Home> India
Advertisement
Prev
Next

પતિ અને સાસુને ગંદી ગાળો બોલશો તો પણ થઈ જશે છૂટાછેડા : હાઈકોર્ટે આપ્યો જબરદસ્ત ચૂકાદો

જો કોઈ મહિલા વારંવાર તેના પતિ અથવા તેના પરિવાર માટે અપમાનજનક શબ્દો બોલે છે અથવા તેને હેરાન કરવાનું ચાલુ રાખે છે, તો તે ક્રૂરતા સમાન છે. દિલ્હી હાઈકોર્ટે આ મહત્વની વાત કહી છે. જસ્ટિસ સંજીવ સચદેવ અને જસ્ટિસ વિકાસ મહાજનની ડિવિઝન બેન્ચે કહ્યું કે દરેક વ્યક્તિને ગરિમા અને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે. સતત દુર્વ્યવહારમાંથી પસાર થવા માટે કોઈ દબાણ કરી શકાતું નથી. 

પતિ અને સાસુને ગંદી ગાળો બોલશો તો પણ થઈ જશે છૂટાછેડા : હાઈકોર્ટે આપ્યો જબરદસ્ત ચૂકાદો

જો કોઈ મહિલા વારંવાર તેના પતિ અથવા તેના પરિવાર માટે અપમાનજનક શબ્દો બોલે છે અથવા તેને હેરાન કરવાનું ચાલુ રાખે છે, તો તે ક્રૂરતા સમાન છે. દિલ્હી હાઈકોર્ટે આ મહત્વની વાત કહી છે. જસ્ટિસ સંજીવ સચદેવ અને જસ્ટિસ વિકાસ મહાજનની ડિવિઝન બેન્ચે કહ્યું કે દરેક વ્યક્તિને ગરિમા અને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે. સતત દુર્વ્યવહારમાંથી પસાર થવા માટે કોઈ દબાણ કરી શકાતું નથી. હાઈકોર્ટે કહ્યું, 'આ કેસમાં અરજદારની પત્નીના વર્તનના નક્કર પુરાવા છે. તેનું વર્તન એટલું ખરાબ છે કે વ્યક્તિ માનસિક યાતના, પીડા અને ગુસ્સાનો શિકાર બની જાય છે. અરજદાર તેની પત્ની સાથેના આ કઠોર વ્યવહારનો સતત સામનો કરી રહ્યો છે જે એકદમ ક્રૂર છે.'

હિન્દુ મેરેજ એક્ટમાં છૂટાછેડાની જોગવાઈ
હકીકતમાં પત્નીએ હાઈકોર્ટમાં ફેમિલી કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ફેમિલી કોર્ટે પતિની પત્નીથી છૂટાછેડાની અરજીને માન્ય રાખી હતી. પતિએ હિંદુ મેરેજ એક્ટ, 1956ની કલમ 13(1)(i-a) હેઠળ છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અપીલ કરી હતી. આ કલમ હેઠળ ક્રૂરતાના આધારે છૂટાછેડાની જોગવાઈ છે.

અમેરિકાના બિઝનેસમેને એવું તો PM મોદી માટે શું કહ્યું સ્મૃતિ ઈરાની લાલચોળ થઈ ગયા

Google layoffs: ગૂગલ ઇન્ડિયાએ 453 કર્મચારીઓને કાઢી મૂક્યા, બીજા કર્મચારીઓમાં ફફડાટ

ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત, 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ થશે

હાઈકોર્ટે પણ સંમતિ આપી – પત્ની બહુ ક્રૂર છે
જ્યારે પત્નીએ હાઈકોર્ટમાં ફેમિલી કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો તો ત્યાં પણ તે નિરાશ થઈ ગઈ. હાઈકોર્ટે મહિલાના નિવેદન પર કહ્યું કે તેના પતિ પ્રત્યે તેનું વર્તન ખૂબ જ ક્રૂર હતું. હાઇકોર્ટે ફેમિલી કોર્ટના અવલોકનોને યોગ્ય ગણાવ્યા હતા. ફેમિલી કોર્ટે કહ્યું હતું કે મહિલા તેના પતિ સાથે ક્રૂર રીતે વર્તન કરે છે અને પતિ તેમજ તેના માતા-પિતાને ખરાબ ગાળાગાળી કરે છે.

ગાલીબાજ પત્નીને પણ હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો
હાઈકોર્ટે કહ્યું કે મહિલા પ્રત્યે ક્રૂરતાના પુરાવા મળ્યા છે અને તે હિંદુ મેરેજ એક્ટની કલમ 13(1)(i-a) હેઠળ જરૂરી શરતોને સંતોષવા માટે પૂરતા છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું, 'તેથી, અમે ક્રૂરતાના આધારે છૂટાછેડા માટેની અરજીને મંજૂરી આપવાના ફેમિલી કોર્ટના નિર્ણયને વાજબી ગણીએ છીએ. ઉપરાંત, અમને મહિલા વતી અરજીમાં કોઈ યોગ્યતા દેખાતી નથી. આથી તેને ફગાવી દેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More