Home> India
Advertisement
Prev
Next

CAA-NRCના વિરોધ પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પોલીસે કરી કાર્યવાહી

પ્રાપ્ત માહિતી પ્રમાણે જામિયા વિરોધ માર્ચ દરમિયાન એક યુવક અને યુવતી બેભાન થઈ ગયા હતા. યુવતીને ચક્કર આવ્યા હતા. બંન્નેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 
 

CAA-NRCના વિરોધ પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પોલીસે કરી કાર્યવાહી

નવી દિલ્હીઃ રાજધાનીમાં હોલી ફેમિલી હોસ્પિટલની પાસે જામિયા કોઓર્ડિનેશન કમિટી દ્વારા પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શન CAA, NRC અને NPR વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શન કરવા માટે પ્રદર્શનકારીઓને જામિયાથી સંસદ સુધી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ પ્રદર્શનકારીઓને સુરક્ષાદળો દ્વારા ઓખલામાં હોસ્પિટલની પાસે રોકી દેવામાં આવ્યા છે. પોલીસ પ્રદર્શનકારીઓને પરત જવાનું કહી રહી છે. પોલીસ અને જામિયાના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ટક્કરમાં ઘણા વિદ્યાર્થીઓને ઈજા થવાની માહિતી મળી રહી છે. તેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને જામિયા યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તો 4-5 વિદ્યાર્થીઓને અલ શિફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે જામિયા વિરોધ માર્ચ દરમિયાન એક યુવક અને યુવતી બેભાન થઈ ગયા હતા. યુવતીને ચક્કર આવ્યા હતા. બંન્નેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત છે કે આ મામલામાં જૂઠ અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. પહેલા લોકો હોસ્પિટલ લઈ જવાની વાત કરી રહ્યં હતા, બેભાન થયાની વાત કરી રહ્યાં હતા. પછી એક મહિલા કહેવા લાગી કે પોલીસે વિદ્યાર્થીઓને ડંડા માર્યા છે. 

જામિયાની એક વિદ્યાર્થિનીનું આ મામલે કહેવું છે કે તેના પર મહિલા પોલીસકર્મીએ હુમલો કર્યો અને બુરખો ઉતારી દીધો હતો. તો સમાજવાદી પાર્ટીના સત્તાવાર હેન્ડલ પરથી ટવીટ કરવામાં આવ્યું છે કે દિલ્હીમાં સીએએ વિરુદ્ધ શાંતિપૂર્ણ માર્ચ પર નિકળેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ દુખદ છે. બંધારણ વિરોધી કાયદાથી મળેલા વિરોધના મૌલિક અધિકારને સત્તામાં રહીને કચળી રહ્યાં છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ પ્રત્યે દુખ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જામિયામાં પ્રદર્શનકારીઓ પાછળ હટવા તૈયાર નથી. આશરે 200 પ્રદર્શનકારીઓ હજુ પણ ત્યાં છે. પોલીસે ઘટનાસ્થળ પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More