Home> India
Advertisement
Prev
Next

દિલ્હી હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે સામાન્ય જનતા ઘરે બેઠા જોઇ શકશે કેસની સુનવણી

રવિવારે દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)એ ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે દિલ્હી હાઇકોર્ટમાં સુનવણીનું લાઇવ સ્ટ્રીમિંગ થશે, જેથી સામાન્ય જનતા ઘરે બેસીને જ કોર્ટની કાર્યવાહી જોઇ શકશે. હવે સરળતાથી ખબર પડશે કે કોર્ટમાં કયા કેસ પર સુનાવણી ચાલી રહી છે. દિલ્હી હાઇકોર્ટના આદેશ અનુસાર હવેથી દિલ્હી હાઇકોર્ટમાં વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા થનાર સુનવણી સામાન્ય જનતા લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જોઇ શકશે.

દિલ્હી હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, હવે સામાન્ય જનતા ઘરે બેઠા જોઇ શકશે કેસની સુનવણી

નવી દિલ્હી: રવિવારે દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)એ ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે દિલ્હી હાઇકોર્ટમાં સુનવણીનું લાઇવ સ્ટ્રીમિંગ થશે, જેથી સામાન્ય જનતા ઘરે બેસીને જ કોર્ટની કાર્યવાહી જોઇ શકશે. હવે સરળતાથી ખબર પડશે કે કોર્ટમાં કયા કેસ પર સુનાવણી ચાલી રહી છે. દિલ્હી હાઇકોર્ટના આદેશ અનુસાર હવેથી દિલ્હી હાઇકોર્ટમાં વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા થનાર સુનવણી સામાન્ય જનતા લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જોઇ શકશે.

હાઇકોર્ટએ આ વિશે એક સર્કુલર જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંકટ વચ્ચે હાલના સમયમાં કોર્ટની સુનાવણી વીડિયો કોન્ફસિંગ દ્વારા થઇ રહી છે. એવામાં તે કેસ સુનાવણી પહેલાં ખુલ્લી કોર્ટમાં થતી હતી, જેમાં સામાન્ય જનતા સુનાવણી જોવા માટે હાજર રહી શકતી હતી, તે તમામ કેસની સુનાવણી હવે વીડિયો લીંક દ્વારા લોકો જોઇ શકશે સાંભળી શકશે. 

દિલ્હી હાઇકોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે કાનૂન હેઠળ ખુલી કોર્ટમાં થનાર સુનાવણી ઓપન કોર્ટ પ્રોસીડિંગ્સ થાય છે. જેથી સામાન્ય જનતાને જોવાનો અધિકાર હોય છે. પરંતુ હાલના સમયમાં કોરોના સંકટ કાળ દરમિયાન કોર્ટની સુનાવણી વીડિયો કોન્ફસિંગ દ્વારા થઇ રહી છે, તો એવામાં સામાન્ય જનતાને ઓપન કોર્ટ પ્રોસિડિંગ્સ જોવાથી વંચિત રાખી ન શકાય. હાઇકોર્ટે કહ્યું કે એવામાં જો સામાન્ય જનતા ઇચ્છે તો તે સુનાવણી જોઇ શકે છે. શરત એટલી હશે કેસ સંવેદનશીલ અથવા કાનૂન હેઠળ આ કેમેરા અથવા બંધ રૂમમાં સુનાવણી થનાર ન હોય. 

કોર્ટના સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે જે પણ હાઇકોર્ટની સુનવણી જોવા માંગે છે, તેને સુનવણીના એક દિવસ પહેલાં રાત્રે નવ વાગ્યા સુધી કોર્ટ માસ્ટર અથવા કોર્ટ સ્ટાફને જાણકારી આપવી પડશે અને ત્યારબાદ તેને લિંક મોકલવામાં આવશે તેના દ્વારા સુનાવણી જોઇ શકે છે.

જો કોઇ કારણથી એક દિવસ પહેલાં રાત્રે 9 વાગ્યા સુધી કોર્ટ માસ્ટર અથવા કોર્ટ સ્ટાફ સાથે વાત થઇ શકતી નથી તો સુનાવણીના દિવસે સવારે 10 વાગ્યા પહેલાં કોર્ટ માસ્ટર અથવા કોર્ટ સ્ટાફ સાથે વાત કરીને લીંક લઇ શકાશે. જેના દ્વારા વીડિયો કોન્ફરસિંગ થનાર સુનવણી જોઇ શકાશે અને સાંભળી શકાશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More