Home> India
Advertisement
Prev
Next

ડેનમાર્કના PM એમ ફ્રેડરિક્સને તાજમહેલની મુલાકાત લીધી, વિઝિટર્સ બુકમાં લખી દિલની વાત

ભારતના પ્રવાસે આવેલા ડેનમાર્કના પ્રધાનંત્રીએ આજે ઐતિહાસિક તાજમહેલની મુલાકાત લીધી હતી. 
 

ડેનમાર્કના PM એમ ફ્રેડરિક્સને તાજમહેલની મુલાકાત લીધી, વિઝિટર્સ બુકમાં લખી દિલની વાત

આગ્રાઃ Denmark PM Mette Frederiksen visit the Taj Mahal: ડેનમાર્કના પ્રધાનમંત્રી એમ ફ્રેડરિક્સન અને તેમના પતિ બો ટેન્ગબર્ગે રવિવારની સવારે તાજમહેલની મુલાકાત લીધી અને તેને સુંદર સ્થળ ગણાવ્યુ છે. ફ્રેડરિક્સન શનિવારની સાંજે રાત્રે 8 કલાકે આગ્રા સ્થિત વાયુસેના બેઝ પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ડેનમાર્કના પ્રધાનમંત્રી ત્યાંથી રાત્રિ વિશ્રામ માટે હોટલ પહોંચ્યા હતા. 

રવિવારની સવારે ફ્રેડરિક્સન અને તેમના પતિ તથા એક પ્રતિનિધિમંડળ ઇકો ફ્રેન્ડલી વાહનમાં તાજમહેલ પહોંચ્યુ હતું. તેમનું સ્વાગત બ્રજના સ્થાનીક કલાકારોએ કર્યુ હતું. ફ્રેડરિક્સને પોતાના પતિની સાથે તાજમહેલની અંદર દોઢ કલાકનો સમય પસાર કર્યો હતો. ડેનમાર્કના પ્રધાનમંત્રીએ ઐતિહાસિક સ્મારકની તમામ માહિતી મેળવી હતી. 

આ પણ વાંચોઃ Covid Vaccination: દેશમાં રસીકરણનો આંકડો 95 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી  

વિઝિટર્સ બુકમાં ડેનમાર્કના પ્રધાનમંત્રીએ આભાર વ્યક્ત કર્યો અને લખ્યું- આ સ્થાન ખુબ સુંદર છે. તાજમહેલ જોયા બાદ પ્રધાનમંત્રી આગ્રાના કિલ્લાની પણ મુલાકાત લેવા પહોંચ્યા હતા. આગ્રા રેન્જના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, VIP ની મુલાકાતને કારણે તાજમહેલ અને આગ્રાનો કિલ્લો બે કલાક માટે બંધ હતો.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More