Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં 1993થી અત્યાર સુધી 6 વિધાનસભા ચૂંટણી, જાણો ક્યારે કોને મળી સત્તા

દિલ્હી વિધાનસભા ચૂંટણીનીનો શંખનાદ થઈ ગયો છે. દિલ્હીની સત્તા મેળવવા માટે રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી એકવાર ફરી સત્તામાં વાપસી માટે પ્રયત્નમાં લાગી ગઈ છે. ભાજપ પોતાના બે દાયકાના વનવાસને પૂરો કરવા માટે રણનીતિ બનાવી રહ્યું છે, તો કોંગ્રેસ 15 વર્ષના વિકાસની મદદથી એકવાર દિલ્હીની ગાદી પર બેસવા માટે સપના સજાવી રહી છે.

દિલ્હીમાં 1993થી અત્યાર સુધી 6 વિધાનસભા ચૂંટણી, જાણો ક્યારે કોને મળી સત્તા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીનીનો શંખનાદ થઈ ગયો છે. દિલ્હીની સત્તા મેળવવા માટે રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી એકવાર ફરી સત્તામાં વાપસી માટે પ્રયત્નમાં લાગી ગઈ છે. ભાજપ પોતાના બે દાયકાના વનવાસને પૂરો કરવા માટે રણનીતિ બનાવી રહ્યું છે, તો કોંગ્રેસ 15 વર્ષના વિકાસની મદદથી એકવાર દિલ્હીની ગાદી પર બેસવા માટે સપના સજાવી રહી છે. દિલ્હીમાં 1993થી લઈને અત્યાર સુધી છ વિધાનસભા ચૂંટણી થઈ છે. તેમાંથી એકવાર ભાજપ, ત્રણવાર કોંગ્રેસ અને બે વાર આમ આદમી પાર્ટી સત્તા કબજે કરવામાં સફળ રહી છે. 

1. 1993માં વિધાનસભા ચૂંટણી, ભાજપને મળી સત્તા
દિલ્હીમાં પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી 1993માં થઈ હતી. તે પહેલા દિલ્હી ચંડીગઝની જેમ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો, જ્યાં વિધાનસભા નહતી. દિલ્હીમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપ કમળ ખિલાવવામાં સફળ રહ્યું હતું. દિલ્હીની કુલ 70 વિધાનસભા સીટોમાં ભાજપને 47.82 ટકા મતની સાથે 49 સીટો મળી હતી. કોંગ્રેસને 34.38 ટકા મતની સાથે 14 સીટો મળી હતી. આ સિવાય 4 સીટો જનતા દળ અને ત્રણ સીટો અપક્ષના ખાતામાં ગઈ હતી. 

ભાજપની પ્રચંડ જીતો શ્રેય મદનલાલ ખુરાનાને મળ્યો હતો. મદનલાલ ખુરાના મુખ્યપ્રધાન બન્યા પરંતુ 26 ફેબ્રુઆરી 1996માં તેમણે પોતાનું પદ છોડવું પડ્યું અને પાર્ટીએ તેમની જગ્યાએ જગહ સાહેબ વર્માને સત્તાની કમાન સોંપી હતી. પરંતુ સાહેબ સિંહ વર્માને પણ ભાજપે ચૂંટણી પહેલા હટાવીને 12 ઓક્ટોબર 1998ના રોજ સુષમા સ્વરાજને મુખ્યપ્રધાન બનાવી દીધા હતા. સુષમા સ્વરાજના નેતૃત્વમાં ભાજપે 1998માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવામાં નિષ્ફળ રહી હતી. 

2. 1998માં વિધાનસભા ચૂંટણી, શીલા દીક્ષિતને મળી સત્તાની કમાન
દિલ્હીમાં બીજીવાર વિધાનસભા ચૂંટણી 1998માં યોજાઇ હતી. ભાજપ તરફથી ચહેરો સુષમા સ્વરાજ તો કોંગ્રેસ તરફથી શીલા દીક્ષિત હતા. દિલ્હીની ચૂંટણી આ રીતે બે મહિલાઓ વચ્ચે થઈ અને આ જંગમાં શીલા દીક્ષિત સુષમા સ્વરાજ પર ભારે પડ્યા હતા. 1998માં દિલ્હીની કુલ 70 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસને 47.76 ટકા મતની સાથે 52 સીટો મળી હતી. તો ભાજપને 34.02 ટકા મતની સાથે 15 સીટો મળી હતી. આ સિવાય ત્રણ સીટ અન્યને મળી હતી. 

દિલ્હીમાં ભાજપને 34 સીટોનું નુકસાન થયું તો કોંગ્રેસને 38 સીટોનો ફાયદો થયો હતો. કોંગ્રેસની આ જીત બાદ શીલા દીક્ષિત મુખ્યપ્રધાન બન્યા હતા. 

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 8મી ફેબ્રુઆરીએ મતદાન, 11મીએ પરિણામ 

3. 2003માં વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસની સત્તામાં વાપસી 
દિલ્હીમાં 2003માં ત્રીજીવાર વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. ભાજપે શીલા દીક્ષિતની વિરુદ્ધ મદદલાલ ખુરાના પર દાવ રમ્યો, પરંતુ તેઓ પોતાનો જાદૂ ન દેખાડી શક્યા. 2003માં વિધાનસભા ચૂંટણીની કુલ 70 સીટોમાંથી કોંગ્રેસ 47 સીટો જીતવામાં સફળ રહી હતી અને ભાજપને 20 સીટો મળી હતી. આ સિવાય ત્રણ સીટો અન્યને મળી હતી. 

4. 2008માં વિધાનસભા ચૂંટણી, શીલા દીક્ષિતની હેટ્રિક
દિલ્હીમાં ચોથીવખત વિધાનસભાની ચૂંટણી 2008માં યોજાઇ હતી. આ ચૂંટણીમાં પણ શીલા દીક્ષિત બધા પર ભારે પડ્યા હતા. ભાજપે શીલા દીક્ષિત વિરુદ્ધ વિજય કુમાર મલ્હોત્રા પર દાવ રમ્યો પરંતુ સફળતા ન મળી. 2008ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની કુલ 70  સીટોમાં કોંગ્રેસને 40.31 ટકા મતની સાથે કુલ 43 સીટો મળી હતી. ભાજપને 36.34 ટકા મતની સાથે 23 સીટોથી સંતોષ કરવો પડ્યો હતો. ત્રણ સીટ અન્યના ખાતામાં ગઈ હતી. આ રીતે શીલા દીક્ષિત દિલ્હીમાં જીતની હેટ્રિક લગાવવા અને મુખ્યપ્રધાન બનવામાં સફળ રહ્યાં હતા. 

5. 2013માં વિધાનસભા ચૂંટણી, કોઈને ન મળી બહુમતી
દિલ્હીમાં પાંચમી વખત વિધાનસભાની ચૂંટણી 2013માં થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉતરી હતી. અન્ના આંદોલનથી નિકળેલા અરવિંદ કેજરીવાલે કોંગ્રેસનું રાજકીય ગણિત બગાડી દીધું હતું. 2013ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની કુલ 70 વિધાનસભા સીટોમાંથી ભાજપ 33 ટકા મતની સાથે 31 સીટ જીતવામાં સફળ રહ્યું હતું. 

તો અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને 29.5 ટકા મતની સાથે 28 સીટો મળી અને કોંગ્રેસને માત્ર 8 સીટો મળી હતી. આ રીતે દિલ્હીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી. તેવામાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસે બહારથી સમર્થન આપ્યું અને અરવિંદ મુખ્યપ્રધાન બનવામાં સફળ રહ્યાં હતા. પરંતુ કેજરીવાલ 49 દિવસ સુધી સીએમ રહ્યાં બાદ 2014ની લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપી દીધું હતું. 

6. 2015 વિધાનસભા ચૂંટણી, આપની પ્રચંડ જીત
દિલ્હીમાં છઠ્ઠીવાર 2015માં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પર ભારે પડ્યા હતા. દિલ્હીની 70 સીટોમાંથી આમ આદમી પાર્ટીને 67 સીટો મળી તો ભાજપને માત્ર ત્રણ સીટ મળી હતી. કોંગ્રેસ પાર્ટી ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી. દિલ્હીમાં પ્રચંડ જીત બાદ અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન બન્યા હતા.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More