Home> India
Advertisement
Prev
Next

DNA Analysis: 18 વર્ષ પહેલા શરૂ થઈ હતી નારાયણ રાણે- ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજનીતિક દુશ્મની, જાણો સમગ્ર કહાની

આ પ્રકારનો આવો પહેલો મામલો છે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ એક નિવેદનને લઈને કોઈ કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરાવી. 

DNA Analysis: 18 વર્ષ પહેલા શરૂ થઈ હતી નારાયણ રાણે- ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજનીતિક દુશ્મની, જાણો સમગ્ર કહાની

મુંબઈ: ભારત સરકારમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ (Minister of Micro, Small and Medium Enterprises) મંત્રી નારાયણ રાણેની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ધરપકડ કરી લેવામાં આવી. જો કે ત્યારબાદ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ બાબાસાહેબ શેખ પાટિલની કોર્ટે જામીન આપી દીધી. આ પ્રકારનો આવો પહેલો મામલો છે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ એક નિવેદનને લઈને કોઈ કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરાવી. 

નારાયણ રાણેની કયા નિવેદન પર થઈ ધરપકડ
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં કોરોનાથી એક લાખ 57 હજાર લોકો મરી ગયા તે આમના કારણે (ઉદ્ધવ ઠાકરે) રસી નહી, આ નહીં, ડોક્ટર નહીં, સ્ટાફ નહીં, રાજ્યની હાલત ખરાબ છે, મહારાષ્ટ્રની સ્વાસ્થ્ય વિભાગની સ્થિતિ ગંભીર છે. તેને બોલવાનો હક છે, બગલમાં એક સેક્રેટરી રાખો અને તેને પૂછો, તે દિવસે નહતા પૂછી રહ્યા કે દેશને આઝાદ થયાને કેટલા વર્ષ થઈ ગયા. અરે હિરક મહોત્સવ છે કે શું, હું હોત તો કાનની નીચે બજાવત, આ શું દેશનો સ્વતંત્રતા દિવસ છે અને તેમને ખબર નથી.'

3 અલગ અલગ જગ્યાએ એફઆઈઆર નોંધાઈ
નારાયણ રાણેના આ નિવેદન પર મહારાષ્ટ્રમાં ત્રણ અલગ અલગ જગ્યાએ એફઆઈઆર નોંધાઈ છે. જ્યારે તેમની રત્નાગિરિ જિલ્લાથી ધરપકડ  કરાઈ  ત્યારે તેઓ ભોજન કરી રહ્યા હતા પરંતુ પોલીસે કાર્યવાહીમાં જરાય વાર લગાડી નહીં. નારાયણ રાણે ભારત સરકારમાં મંત્રી હોવાની સાથે સાથે મહારાષ્ટ્રના મોટા નેતા પણ છે. 

બાળાસાહેબના ખુબ નજીક હતા રાણે
નારાયણ રાણે 1999માં બનેલી શિવસેના ભાજપની ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી હતા અને ઉદ્ધવ ઠાકરેના પિતા બાળ ઠાકરેની નીકટ હતા. નારાયણ રાણેની રાજનીતિક સફર શિવસેના સાથે જ શરૂ થઈ હતી. પરંતુ આજે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બોલવાના કારણે તેમની ધરપકડ થઈ ગઈ. ઉદ્ધવ ઠાકરે અને નારાયણ રાણે વચ્ચે આ પહેલું ઘર્ષણ નથી. 

18 વર્ષ પહેલા શરૂ થઈ હતી રાજનીતિક દુશ્મની
વર્ષ 2003માં જ્યારે બાળ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા ત્યારે નારાયણ રાણેએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. અહીંથી જ નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજનીતિક દુશ્મની શરૂ થઈ ગઈ. વર્ષ 2005માં પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ બાળ ઠાકરેએ તેમને શિવસેનામાંથી કાઢી મૂક્યા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા પરંતુ પાછળથી ભાજપમાં સામેલ થઈ ગયા. જો કે ઉદ્ધવ ઠાકરે સાથે તેમનો ટકરાવ હજુ પણ ચાલુ જ છે. 

Uddhav Thackeray વિશે નારાયણ રાણેના વિવાદિત નિવેદનથી ભડક્યા શિવસેના કાર્યકરો, રાજ્યભરમાં દેખાવો, નાસિકમાં BJP કાર્યાલય પર પથ્થરમારો

શિવસેનાના કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં
જો કે એવું લાગે છે કે મુખ્યમંત્રી વિરુદ્ધ બોલવા પર એક કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરવી એ  ખોટી પરંપરાની શરૂઆત છે. હાલ બિનભાજપ શાસિત રાજ્યોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલો પર ખુબ ટિપ્પણી કરાય છે. તાજેતરમાં શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજનીતિક એજન્ટ ગણાવ્યા હતા. પરંતુ ત્યારે મહારાષ્ટ્રમાં કોઈ એફઆઈઆર થઈ નહીં. જ્યારે ભારતીય બંધારણ મુજબ રાજ્યપાલનો બંધારણીય દરજ્જો મુખ્યમંત્રી કરતા પણ મોટો હોય છે. પરંતુ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના કેસમાં એફઆઈઆરથી લઈને ધરપકડના કામમાં જરાય સમય ગુમાવ્યો નહીં. 

નારાયણ રાણે વિરુદ્ધ શિવસેનાના કાર્યકરોએ નાસિકમાં ભાજપ ઓફિસ પર પથ્થરમારો કર્યો. નારાયણ રાણે વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતા કેટલાક લોકોએ પુણેની ભાજપ ઓફિસમાં મરઘીઓ છોડી મૂકી. શિવસેનાના કાર્યકરોએ એમ પણ કહ્યું કે જો નારાયણ રાણે તેમને ક્યાંક મળી જશે તો તેમને અધવચ્ચે પીટી નાખશે. વિચારો...શિવસેનાના આ કાર્યકરો એક કેન્દ્રીય મંત્રી વિશે આવી વાતો કરે છે પરંતુ તેમના પર કોઈ એફઆઈઆર નોંધાતી નથી. 

વિગતવાર માહિતી માટે જુઓ Video

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બોલવા બદલ કાર્યવાહી
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારની અસહનશીલતાને તમે કેટલાક ઉદાહરણોથી સમજી શકો છો. આ વર્ષે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં શિવસેનાના કાર્યકરોએ એક ભાજપ કાર્યકરના મોઢા પર શાહી ચોપડીને તેને સાડી પહેરાવીને શહેરમાં જુલુસ કાઢ્યું હતું. ભાજપના નેતાની ભૂલ એટલી જ હતી કે તેણે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. ગત વર્ષે ઓક્ટોબરમાં સુનૈના હોલે નામની એક મહિલાની ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બોલવા બદલ એફઆઈઆર દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટે આ એફઆઈઆરને ફગાવી હતી. 

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને રાહત, કોર્ટે આપ્યા જામીન; વકીલે આપ્યું હતું તબિયત ખરાબ હોવાનું કારણ

ગત વર્ષે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ઉદ્ધવ  ઠાકરે વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવા અને નિવેદન આપનારા લોકો પર 10 એફઆઈઆર દાખલ થઈ હતી. કોરોનાની પહેલી લહેર દરમિયાન મુંબઈ પોલીસે એક વિવાદાસ્પદ આદેશ જારી કરીને કહ્યું હતું કે જે વ્યક્તિ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો વિરુદ્ધ અસંતોષ ફેલાવશે તેના પર કાયદાકીય કાર્યવાહી કરાશે. આ એવા ઉદાહરણ છે જેનાથી મહારાષ્ટ્ર સરકારની અસહનશીલતા અંગે માહિતી મળે છે અને નારાયણ રાણેની ધરપકડ પણ તેમાંથી જ એક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More