Home> India
Advertisement
Prev
Next

દિલ્હી ચૂંટણી Live: દિલ્હીમાં બપોરે 3 કલાક સુધી માત્ર 30.18% મતદાન

આ ચૂંટણી મુકાબલામાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપથી મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. 

દિલ્હી ચૂંટણી Live: દિલ્હીમાં બપોરે 3 કલાક સુધી માત્ર 30.18% મતદાન

નવી દિલ્હીઃ Delhi Assembly Election 2020: દિલ્હીની તમામ 70 સીટો માટે આજે સવારે 8 કલાકથી મતદાન શરૂ થશે. આ ચૂંટણી મુકાબલામાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપથી મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. દિલ્હીના 1,47,86,382 મતદાતા આજે નક્કી કરશે કે દિલ્હીની સત્તા કોને મળશે. ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. તો મતદાન સાંજે 6 કલાકે સમાપ્ત થશે. જુઓ Live updates

જાણો બપોરે 3 વાગ્યા સુધી કેટલું થયું મતદાન
દિલ્હીમાં બપોરે 3 કલાક સુધીમાં 30.18 ટકા મતદાન થયું છે. હવે મતદાનમાં માત્ર 3 કલાક બાકી છે. સાંજે 6 કલાકે મતદાન સમાપ્ત થઈ જશે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યું મતદાન
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કામરેજ લેન સ્થિત બુથ પર મતદાન કર્યું હતું.

દિલ્હીમાં બપોરે 2 કલાક સુધીમાં 28 ટકા મતદાન
દિલ્હીમાં મતદાનની ગતિ ધીમી છે. બપોરે બે કલાક સુધીમાં માત્ર 28.14 ટકા મતદાન થયું છે. 

પતિ અને પુત્ર રેહાનની સાથે પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે દિલ્હીમાં પોતાના પતિ રોબર્ટ વાડ્રા, અને પુત્ર રેહાન રાજીવ વાડ્રાની સાથે મતદાન કર્યું. રેહાન રાજીવ વાડ્રાએ પ્રથમ વખત મતદાન કર્યું છે. આ લોકોએ લોધી સ્ટેટના બૂથ નંબર 114 અને 116માં પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો. 

પાર્ટીના પ્રદર્શન પર અત્યારે કેમ જણાવું- સોનિયા ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જ્યારે પૂછવામાં આવ્યું કે દિલ્હીમાં પાર્ટી કેવું પ્રદર્શન કરશે તો તેમણે કહ્યું કે, અત્યારથી કેમ ખ્યાલ આવશે કે પાર્ટી કેવું પ્રદર્શન કરશે. સોનિયાએ કહ્યું કે, પાર્ટીના પ્રદર્શન વિશે અત્યારથી કશું કહી ન શકાય. 

બપોરે એક વાગ્યા સુધીમાં 20.86 ટકા મતદાન
દિલ્હીમાં ધીમે ધીમે મતદાનની ટકાવારી વધી રહી છે. બપોરે એક વાગ્યા સુધીમાં 20.86 ટકા મતદાન નોંધાયું છે. 

તાપસી પન્નુએ કર્યું મતદાન
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પોતાના પરિવાર સાથે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું. 

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કર્યું મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ નવી દિલ્હી વિધાનસભા હેઠળ આવતા નિર્માણ ભવન પોલિંગ સ્ટેશન પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ બાજુ ચૂંટણી કમિશનર અશોક લવાસા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.કર્ણ સિંહે ચાણક્ય પુરી સ્થિત મતદાન મથકે મતદાન કર્યું. 

સવારે 11 કલાક સુધી 16.36 ટકા મતદાન
ચૂંટણી પંચના અહેવાલ પ્રમાણે દિલ્હીમાં સવારે 11 કલાક સુધીમાં 16.36 ટકા મતદાન થયું છે. 

\ભાજપ નેતા અડવાણીએ કર્યું મતદાન
ભાજપના નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ ઔરંગજેબ લેન સ્થિત એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેમની પુત્રી પ્રતિભા અડવાણી પણ તેમની સાથે હાજર હતા. 

ગૌતમ ગંભીરે કર્યું મતદાન
પૂર્વી દિલ્હીથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજેન્દ્ર નગર વિધાનસભામાં પોતાનું મતદાન કર્યું હતું. 

અલકા લાંબાએ માર્યો લાફો
દિલ્હીના ચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ એક આપ કાર્યકર્તાને લાફો માર્યો છે. અલકાનો આરોપ છે કે તે વ્યક્તિએ તેના પુત્ર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. 

દિલ્હીમાં નિરસ મતદાન
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે પ્રાપ્ત આંકડા પ્રમાણે સવારે 11 કલાક સુધીમાં માત્ર 6.69 ટકા મતદાન થયું છે. 

 

ગાંધી પરિવારે કર્યું મતદાન
દિલ્હી વિધાનસભા માટે મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હીમાં પોત-પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સોનિયા ગાંધીએ નિર્માણ ભવન બૂથમાં મતદાન કર્યું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, પોતાના અધિકારને સ્પષ્ટ કરો અને મતદાન કરો. 

કાગળ ન દેખાડનારની માનસિકતા હારશે- રામલાલ
આરએસએસના સહ સંપર્ક પ્રમુખે મતદાન કર્યા બાદ કહ્યું કે, આજે મતદાનના દિવસે શાહીન બાગ જ નહીં અન્ય મુદ્દા પર મતદાન થઈ રહ્યું છે. તેમણે શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ટકાક્ષ કરતા કહ્યું, 'જે લોકો કાગળ બતાવવાની વાત કરતા હતા, આજે મતદાન કરવા માટે તેમણે કાગળ તો દેખાડવો પડશે. આજે મતદાનના દિવસે કાગળ ન દેખાડનારની માનસિકતા હારશે અને કાગળ દેખાડનારની માનસિકતા જીતશે.'

પૂર્વ પીએમે કહ્યું મતદાન
પૂર્વ વડાપ્રધાન મનમોનહ સિંહ અને તેમના પત્નીએ નિર્માણ ભવનમાં મતદાન કર્યું હતું. 

રાષ્ટ્રપતિએ કર્યું મતદાન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના પત્ની સવિતા કોવિંદની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં રાજેન્દ્ર પ્રવાસ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું હતું. 

ચૂંટણી પર ફરજ બજાવતા એક અધિકારીનું મોત
નોર્થ દિલ્હીની બાબરપૂર પ્રાથમિક શાળામાં મતદાન દરમિયાન ચૂંટણી ફરજ પર રહેલા એક ચૂંટણી અધિકારીનું મોત થયું છે.  

મનીષ સિસોદિયાએ કર્યું મતદાન
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આપના નેતા મનીષ સિસોદિયાએ પોતાના પરિવારની સાથે મતદાન કર્યું હતું. 

10 વાગ્યા સુધીમાં 4.33 ટકા મતદાન
દિલ્હીમાં સવારે 10 કલાક સુધીમાં થયેલા મતદાનના આંકડા સામે આવી ગયા છે. અત્યાર સુધી કુલ 4.33 ટકા મતદાન થયું છે. 
 

એક વરરાજાએ કર્યું મતદાન
હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તો દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે એક વરરાજા લગ્નના ડ્રેસની સાથે પોતાના પરિવારની સાથે મતદાન કરવા પહોંચ્યો હતો.

અરવિંદ કેજરીવાલે કર્યું મતદાન
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન કર્યાં બાદ કેજરીવાલે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અપીલ કરી હતી. 
 

મત આપવા નિકળ્યા અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 6 ફ્લેગ સ્ટાફ રોડ મુખ્યમંત્રી નિવાસથી પોતાના પરિવારની સાથે મત આપવા નિકળ્યા છે. મુખ્યપ્રધાન રાજપુરા રોડના પરિવહન વિભાગમાં મતદાન કરશે. મત આપતા પહેલા તેમણે માતાના આશીર્વાદ લીધા હતા. 

 

ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ કર્યું મતદાન
કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ કટાક્ષ કરતા લખ્યું, 'સર્જિકલ સ્ટ્રાઇક'ના પૂરાવા આપીને આવ્યા છે. 

 

દિલ્હીમાં મતદાનની ધીમી શરૂઆત
રાજધાની દિલ્હીમાં શનિવારના દિવસે મતદાનની શરૂઆત ધીમી રહી છે. સવારે 9 કલાક સુધી 0.75 ટકા મતદાન થયું છે. મહત્વનું છે કે સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન થવાનું છે. 

અલકા લાંબાએ કર્યું મતદાન
દિલ્હીના ચાંદની ચોકથી કોંગ્રેસના ઉમેદવાર અલકા લાંબાએ ટાગોર ગાર્ડન એક્સટેન્શનમાં મતદાન કર્યું. અલકા લાંબા આપના પ્રહલાદ સિંહ અને ભાજપની સુમન ગુપ્તા વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. 

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કર્યું તમદાન
ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને સંઘના વરિષ્ઠ નેતા રામલાલે નિર્માણ ભવનમાં મતદાન કર્યું. આ સીટથી સીએમ કેજરીવાલ, ભાજપના સુનીલ યાદવ અને કોંગ્રેસના રોમેશ સભરવાલ ચૂંટણી લડી રહ્યાં છે. 

દિલ્હીના એલજીએ કર્યું મતદાન
દિલ્હીના એલજી અનિલ બૈજલ અને તેમના પત્ની માલા બૈજલે ગ્રેટર કૈલાશના

બૂથમાં પોતાનું મતદાન કર્યું. 

પીએમ મોદીએ કરી અપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, 'દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. બધા મતદાતાઓને મારી અપીલ છે કે તે વધુમાં વધુ સંખ્યામાં લોકતંત્રના આ મહોત્વસમાં ભાગ લો અને મતદાનનો નવો રેકોર્ડ બનાવો.'

 

દિલ્હીમાં મતદાન માટે લાગી લાંબી લાઈનો

ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કર્યું મતદાન

વિદેશ પ્રધાન એસ. જયશંકરે કર્યું મતદાન

દિલ્હીમાં મતદાન શરૂ
દિલ્હી વિધાસભાની તમામ 70 સીટો પર મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 672 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય થશે. સાંજે 6 કલાક સુધી મતદાન ચાલશે. 

મતદાતાની લાંબી લાઈનો
દિલ્હીના નિર્માણ ભવનમાં મતદાતા પહોંચી ગયા છે. મતદાતાઓની લાંબી લાઇનો લાગી છે. એનડીએમસીના સ્કૂલ ઓફ સાયન્સમાં પણ મતદાતા પહોંચી ગયા છે. 
 

પીયૂષ ગોયલ અને ગૌતમ ગંભીરે મતદાનની કપી અપીલ
ભાજપે દિલ્હીના લોકોને મતદાનની અપીલ કરી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પોતાના ટ્વીટમાં લખ્યું, 'દિલ્હીમાં આજે યોજાનારી ચૂંટણીમાં એક ઈમાનદાર, પારદર્શી, ભ્રષ્ટાચાર મુક્ત અને જનહિતને સમર્પિત સરકારને ચૂંટવા માટે મતદાન કરે. મત આપવો તમારો અધિકાર છે. તમારો એક મત દેશના લોકતંત્રને વધુ મજબૂત કરશે.'

તો ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે પણ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે, મતદાન માત્ર અધિકાર નથી, આપણી શક્તિ છે. હું દરેક દિલ્હીના લોકો અને ખાસ કરીને યુવાઓ અને પ્રથમવાર મતદાન કરતા લોકોને અપીલ કરુ છું કે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. 

મતદાન પહેલા ગુરૂદ્વારા પહોંચ્યા તેજિન્દર સિંહ બગ્ગા
હરિ નગરથી ભાજપના ઉમેદવાર તેજિન્દર સિંહ બગ્ગા આજે સવારે ફતેહ નગર ગુરૂદ્વારા પહોંચ્યા. 

દરેક સીટ પર પિંક અને મોડલ બૂથ પણ
દિલ્હીમાં 1.47 કરોડ લોકોને મતાધિકાર પ્રાપ્ત છે અને આ ચૂંટણી મુકાબલામાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપે મેદાનમાં છે. મતદાન પહેલાના દિવસ સુધી કોંગ્રેસ અને ભાજપે પોતાના પ્રચાર અભિયાનને આક્રમક રીતે ચલાવ્યું હતું. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું કે, તમામ ઈવીએમની તપાસ કરવામાં આવી છે અને તે ફુલપ્રૂફ છે, તેની સાથે છેડછાડ ન કરી શકાય. 

અધિકારીઓએ કહ્યું કે, શાહીન બાગમાં ચાલી રહેલા સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરોધી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યલયના ક્ષેત્ર હેઠળ આવતા તમામ પાંચ મતદાન કેન્દ્રોને 'સંવેદનશીલ'ની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને મતદાતાઓમાં વિશ્વાસ પેદા કરવા માટે સતત પગલા ભરવામાં આવ્યા છે. 

70 સીટો પર ભાગ્ય અજમાવી રહ્યાં છે 672 ઉમેદવાર
તેમણે કહ્યું કે, દિલ્હી ચૂંટણીમાં 1,47,86,382 લોકોને મતદાનનો અધિકાર છે જેમાં 2,32,815 18થી 19 વર્ષની ઉંમરના છે. ચૂંટણી માટે ત્રણ સપ્તાહ કરતા વધુ સમય સુધી ચાલેલા તોફાની ચૂંટણી પ્રચાર ગુરૂવારે સાંજે છ કલાકથી બંધ થયો હતો. દિલ્હીની 70 વિધાનસભા સીટો માટે 672 ઉમેદવારો મેદાનમાં છે. 

આ વખતે મતદાનમાં જોવા મળશે એપનો ઉપયોગ
વિશેષ પોલીસ કમિશનર (આસૂચના) પ્રવીર રંજને જણાવ્યું કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (પીએપીએફ)ની 190 કંપનીઓને સુરક્ષાના કારણે તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી સંવેદનશીલ મતદાન કેન્દ્રોની વાત છે તો 516 જગ્યાઓ પર 3704 બૂથ આ શ્રેણીમાં આવે છે. હાલમાં ચૂંટણી કાર્યાલયના અધિકારીઓએ પ્રદર્શનકારીઓ સાથે મળીને તેમને મતદાન માટે પ્રોત્સાહિત કર્યાં હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More