Home> India
Advertisement
Prev
Next

દિલ્હી હિંસા: મોતને ભેટેલા IB કર્મચારી અંકિત શર્માના પરિવારને ક્યારે મળશે 1 કરોડ, કેજરીવાલે જણાવ્યું

દિલ્હી  હિંસા (Delhi Violence)માં મોતને ભેટેલા ઇંટેલિજેન્સ બ્યૂરો  (IB)ના અધિકારી અંકિત શર્મા (Ankit Sharma)ને દિલ્હી સરકારે એક કરોડ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી.

દિલ્હી હિંસા: મોતને ભેટેલા IB કર્મચારી અંકિત શર્માના પરિવારને ક્યારે મળશે 1 કરોડ, કેજરીવાલે જણાવ્યું

નવી દિલ્હી: દિલ્હી  હિંસા (Delhi Violence)માં મોતને ભેટેલા ઇંટેલિજેન્સ બ્યૂરો  (IB)ના અધિકારી અંકિત શર્મા (Ankit Sharma)ને દિલ્હી સરકારે એક કરોડ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી. સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ જાણકારી આપી  છે આ ફેંસલાને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. તેમણે એ પણ કહ્યું કે કોરોના મહામારીના લીધે ફેંસલાને મંજૂરી મળવામાં થોડું મોડું થયું. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે 'દિલ્હી રમખાણોમાં IB ઓફિસર સ્વર્ગીય અંકિત શર્માજીનું ખૂબ જ દર્દનાક હત્યા થઇ હતી. તેમના પરિવારના માટે અમે 1 કરોડ રૂપિયાની સન્માન રાશિની જાહેરત કરી હતી. આજે આ નિર્ણયને કેબિનેટે મંજૂરી આપી છે. કોરોનાના લીધે તેમાં મોડું થયું. આશા છે કે આ અઠવાડિયે તેમના પરિવારને રકમ મળી જશે.'

તમને જણાવી દઇએ કે અંકિત શરમાની લાશ ઉત્તર પૂર્વ દિલ્હીના રમખાણગ્રસ્ત ચાંદ બાગ વિસ્તારમાં બુધવારે (26 ફેબ્રુઆરી)ના રોજ એક નાળામાંથી મળી હતી. તે મંગળવારથી ગુમ હતા અને આશંકા હતી કે તેમનો જીવ પથ્થરમારો કરવામાં આવ્યો. અંકિતના ભાઇ અંકુરે જણાવ્યું હતું કે તેમની કોલોનીની કેટલીક મહિલાઓએ સવારે તેમને જણાવ્યું હતું કે લોકોને તેમના ભાઇને નાળામાં ફેકતા જોતા હતા. 

અંકુરે દાવો કર્યો હતો કે જ્યારે લોકોએ મહિલાઓને જોઇ લીધી તો તેમને ધમકી આપી હતી કે જો આ વિશે કોઇને કશું જણાવ્યું કે પરિણામ ગંભીર આવશે. તેને નાળામાં ફેંકતા પહેલાં ઘણીવાર ચાકૂ માર્યા હતા. દિલ્હી પોલીસ આ મામલે આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટ તાહિર હુસૈન વિરૂદ્ધ અંકિત શર્માની હત્યાનો કેસ કરી ચૂક્યા છે. 

તે સમયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અંકિત શર્માના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવશે અને તેમના પરિવારના એક સભ્યને દિલ્હી સરકાર નોકરી પણ આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More