Home> India
Advertisement
Prev
Next

JNUમાં દીક્ષાંત સમારોહ દરમિયાન ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

હોસ્ટલ ફીના વધારા અને ડ્રેસ કોડના મુદ્દે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ માર્ચ કાઢી હતી. વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલર વિરુદ્ધ જેએનયુ કેમ્પસની બહાર ઉગ્ર પ્રદર્શન પણ કર્યું હતું.

JNUમાં દીક્ષાંત સમારોહ દરમિયાન ફી વધારા મુદ્દે વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સોમવારે ફી વધારાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓની માગણી છે કે ફી વધારા સહિતની અનેક મહત્વની જાહેરાતો પાછી ખેંચવામાં આવે. વિદ્યાર્થીઓ બહાર વિરોધ પ્રદર્શન કરતા હતા ત્યારે યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ ચાલી રહ્યો હતો. આ દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ હાજર હતા. 

આ દરમિયાન જ હોસ્ટલ ફીના વધારા અને ડ્રેસ કોડના મુદ્દે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ માર્ચ કાઢી હતી. વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલર વિરુદ્ધ જેએનયુ કેમ્પસની બહાર ઉગ્ર પ્રદર્શન પણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રદર્શન કરતા રોકવા માટે મોટી સંખ્યામાં સીઆરપીએફ અને દિલ્હી પોલીસના જવાન ઉતારવામાં આવ્યા હતા. 

JNUના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમની ફીમાં કાપ મુકવાની માગણીને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધઈ તેઓ દીક્ષાંત સમારોહમાં ભાગ નહીં લે. તેમનો આરોપ છે કે, હોસ્ટેલ ફીનો મુદ્દો યુનિવર્સિટીમાં ઘણો આગળ વધી ગયો છે અને તેનો કોઉ ઉકેલ કાઢવામાં નથી આવી રહ્યો. 

શા માટે વિરોધ ?
યુનિવર્સિટીએ 23 ઓક્ટોબરના રોજ જેએનયુ કેમ્પસના ગેટ બંધ કરવાનો નવો નિયમ લાગુ કર્યો હતો. તેની માહિતી આંતરરાષ્ટ્રીય અભ્યાસ વિભાગના ડીન તરફથી પાઠવવામાં આવેલી એક નોટીસ સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ નોટિસમાં રૂમ નંબર-16, કોમન રૂમ અને એસઆઈએસ-1 તથા એસઆઈએસ-2ના મેઈન ગેટ અંગે પણ નવો નિયમ લાગુ કરાયો હતો. ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ્સ એસોસિએશને કેમ્પસના ગેટ સાંજે 6 કલાકે બંધ કરવાના નવા નિયમનો વિરોધ વ્યક્ત કર્યો છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More