Home> India
Advertisement
Prev
Next

કોઇ હોર્સ ટ્રેડિંગ નહી, મમતા બેનર્જીમાં દમ હોય તો રજુ કરે ખરીદાયેલા MLA

ભાજપ નેતા દિલીપ ઘોષે કહ્યું કે, ટીએમસી આરોપ લાગી રહ્યો છે કે તેના ધારાસભ્યોને જોઇન કરવા બદલ 2 કરોડ અને એક પેટ્રોલ પંપની લાલચ આપી છે

કોઇ હોર્સ ટ્રેડિંગ નહી, મમતા બેનર્જીમાં દમ હોય તો રજુ કરે ખરીદાયેલા MLA

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર ધારાસભ્યોના ખરીદ વેચાણનો આરોપ લાગી રહ્યો છે. હવે ભાજપ નેતા દિલીપ ઘોષે તેનો જવાબ આપતા કહ્યું કે, ટીએમસી આરોપ લગાવી રહ્યા છે કે તેના ધારાસભ્યોને અમે ભાજપ જોઇન કરવાનાં બદલે 2 કરોડ અને એક પેટ્રોલ પંપની રજુઆત કરી છે. ટીએમસીમાં એવો કોઇ ધારાસભ્ય નથી કે જે આટલી રકમના હકદાર છે. જનતાને તે નથી ખબર કે તેમનાં ધારાસભ્ય કોણ છે ? ટીએમસીના ધારાસભ્યોની તરફથી કોઇ લોકપ્રિય નથી. 

સ્મોકિંગના કારણે ટ્રોલ થઇ પ્રિયંકા, લોકોએ દમની બિમારી યાદ કરાવી !
દિલીપ ઘોષે કહ્યું કે, તેઓ મમતા બેનર્જીને પડકારે છેકે તમે ધારાસભ્યોની સામે લાવે જેમને એવી ઓફર આપવામાં આવી છે. ઘોષે કહ્યું કે, લોકોને તો તે પણ ખબર નથી કે તેમનાં ધારાસભ્ય કોણ છે. મમતા બેનર્જીએ કોલકાતામાં રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, હું સમય પહેલા આવી ગઇ કારણ કે માર્ગ પર પહેલાથી લાખો લોકો ઉભા છે. અનેક સમર્થકો રોડ પર છે. આ દરમિયાન મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, હાલ ટ્રેન ભાજપનાં કબ્જામાં છે. એટલે તેમણે ટ્રેનોને અટકાવેલી છે. જો કે તેમને ખબર હોવી જોઇએ કે સુરજ વાદળોની પાછળથી પણ ચમકે છે. 

PM મોદીને ખાસ મળવા માટે થોડા કલાકો માટે જ ભારત આવશે ઇઝરાયેલી વડાપ્રધાન

VIDEO : સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનો વાણીવિલાસ, કહ્યું, 'અમે નાળાની સફાઈ કરવા બન્યા નથી....'
આ રેલીમાં જ મમતા બેનર્જીએ ભાજપ પર ધારાસભ્યોને 2 કરોડ અને પેટ્રોલ પંપની ઓફર આપવાનો આરોપ લગાવ્યો. મમતાએ કહ્યું કે, ભાજપ અમારા ધારાસભ્યોને 2 કરોડ અને પેટ્રોલ પંપ આપવાની ઓફર આપી રહ્યા છે. એવું જ ભાજપે કર્ણાટકમાં પણ કર્યું. ભાજપ અનેક સ્થળ ધારાસભ્યોનાં ખરીદ વેચાણ કરી રહ્યા છે. 

ચંદ્રયાન-2: આવતીકાલે થશે લોન્ચ, આજે શરૂ થશે કાઉન્ટડાઉન, જાણો ISROની તૈયારી
કાર્યકર્તાઓમાં 2021 ના યુદ્ધ માટે હાલ જે જોશ ફુંકવી જરૂરી છે અને એટલા માટે મમતા બેનર્જીએ 29 જુલાઇથી પોતાનાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અભિયાનની જાહેરાત કરી દીધી. બીજી તરફ બંગાળમાં 18 સીટો જીતીની રાજકીય જાદુ કરનારા ભાજપને લાગી રહ્યું છે કે 2021નાં જંગ તો અડધી જીતી ચુક્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને ટીએમસીની વચ્ચે ચાલી રહેલ શાબ્દિત ટપાટપી હવે બંગાળના માર્ગો પર ખુલ્લી રીતે જંગનું સ્વરૂપ લઇ ચુકી છે અને તે નિશ્ચિત છે કે વિધાનસભા ચૂંટણી સુધીમાં આ યુદ્ધ વધારે ઘાતક બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More