Home> India
Advertisement
Prev
Next

Delhi elections 2020: મતદાન વચ્ચે ટ્વીટર પર આમને-સામને અરવિંદ કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની

Delhi Elections 2020 દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મહિલાઓને મત આપવા આહ્વાન કર્યું. પરંતુ મહિલાઓને મતદાન કરવાની અપીલ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુસ્સે થયા. 

Delhi elections 2020: મતદાન વચ્ચે ટ્વીટર પર આમને-સામને  અરવિંદ કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની

નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં મતદાન દરમિયાન મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની વચ્ચે વાર-પલટવારનો દોર ચાલ્યો હતો. અરવિંદ કેજરીવાલે લોકોને મતદાન કરવાનું આહ્વાન કર્યું. ખાસ કરીને તેમણે મહિલાઓને મતદાન કરવાની અપીલ કરી. કેજરીવાલની આ અપીલ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યા અને કહ્યું કે, કેજરીવાલ મહિલાઓને એટલા પણ સક્ષમ સમજતા નથી કે તે પોતાના મતથી મતદાન કરી શકે. 

મતદાન શરૂ થતા કેજરીવાલે ટ્વીટ કર્યું, 'બધી મહિલાઓને ખાસ અપીલ- જેમ તમે ઘરની જવાબદારી ઉઠાવો છો, તેમ દેશ અને દિલ્હીની જવાબદારી તમારા ખભા પર છે. તમે બધી મહિલાઓ મત આપવા જરૂર જાવ અને તમારા ઘરના પુરૂષોને પણ લઈ જાવ. પુરૂષો સાથે ચર્ચા જરૂર કરો કે મત કોને આપવો યોગ્ય રહેશે. આ ટ્વીટ બાદ મોટી સંખ્યામાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

પલટવાર કરતા સ્મૃતી ઈરાનીએ ટ્વીટ કર્યું, 'શું તમે મહિલાઓને એટલી સક્ષમ સમજતા નથી કે તે સ્વયં નક્કી કરી શકે કે મત કોને આપવો છે.'

તેના પર કેજરીવાલે ફરી જવાબ આપ્યો અને ટ્વીટ કર્યું, સ્મૃતિ જી, દિલ્હીની મહિલાઓએ નક્કી કરી લીધું છે મત કોને આપવો છે અને દિલ્હીમાં આ વખતે પોતાના પરિવારનો મત મહિલાઓએ નક્કી કર્યો છે. આખરે ઘર તો તેમણે ચલાવવાનું હોય છે. 

મુસ્લિમોએ સુવર્ણ મંદિરની બહાર પઢી નમાજ, સંબિત પાત્રાનો સવાલ- મસ્જિદ બહાર કરી શકીએ યજ્ઞ?

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યાં છે. જો તે ફરી જીતી જાય છે તો આ સીટથી અને મુખ્યપ્રધાનના રૂપમાં કાર્યકાળ માટે એક હેટ્રિક હશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More