Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં 62.59 ટકા મતદાન, ચૂંટણી પંચે જણાવ્યું આ કારણથી લાગ્યો આટલો સમય

દિલ્લીમાં મતદાનનાં બીજા દિવસે ચૂંટણી પંચે મતની ટકાવારીના (Vote Percentage) ફાઇનલ આંકડાઓ જાહેર કર્યા છે. રાજ્યમાં 62.59 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન બલ્લીમારાનમાં 71.6 % અને સૌથી ઓછું 45.4 % કૈંટમાં થયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મોડી રાત સુધી ચાલેલી મતગણતરીના કારણે મતદાનની ટકાવારીનાં ફાઇનલલ આંકડા જાહેર કરવામાં થોડો વધારે સમય લાગ્યો હતો. 

દિલ્હીમાં 62.59 ટકા મતદાન, ચૂંટણી પંચે જણાવ્યું આ કારણથી લાગ્યો આટલો સમય

નવી દિલ્હી: દિલ્લીમાં મતદાનનાં બીજા દિવસે ચૂંટણી પંચે મતની ટકાવારીના (Vote Percentage) ફાઇનલ આંકડાઓ જાહેર કર્યા છે. રાજ્યમાં 62.59 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન બલ્લીમારાનમાં 71.6 % અને સૌથી ઓછું 45.4 % કૈંટમાં થયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મોડી રાત સુધી ચાલેલી મતગણતરીના કારણે મતદાનની ટકાવારીનાં ફાઇનલલ આંકડા જાહેર કરવામાં થોડો વધારે સમય લાગ્યો હતો. 

વડોદરાની ગજબની મિસ્ટ્રી : 17 વર્ષના સ્ટુડન્ટની પ્રેમપ્રકરણમાં આત્મહત્યા? પરિવારનો હત્યાનો આરોપ

વર્ષ 2015 ની વિધાનસભા ચૂંટણીમાં 67.12 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વખતનું મતદાનનું પ્રમાણ તેના કરતા ઘણુ ઓછું રહ્યું. દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાનનાં 24 કલાક પછી સુધી ચૂંટણી પંચે મતદાનની ટકાવારીનાં અંતિમ આંકડા જાહેર નહોતા કર્યા. તે મુદ્દે આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા. આ મુદ્દે ચૂંટણી પંચે આજે સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાની સામે વિધાનસભા અનુસાર મતદાનનાં આંકડાઓ જાહેર કર્યા. 

ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી દીધા અશ્લિલ વીડિયો, વિગતો જાણીને પુરુષો પણ થશે શરમથી પાણીપાણી

કેજરીવાલે કર્યો હુમલો
મતદાનનાં આંકડા જાહેર થવા અંગે દિલ્હીના મુખ્યમંત્રી અને આપનાં વડા અરવિંદ કેજરીવાલે પોતાનાં ટ્વીટમાં લખ્યું કે, આ ખુબ જ ચોંકાવનારા છે. ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? મતદાનનાં અનેક કલાકો બાદ પણ તેઓ મતદાનના આંકડા જાહેર શા માટે નથી કરી રહ્યા ? 

અંડરકન્સ્ટ્રક્શન હોટેલમાં ઉંચાઈથી ધબ દઈને મહિલા પડી નીચે, કલાકો સુધી રઝળતો રહ્યો મૃતદેહ
સિસોદિયાએ લગાવ્યો આરોપ
ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, ભાજપનાં નેતા મતદાનનાં આંકડા આપી રહ્યા છે. બીજી તરફ ચૂંટણી પંચ મતદાન પુર્ણ થયાનાં 24 કલાક બાદ સુધી નથી જણાવી શક્યા કે મતદાન કેટલા ટકા થઇ. કહી રહ્યા છે કે હાલ ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે. શું ચાલી રહ્યું છે દિલ્હી ચૂંટણી પંચમાં? શું મતદાનનો ફાઇનલ આંકડો ભાજપ ઓફીસ તરફથી મળવાનો છે તમને? 

આ મહિલાનો ગજબનો આઇડિયા, ઘર બની ગયું રાજકોટનું સૌથી ખાસ ઘર

ભાજપે આપને ધેર્યું
બીજી તરફ ભાજપ નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે, ઇવીએમ પર ઉઠાવીને આમ આદમી પાર્ટી દિલ્હીની જનતાનું અપમાન કરી રહી છે. મિશ્રાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી એક્ઝિટ પોલ જીતીને પણ નાખુશ દેખાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 11 ફેબ્રુઆરીએ આવશે. આ અગાઉ દિલ્હીના રાજકારણમાં ખલબલી મચેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More