Home> India
Advertisement
Prev
Next

Delhi Unlock-4: બાર-રેસ્ટોરા ખોલવાની મળી મંજૂરી, રાતે 10 વાગ્યા સુધી લોકો કરી શકશે એન્જોય

દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે જ હવે જનજીવન પાટે ચડવા લાગ્યું છે. દિલ્હી સરકારે અનલોક-4 અંતર્ગત માર્કેટ, મોલ સહિત અનેક મામલે છૂટછાટ આપી છે. સવારે 10થી લઈને રાતે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી અપાઈ છે. 

Delhi Unlock-4: બાર-રેસ્ટોરા ખોલવાની મળી મંજૂરી, રાતે 10 વાગ્યા સુધી લોકો કરી શકશે એન્જોય

નવી દિલ્હી:  દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે જ હવે જનજીવન પાટે ચડવા લાગ્યું છે. દિલ્હી સરકારે અનલોક-4 અંતર્ગત માર્કેટ, મોલ સહિત અનેક મામલે છૂટછાટ આપી છે. સવારે 10થી લઈને રાતે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવાની મંજૂરી અપાઈ છે. સોમવારથી બાર  ખોલવાની પણ મંજૂરી અપાઈ છે. 

દિલ્હી સરકારના નિર્ણય મુજબ રાજધાનીમાં 50 ટકા ક્ષમતા સાથે બાર ખોલી શકાશે. જો કે બાર ખોલવાનો સમય પણ નિર્ધારિત કરાયો છે. હવે બપોરે 12 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી જ બાર ખુલ્લા રાખી શકાશે. આ ઉપરાંત અનલોક-4 હેઠળ દિલ્હીમાં અન્ય છૂટ પણ અપાઈ છે. દિલ્હીમાં હવે સોમવારથી રેસ્ટોરા પણ સવારે 8 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. હાલ સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી જ છૂટ હતી. જો કે રેસ્ટોરામાં હજુ પણ 50 ટકા ક્ષમતા સાથે જ ગ્રાહકોને બેસાડાશે. 

આ ઉપરાંત જાહેર પાર્ક અને ગાર્ડન ખોલવાની પણ મંજૂરી મળી છે. 21 જૂનથી રાજધાનીમાં પબ્લિક પાર્ક, ગાર્ડન, ગોલ્ફ ક્લબ, અને આઉટડોર યોગા એક્ટિવિટીની પણ મંજૂરી મળી ગઈ છે આ સાથે જ બજારો, માર્કેટ, કોમ્પલેક્સ અને મોલ્સ પણ સવારે 10થી રાતે 8 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. 

મેટ્રો હજુ પણ 50 ટકા ક્ષમતા સાથે જ ચાલશે અને આ સાથે બસ, ઓટો, રિક્ષા, ટેક્સી, કેબ, ફટફટ સેવા જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ઓછા મુસાફરોને બેસાડશે. 

આ બધા પર હજુ પ્રતિબંધ
- શાળા કોલેજો, કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે.
- તમામ પ્રકારના રાજનીતિક, સામાજિક, સાંસ્કૃતિક, ખેલ સંબંધિત જમાવડા પર રોક રહેશે. 
- સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે. જો કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલોમાં સામેલ થનારા ખેલાડીઓ અહીં જઈ શકે છે. 
- સિનેમા થિયેટર, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક, એમ્યૂઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ અને અસેમ્બલી હોલ્સ બંધ રહેશે. સ્પા અને જીમ પણ બંધ રહેશે. 

જાહેર સ્થળે લગ્નો યોજી શકાશે નહીં
જાહેર સ્થળોમાં લગ્ન કરવા પર પ્રતિબંધ રહેશે. હજુ પણ બેન્ક્વેટ હોલ કે મેરેજ હોલમાં લગ્ન કરવા પર રોક ચાલુ છે. ફક્ત કોર્ટ મેરેજ કે ઘર પર જ લગ્ન થઈ શકશે. તેમાં 20 લોકોને સામેલ થવાની જ મંજૂરી છે. આ ઉપરાંત અંતિમ સંસ્કારમાં પણ વધુમાં વધુ 20 લોકો જ સામેલ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More