Home> India
Advertisement
Prev
Next

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે દાઉદ ઇબ્રાહિમના સાગરિત અનવર ઠાકુરની કરી ધરપકડ

અનવર ઠાકુરનો જૂનો ગુનાઓનો ઈતિહાસ રહ્યો છે. અનવર ઠાકુરના છ ભાઈ અને ચાર બહેન છે. પોલીસ પ્રમાણે અનવર ઠાકુર અને તેનો ભાઈ અશરફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતા હતા. 

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે દાઉદ ઇબ્રાહિમના સાગરિત અનવર ઠાકુરની કરી ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના 'વિકાસ દુબે' બને તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે 22 લાખની પિસ્તોલની સાથે દાઉદના એક સાગરિતની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસે એક ખતરાક ગુનેગાર અનવર ઠાકુરની ધરપકડ કરી છે, જેણે વિકાસ દુબેની પહેલા જ 1992માં સદર બજારમાં પોલીસ સ્ટેશનની અંદર પોલીસે એક મુખબિરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી ત્યારબાદ કોર્ટે અનવર ઠાકુરને આજીવન કેસની સજા ફટકારી હતી. 

સજા કાપવા દરમિયાન અનવર ઠાકુર પેરોલ પર જેલની બહારઆવ્યો અને પેરોલ તોડીને ફરાર થઈ ગયો હતો. હાલ તે નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના છેનૂ ગેંગને બીજીવાર ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે તેની પાસેથી બ્રાઝિલ મેકની એક સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ જપ્ત કરી છે જેની કિંમત 22 લાખ ગણાવવામાં આવી રહી છે. 

અનવર ઠાકુરનો જૂનો ગુનાઓનો ઈતિહાસ રહ્યો છે. અનવર ઠાકુરના છ ભાઈ અને ચાર બહેન છે. પોલીસ પ્રમાણે અનવર ઠાકુર અને તેનો ભાઈ અશરફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતા હતા. 

વર્ષ 2002માં મુંબઈ પોલીસે અનવરના ભાઈ અશરફને એનકાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. અનવરના સંબંધ ફઝલૂ રહમાન અને બબલૂ શ્રીવાસ્તવ સાથે પણ હતા. અનવર ઠાકુરે વિકાસ દુબેની પહેલા પોલીસ સ્ટેશનમાં ઘુસીને હત્યાને અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસે અનવરને આજીવન કેદની સજા અપાવી હતી. 

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1781 નવા કેસ, રિકવરી રેટ 79 ટકા

પેરોલ પર બહાર આવ્યા બાદ અનવર ઠાકુર, છેનૂ પહલવાનના જેલમાં ગયા બાદ તેની ગેંગને બીજીવાર ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 

મહત્વનું છે કે દિલ્હીના નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટમાં છેનૂ ગેંગ અને નસીર ગેંગની ગેંગવોરમાં બે ડઝનથી વધુ લોકો માર્યા ગયા છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અનવર ઠાકુરને ચાંદબાગ વિસ્તારમાંથી ઝડપી લીધો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More