યારે તેને ખબર પડી કે ચોરવામાં આવેલા સામાનમાં વેક્સીન છે તો આ ચોરે માનવતા બતાવતાં વેક્સીન એક ચાની દુકાન પર મુકી દીધી અને નોટમાં લખ્યું કે Sorry મને ખબર ન હતી કે આ કોરોનાની દવા છે. આજે દવાઓની કાળાબજારી કરેલા લોકોને આ ચોર પાસેથી બોધપાઠ શીખવો જો કે માનવતા શું હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More