Home> India
Advertisement
Prev
Next

દિલ્હીના પૂર્વ CMશીલા દીક્ષિતનું નિધન, PM થી માંડી પૂર્વ PMએ વ્યક્ત કર્યું દુખ

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન થઇ ગયું. તેમનું નિધન 81 વર્ષે થયું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેઓ ભારતીય રાજનીતિક અને દિલ્હી કોંગ્રેસ માટે મોટી ક્ષતિ સમાન છે. 

દિલ્હીના પૂર્વ CMશીલા દીક્ષિતનું નિધન, PM થી માંડી પૂર્વ PMએ વ્યક્ત કર્યું દુખ

નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન થઇ ગયું. તેમનું નિધન 81 વર્ષે થયું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેઓ ભારતીય રાજનીતિક અને દિલ્હી કોંગ્રેસ માટે મોટી ક્ષતિ સમાન છે. 15 વર્ષ સુધી તેઓ દિલ્હીની કમાન સંભાળી હતી. શીલા દીક્ષિતના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. તમામ નેતાઓએ તેમનાં નિધન અંગે દુખ વ્યક્ત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને પૂર્વવડાપ્રધાન મનમોહન સિંહે પણ તેમના નિધન અંગે દુખ વ્યક્ત કર્યું છે. 

શનિવારે જ આટલી મોટી બેક બંધ થવાની જાહેરાત, રવિવારે આ રીતે ઉપાડી શકો છો પૈસા
વડાપ્રધાન મોદીએ શીલા દીક્ષિતનાં નિધન અંગે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શીલા દીક્ષિતજીનાં નિધનથી ઉંડો આધાત અનુભવી રહ્યો છું. તેમણે કહ્યું કે, શીલા દીક્ષિત શાનદાર વ્યક્તિત્વ ધરાવતા મહિલા હતા. તેમણે દિલ્હીના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. તેમનાં પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું લાંબી માંદગી બાદ નિધન

સોનભદ્ર ઘટનાના પીડિત પરિવારોને મળીને પ્રિયંકા ગાંધીની આંખો ભીની થઈ, જુઓ VIDEO
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શીલા દીક્ષિતનાં નિધન અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટર પર ટ્વીટ કર્યું કે, કોંગ્રેસ પાર્ટીનાં પુત્રી શીલા દીક્ષિતનાં નિધન અંગે સાંભળીને દુખ થયું. દુખનાં આ સમયમાં મારી તેમના પરિવાર અને દિલ્હીના નાગરિકો પ્રત્યે સંવેદના છે. 

ભાગ્ય સાથ ન આપે, સમય જો ખરાબ ચાલતો હોય તો પહેરો હળદરની માળા, થશે આ ફાયદા
નેશનલ કોન્ફરન્સનાં ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને શીલા દીક્ષિતનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું કે, શીલા દીક્ષિતનાં નિધનના સમાચાર અત્યંત દુખદ છે. તેમણે કહ્યું કે, દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શીલા દીક્ષિતે ખુબ જ સારુ કામ કર્યું છે. તેમણે કહ્યું કે, ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More