Home> India
Advertisement
Prev
Next

Delhi Fire: મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...'

દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) માં આજે એક ફેક્ટરીમાં લાગેલી આગ (fire) માં 43 લોકો જીવતા હોમાઈ ગયાં. મૃતકોના ઘરમાં માતમ છવાયો છે. પોતાના સ્વજનોના અકાળે મોત થવાથી કુટુંબીજનો ચોધાર આંસુ પાડી  રહ્યાં છે. ફેક્ટરીમાં જ્યારે આગ લાગી ત્યારે તેમા 60થી વધુ લોકો હાજર હતાં. આગ બાદ શ્વાસ રૂંધાવવાના કારણે મોટાભાગના લોકો મોતને ભેટ્યા. લોકો આગ વચ્ચે તડપતા રહ્યાં પરંતુ બહાર નીકળવાની જગ્યા મળી જ નહીં. બધા રસ્તા બંધ હતાં. આગમાં જીવ ગુમાવેલા મુશર્રફ અલીએ પોતાની અંતિમ ક્ષણોમાં મિત્રને ફોન કર્યો હતો. 

Delhi Fire: મોત અગાઉ મૃતકે મિત્રને ફોન કરીને વલોપાત કરતા કહ્યું- 'આ મારો છેલ્લો સમય...'

નવી દિલ્હી: દિલ્હી (Delhi) ના અનાજ બજાર (Anaj Mandi) માં આજે એક ફેક્ટરીમાં લાગેલી આગ (fire) માં 43 લોકો જીવતા હોમાઈ ગયાં. મૃતકોના ઘરમાં માતમ છવાયો છે. પોતાના સ્વજનોના અકાળે મોત થવાથી કુટુંબીજનો ચોધાર આંસુ પાડી  રહ્યાં છે. ફેક્ટરીમાં જ્યારે આગ લાગી ત્યારે તેમા 60થી વધુ લોકો હાજર હતાં. આગ બાદ શ્વાસ રૂંધાવવાના કારણે મોટાભાગના લોકો મોતને ભેટ્યા. લોકો આગ વચ્ચે તડપતા રહ્યાં પરંતુ બહાર નીકળવાની જગ્યા મળી જ નહીં. બધા રસ્તા બંધ હતાં. આગમાં જીવ ગુમાવેલા મુશર્રફ અલીએ પોતાની અંતિમ ક્ષણોમાં મિત્રને ફોન કર્યો હતો. 

Delhi Fire: 43 લોકોનો ભોગ લેનારી ગેરકાયદેસર ફેક્ટરીના માલિક રેહાનને પોલીસે દબોચ્યો

મુશર્રફે પોતાના મિત્રને કહ્યું કે "અહીં કોઈ નીકળવાનું સાધન નથી. હું ફસાઈ ગયો છું. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. હું કદાચ બચીશ નહીં. આ મારો અંતિમ સમય છે." મારા પરિવારનું ધ્યાન રાખજે. મુશર્રફ અલી અહીં એક વર્ષથી કામ કરતો હતો. તેના ચાર બાળકો છે. તે બિજનોરનો રહીશ હતો. જીવલેણ આગના લીધે તેનો પણ ભોગ લેવાઈ ગયો. 

મોટાભાગના લોકો શ્વાસ રૂંધાવવાથી મોતને ભેટ્યા
બેગ બનાવવાની ફેક્ટરીમાં આખો દિવસ મહેનત કરીને થાકીને સૂઈ રહેલા અભાગ્યા મજૂરોને શું ખબર હતી કે બીજા દિવસની સવાર તેમના માટે મોતની સવાર બની રહેશે. કોઈ પણ ભૂલ વગર તેઓ આગમાં સ્વાહા થઈ ગયાં. કેટલાક લોકો જીવતા હોમાઈ ગયા પરંતુ મોટાભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવવાથી થયા છે. અનાજ મંડી વિસ્તારમાં લાગેલી આગે 43 લોકોના જીવ લીધા. 

Delhi Fire: અત્યંત આઘાતજનક, કામની શોધમાં UP-બિહારથી આવેલા પીડિતો ઘેટા-બકરાની જેમ રહેતા હતાં

દિલ્હી (Delhi) ની અનાજ બજાર (Azad Mandi Fire) વિસ્તારમાં લાગેલી આગ (Fire)માં અત્યાર સુધી 43 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોમાં મોટાભાગના મજૂરો (Labourers) હતાં જે ઈમારતમાં ચાલતી નાની મોટી ફેક્ટરીઓમાં કામ કરતા હતાં. સ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યાં મુજબ મોટા ભાગના મજૂરી યુપી બિહારના હતાં. કોઈ શાળાની બેગ બનાવતા હતાં તો કોઈ પેકેજિંગનુ કામ કરતા હતાં. શનિવારે પણ અહીં મજૂરોએ આખો દિવસ કામ કર્યા બાદ ખાટલા ભેગા થયા પરંતુ મોટા ભાગના મજૂરો સવાર જોઈ શક્યા જ નહીં. 

ઈમારતમાં કામ કરતા મોટા ભાગના મજૂરો રાતે પણ અહીં જ સૂતા હતાં. એક એક રૂમમાં 10-15 લોકો રહેતા હતાં. તેઓ દિવસભર કામ કરતા હતાં અને સાંજે જ્યાં જગ્યા મળે ત્યાં રાતવાસો કરી લેતા હતાં. રોજીરોટીની શોધમાં પોતાના ઘરબાર છોડીને દિલ્હી આવેલા આ લોકો સાંકડી ગલીમાં આવેલા આ મકાનમાં ખુબ જ ખરાબ સ્થિતિમાં રહેતા હતાં.

VIDEO: સાંકડી ગલીઓમાં ઘૂસી દેવદૂત બનીને પહોંચ્યા ફાયર ફાયટર્સ, ઘાયલોને ખભા પર બહાર લાવ્યા 

રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ફેક્ટરી
કહેવાય છે કે રહેણાંક વિસ્તારમાં આ ફેક્ટરીઓ ગેરકાયદેસર રીતે ચાલતી હતી. તેના માટે તમામ નિયમો નેવે મૂકાયા હતાં. આગ બુઝાવવા દરમિયાન ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે ફાયર વિભાગ પાસેથી એનઓસી પણ લેવાઈ નહતી. પોલીસ ઈમારતના માલિકની શોધમાં છે. હાલ તેના ભાઈને કસ્ટડીમાં લેવાયો છે. 

જુઓ LIVE TV

ગેરકાયદેસર ફેક્ટરીના માલિક રેહાનને પોલીસે દબોચ્યો
દિલ્હીના અનાજ બજારમાં આજે સવારે થયેલા ભીષણ અંગ્નિકાંડમાં 43 લોકોના જીવ ગયાં. રાજકીય પક્ષો એકબીજા પર આરોપબાજી કરી રહ્યાં છે. જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની હાલ અટકાયત કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ કેસ દાખલ કરાયો છે. બિલ્ડિંગનો માલિક સવારથી ફરાર હતો. નોંધનીય છે કે કલમ 304નો ઉપયોગ culpable homicide માટે થાય છે. દોષિત સાબિત થતા 10 વર્ષની જેલની સજા કે આજીવન કેદ અને દંડની જોગવાઈ છે. 

દિલ્હી: અનાજ મંડી આગમાં 43 લોકોના મોત, PM મોદી, રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યું દુખ

પોતાના લોકો માટે આમ તેમ ભટકી રહ્યાં છે લોકો
અનાજ બજારમાંથી કાઢવામાં આવેલા લોકોને અનેક હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઘાયલોને એલએનજેપી, આરએમએલ, લેડી હાર્ડિંગ, સફદરજંગ, હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. લોકો પોતાના માણસોની શોધમાં એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ભાગ્યા કરે છે. હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં પીડિતોના સગા સંબંધીઓ પહોંચી રહ્યાં છે. મોટાભાગના મૃતકો બિહાર યુપીના છે. 

દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More