Home> India
Advertisement
Prev
Next

ધર્મેન્દ્રનું મોટું નિવેદન, જો 'આ' વાતની ખબર હોત તો સની દેઓલને ચૂંટણી ન લડવા દેત

બોલિવૂડના દિગ્ગજ અભિનેતાએ પુત્ર સની દેઓલ લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે તે અંગે મોટું નિવેદન આપ્યું છે.

ધર્મેન્દ્રનું મોટું નિવેદન, જો 'આ' વાતની ખબર હોત તો સની દેઓલને ચૂંટણી ન લડવા દેત

નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતાએ પુત્ર સની દેઓલ લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે તે અંગે મોટું નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્રએ કહ્યું  કે જો તેમને ખબર હોત કે ગુરુદારપુર લોકસભા બેઠક પરથી હાલના સાંસદ અને કોંગ્રેસના નેતા સુનીલ જાખડ ચૂંટણી લડી રહ્યાં છે તો તેઓ સની દેઓલને ચૂંટણી લડવાની મંજૂરી ન આપત. ધર્મેન્દ્રનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે લોકસભા ચૂંટણીના 6 તબક્કા પૂરા થઈ ગયા છે અને હવે છેલ્લા તબક્કામાં પંજાબની તમામ 13 લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે. છેલ્લા તબક્કાનું મતદાન 19મી મેના રોજ છે. 

EXCLUSIVE: મોદીએ 4 વર્ષ મસ્તી કરી, છેલ્લા છ મહિના બધાને ગાળો આપતા ફરે છે-મમતા બેનર્જી 

રાજસ્થાનના બીકાનેરથી ભાજપના સાંસદ રહી ચૂકેલા ધર્મેન્દ્રએ સોમવારે કહ્યું કે ગુરુદાસપુરના સાંસદ સુનીલ જાખડના પિતા તેમના ભાઈ જેવા હતાં. આથી તેમના પુત્ર વિરુદ્ધ સની દેઓલ ચૂંટણી લડે તે તેમને યોગ્ય લાગતું નથી. ધર્મેન્દ્રએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, "બલરામ જાખડ મારા ભાઈ જેવા હતાં. જો મને ખબર હોત કે તેમના પુત્ર સુનીલ જાખડ ગુરુદાસપુરથી ચૂંટણી લડી રહ્યાં છે તો તેઓ ક્યારેય સનીને તેમના વિરુદ્ધ ચૂંટણી લડવાની મંજૂરી ન આપત. તેમણે કહ્યું કે સની દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે, તે એક અનુભવી રાજકારણી સાથે ચર્ચા કરવા માટે સક્ષમ નથી."

ધર્મેન્દ્રએ સુનીલ જાખડ અંગે કહ્યું કે, 'તેઓ પણ મારા પુત્ર જેવા જ છે. તેમના પિતા સાથે મારા ખુબ સારા અને મજબુત સંબંધો રહ્યા છે. સુનીલ એક સારા અને અનુભવી રાજકારણી છે. તેમના પિતા પણ અનુભવી રાજનેતા રહી ચૂક્યા છે. આવામાં સની દેઓલ તેમની સાથે ક્યારેય રાજકીય ચર્ચા કરી શકે નહી, કારણ કે તેઓ ફિલ્મી દુનિયામાંથી આવે છે. જો કે અમે અહીં કોઈ ચર્ચા કરવા આવ્યા નથી. પરંતુ અહીંના લોકોની સમસ્યાઓ સાંભળવા આવ્યાં છીએ. અમને આ જગ્યા પ્રત્યે  પ્રેમ છે, આથી અમે અહીં આવ્યાં છીએ.' ધર્મેન્દ્રએ સની દેઓલના રોડ શોમાં ઉમટેલી ભીડ પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે રોડ શોમાં સનીને મળેલા લોકોના પ્રેમથી હ્રદય ભરાઈ ગયું. 

જુઓ LIVE TV

સની દેઓલની ઉમેદવારી નોંધણી વખતે પણ ભીડ ઉમટી હતી, ધર્મેન્દ્રએ કહ્યું કે ગુરુદાસપુરના લોકોનો પ્રેમ જોઈને તેઓ અભિભૂત છે. 83 વર્ષના દિગ્ગજ કલાકારે કહ્યું કે સનીના રોડ શો વખતે હું મુંબઈ હતો. ત્યાંથી મે રોડ શોને જોયો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. જેને જોઈને હું ભાવુક થઈ ગયો. હું જાણું છું કે અહીંના લોકો ખુબ સારા છે અને અમને પ્રેમ પણ કરે છે. લોકોનો પ્રેમ જોઈને હું દંગ રહી ગયો.

અત્રે જણાવવાનું કે ગુરુદાસપુર લોકસભા બેઠકથી કોંગ્રેસે હાલના સાંસદ સુનીલ જાખડને ચૂંટણીના મેદાનમાં ફરીથી ઉતાર્યા છે. આ સીટ પર ભાજપના સાંસદ વિનોદ ખન્નાના નિધન બાદ 2017માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સુનીલ જાખડ જીત્યા હતાં. દિવંગત વિનોદ ખન્ના આ લોકસભા બેઠક પરથી સતત 1998થી ચૂંટાઈ આવતા હતાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More