Home> India
Advertisement
Prev
Next

બલરામપુર પહોંચી દિલ્હી એટીએસની ટીમ, ઘર સીલ કર્યું, થઈ રહી છે પૂછપરછ


દિલ્હીમાં પકડાયેલા આઈએસઆઈએસના શંકાસ્પદ આતંકી અબૂ યૂસુફના મામલામાં એટીએસની ટીમે બલરામપુર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. તો એક ઘરને સીલ કરવામાં આવ્યું છે. 

બલરામપુર પહોંચી દિલ્હી એટીએસની ટીમ, ઘર સીલ કર્યું, થઈ રહી છે પૂછપરછ

બલરામપુરઃ દિલ્હી પોલીસે અથડામણ દરમિયાન ઘૌલાકુઆંથી આઈએસઆઈએસના આતંકી અબૂ યૂસુફની ધરપકડ કરી છે. તો પૂછપરછમાં તે ખુલાસો થયો કે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યો હતો. આતંકના નિશાના પર અયોધ્યામાં નિર્માણ થઈ રહેલું રામ મંદિર પણ હતું. દિલ્હીના ધૌલાકુઆંમાં પડકાયેલા આતંકીને રિમાન્ડ પર લઈને દિલ્હી પોલીસ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉતરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારના બઢયા ભૈંસાવી ગામ લઈ જઈ રહી છે. તો ગામમાં દિલ્હી પોલીસ એટીએસની ટીમ તથા બલરામપુર પોલીસ પહોંચીને તપાસ કરી રહી છે. તો એક ઘરને પોલીસે સીલ કરી દીધું છે. 

જાણકારી પ્રમાણે આ મકાન યુવક મુસ્તકીમનું છે, જે થોડા દિવસ પહેલા લખનઉ પોતાના સંબંધીની સારવાર કરાવવા ગયો હતો, ત્યાંથી પરત આવ્યો નથી. તો સ્થાનીક લોકો અનુસાર તેની કોસ્મેટિકની દુકાન હતા પરંતુ રહેણી-કરણી ખુબ ઉચ્ચ સ્તરની હતી. 

ઉત્તર પ્રદેશના અધિકારીઓ અનુસાર ધરપકડ કરાયેલા આતંકી અબૂ યૂસુફને 8 દિવસના રિમાન્ડ પર બલરામપુર લાવવામાં આવી રહ્યો છે. એટીએસની ટીમ અહીં પહેલા પહોંચીને તપાસ કરી રહી છે. તો બલરામપુર સાથે આતંકી તાર જોડાયેલા હોવાની વાત પર અત્યાર સુધી કોઈપણ અધિકારી સ્પષ્ટ જવાબ આપી રહ્યાં નથી. 

કઈ રીતે થઈ ધરપકડ
દિલ્હી પોવીસની સ્પેશિયલ સેલને આતંકી અબૂ યૂસુફ વિશે ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ શુક્રવારે રાત્રે પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું. ઘૌલાકુઆં-કરોલબાગ રસ્તા પર પોલીસે આતંકી અબૂ યૂસુફને ઘેરી લીધો હતો. ત્યારબાદ અબૂ યૂસુફે પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે આતંકીની ધરપકડ કરી લીધી હતી. 

રામ મંદિરને લઇને દિલ્હી-UPમાં બ્લાસ્ટનું ષડયંત્ર, પકડાયેલા આતંકીનો ખુલાસો

15 કિલો આઈઈડીનો કરવામાં આવ્યો નાશ
પોલીસને આતંકીની પાસે બે પ્રેશર કુકરમાં 15 કિલો આઈઈડી મળ્યું હતું. તેને એનએસજીની ટીમે ડિફ્યૂઝ કર્યું હતું. આતંકી અબૂ યૂસુફે શરૂઆતી પૂછપરછમાં કહ્યું કે, તેનો દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આતંકી હુમલાને અંજામ આપવાનો પ્લાન હતો. આઈઈડી જપ્ત થવાના સમાચાર બાદ હડકંપ મચી ગયો હતો. સ્પેશિયલ સેલ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ આઈઈડીને લઈને બુદ્ધા જયંતિ પાર્ક પહોંચી અને તેને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More