Home> India
Advertisement
Prev
Next

રાજધર્મઃ મોદી સરકાર પર સિબ્બલનો કટાક્ષ- તમે વાજપેયીનું ન સાંભળ્યું, અમારૂ શું સાંભળશો


કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે દિલ્હી હિંસા પર રાજધર્મ નિભાવવાને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર ટકાક્ષ કર્યો છે. કપિલ સિબ્બલે શનિવારે કહ્યું કે, અમે તમને કઈ રીતે રાજધર્મ શીખવાડી શકીએ, જ્યારે તમે વાજપેયીની વાત સાંભળી નહતી. 

રાજધર્મઃ મોદી સરકાર પર સિબ્બલનો કટાક્ષ- તમે વાજપેયીનું ન સાંભળ્યું, અમારૂ શું સાંભળશો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. રાજધર્મ પર એકવાર ફરી રાજકીય ગરમાવો આવી ગયો છે અને રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી રાજધર્મના નામ પર લોકોને ભડકાવવાનું કામ ન કરે. કેન્દ્રીય પ્રધાનનું નિવેદન સામે આવ્યા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે પલટવાર કર્યો છે. 

કપિલ સિબ્બલે શનિવારે એક ટ્વીટ કર્યું, 'કાયદા પ્રધાન કોંગ્રેસને કહે છે કે પ્લીઝ, અમને રાજધર્મ ન શીખવાડો. અમે તમને કેમ શીખવાડી શકીએ મંત્રી મહોદય. જ્યારે તમે ગુજરાતમાં વાજપેયીની ચેતવણી ન સાંભળી, તમે અમને ક્યાં સાંભળશો. સાંભળવું, શીખવું અને રાજધર્મનું પાલન કરવું તમારા મજબૂત પાસાંઓમાંથી એક નથી.'

હકીકતમાં, વર્ષ 2002માં જ્યારે ગુજરાતમાં તોફાનો થયા હતા, ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને રાજધર્મનું પાલન કરવાનું કહ્યું હતું. ગુજરાત તોફાનોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

સપા સાંસદ આઝમ ખાને કહ્યું- મારી સાથે થઈ રહ્યું છે આતંકીઓ જેવું વર્તન  

ભાજપે રાજધર્મની ચેતવણી પર કોંગ્રેસને ઘેરી
હકીકતમાં, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના એક દળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની વાત કરી ત્યારે ભાજપ આક્રમક થઈ ગયું હતું. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પલટવાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાજધર્મના નામ પર લોકોને ભડકાવવાનું કામ ન કરે. 

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ગુરૂવારે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રપતિની પાસે ગઈ અને રાજધર્મની વાત કરી. રામલીલા મેદાનથી તમે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયોગ કર્યો. તમારી સરકારે 2010માં એનપીઆરનું નોટિફિકેશન જારી કર્યું, જો તમે કરો તો યોગ્ય પરંતુ અમે કરીએ તો ઉશ્કેરવાનું શરૂ કરી દો છો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More