Home> India
Advertisement
Prev
Next

Sunanda Pushkar death case: કોંગ્રેસ નેતા શશિ થરૂરને મળી મોટી રાહત, કોર્ટે કર્યા આરોપમુક્ત

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને મોટી રાહત આપી છે.

Sunanda Pushkar death case: કોંગ્રેસ નેતા શશિ થરૂરને મળી મોટી રાહત, કોર્ટે કર્યા આરોપમુક્ત

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને મોટી રાહત આપી છે. દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સુનંદા પુષ્કરના મોત સંલગ્ન તમામ આરોપોમાંથી શશિ થરૂરને આરોપમુક્ત કર્યા છે. કોર્ટમાંથી રાહત મળ્યા બાદ શશિ થરૂરે કોર્ટનો આભાર માન્યો અને કહ્યું કે 7 વર્ષથી આ ટોર્ચર અને દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો. 

2014માં હોટલમાં મૃત અવસ્થામાં મળ્યા હતા સુનંદા પુષ્કર
સુનંદા પુષ્કરનું મોત 17 જાન્યુઆરી 2014ના રોજ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં થઈ હતી. આ મામલે શશિ થરૂર મુખ્ય આરોપી હતા અને દિલ્હી પોલીસે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે શશિ થરૂર વિરુદ્ધ કલમ 306 (આત્મહત્યા માટે ઉક્સાવવું) , 498એ (ક્રુરતા) હેઠળ કેસ દાખલ કર્યો હતો. 

આ રીતે થયું હતું સુનંદા પુષ્કરનું મોત
સુનંદા પુષ્કરના મોત મામલે 29 સપ્ટેમ્બર 2014ના રોજ એમ્સ મેડિકલ બોર્ડે મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ દિલ્હી પોલીસને સોંપી દીધો હતો. રિપોર્ટમાં કહેવાયું હતું કે સુનંદા પુષ્કરનું મોત ઝેરના કારણે થયું છે. બોર્ડે કહ્યું હતું કે આ એવું રસાયણ છે કે જે પેટમાં જાય કે લોહીમાં ભળ્યા બાદ ઝેર બની જાય છે. 

 

પાકિસ્તાની પત્રકારનું પણ નામ સામે આવ્યું
સુનંદા પુષ્કરના મોત કેસમાં પાકિસ્તાની પત્રકાર મેહર તરારનું નામ પણ સામે આવ્યું હતું. અત્રે જણાવવાનું કે પોતાના મોતના થોડા દિવસ પહેલા સુનંદા પુષ્કરે મેહર તરાર પર શશિ થરૂરને પ્રેમ જાળમાં ફસાવવાનો આરોપ  લગાવ્યો હતો અને બંને વચ્ચેની અનેક પર્સનલ ટાઈપની ટ્વીટ સાર્વજનિક કરી હતી. ત્યારબાદ ટ્વિટર પર જ બંને વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More