Home> India
Advertisement
Prev
Next

ગલવાન હિંસાના શહીદોના નામ પર હશે દેશના સૌથી મોટા કોરોના સેન્ટરના વોર્ડ


અહીં દસ હજારથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને દેશનું સૌથી મોટુ કોવિડ કેર કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. 

 ગલવાન હિંસાના શહીદોના નામ પર હશે દેશના સૌથી મોટા કોરોના સેન્ટરના વોર્ડ

નવી દિલ્હીઃ દિલ્હીમાં બનેલા દેશના સૌથી મોટા કોવિડ-19  (COVID-19) કેર સેન્ટરના અલગ-અલગ વોર્ડના નામ ગલવાન ઘાટી  (Galwan Valley)માં શહીદ થયેલા જવાનોના નામ પર રાખવામાં આવશે. 

બચાવ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)એ જાણકારી આપતા કહ્યું કે, આ નિર્ણય પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જને ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોને સન્માન આપવા લેવામાં આવ્યો છે. 

આ કોવિડ કેન્દ્ર દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં રાધા સ્વામી બ્યાસ પરિસરમાં બનાવવામાં આવ્યું છે, જેને સરદાર  પટેલ કોવિડ કેર સેન્ટર તથા હોસ્પિટલ નામ આપવામાં આવ્યું છે.

અહીં 10 હજારથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને દેશનું સૌથી મોટુ કોવિડ કેર કેન્દ્ર ગણાવવામાં આવી રહ્યું છે. આશરે 300 એકર જમીન પર બનેલા આ કોવિડ કેર સેન્ટરની જગ્યા 20 ફુટબોલ ફીલ્ડ બરાબર જણાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે 15 જૂને સરહદ પર ભારત અને ચિંન વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા, તો ચીનને પણ મોટુ નુકસાન થયું હતું. 

કાનપુર ઘર્ષણ: ચોબેપુર SO વિનય તિવારી સસ્પેન્ડ, વિકાસ દુબેને શોધવા 100 ટીમનો ધમધમાટ

ચીન સાથે તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે લદ્દાખનો પ્રવાસ કર્યો અને ચીનને આકરો સંદેશ આપતા કહ્યું કે, વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઈ ગયો છે. આ સાથે પીએમ મોદી ઈજાગ્રસ્ત જવાનોનો જુસ્સો વધારવા તેમને મળવા હોસ્પિટલ પણ ગયા હતા. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More