Home> India
Advertisement
Prev
Next

ફટાકડાના ધુમાડાએ દિલ્હીની હવા બગાડી, એક જ રાતમાં ચારેતરફ ધુમાડો ફેલાયો

વાયુ પ્રદૂષણ (Air Pollution) ને પગલે દિલ્હી-એનસીઆર (Delhi NCR) માં હવાની ગુણવત્તા વધુ ગંભીર બની ગઈ છે. કચરો બાળવા અને શનિવારે રાત્રે પ્રતિબંધ છતા થયેલી ફટાકડાની આતશબાજી (crackers ban) ને પગલે સ્થિતિ ખતરનાક બની ગઈ છે. આકાશમાં ફોગ છવાઈ ગયો છે. જોવાની ક્ષમતા બહુ જ ઓછી થઈ છે. હવામાં ફેલાયેલો ધુમાડો હૃદય અને ફેફસાની બીમારી સામે લડી રહેલા લોકો માટે જાનલેવા સાબિત થઈ શકે છે. 

ફટાકડાના ધુમાડાએ દિલ્હીની હવા બગાડી, એક જ રાતમાં ચારેતરફ ધુમાડો ફેલાયો

નવી દિલ્હી/બ્યૂરો :વાયુ પ્રદૂષણ (Air Pollution) ને પગલે દિલ્હી-એનસીઆર (Delhi NCR) માં હવાની ગુણવત્તા વધુ ગંભીર બની ગઈ છે. કચરો બાળવા અને શનિવારે રાત્રે પ્રતિબંધ છતા થયેલી ફટાકડાની આતશબાજી (crackers ban) ને પગલે સ્થિતિ ખતરનાક બની ગઈ છે. આકાશમાં ફોગ છવાઈ ગયો છે. જોવાની ક્ષમતા બહુ જ ઓછી થઈ છે. હવામાં ફેલાયેલો ધુમાડો હૃદય અને ફેફસાની બીમારી સામે લડી રહેલા લોકો માટે જાનલેવા સાબિત થઈ શકે છે. 

હવાની ધીમી ગતિ ખતરનાક
દિલ્હીના પ્રદૂષણ (Pollution) માં 32 ટકા હિસ્સેદારી કચરો બાળવા અને આતશબાજીની છે. હવાની ગતિ ધીમી થવાથી પ્રદૂષણની સ્થિતિ વધુ ખરાબ બની છે. પ્રદૂષણ તત્વ એક જગ્યાએ એકઠા થઈ રહ્યા છે. SAFAR એ પ્રદૂષણના અત્યંત ચિંતાજનક આંકડા રજૂ કર્યાં છે. દિલ્હીમાં શનિવારે રાત્રે 10 વાગ્યા સુથી પીએમ 2.5 331 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર ઈમરજન્સી લેવલ પર પહોંચી ચૂક્યું હતું. 

48 કલાક મહત્વના
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અનુસાર, રાજધાનીની અંતર પ્રદૂષણ ફેલાવનારા તત્વોની માત્રા વધી ગઈ છે. આગામી 48 કલાકમાં સ્થિતિ વધુ વિકરાળ બની શકે છે. પ્રદૂષણના તમામ નુકસાદનદાયક કણો પીએમ 10 અને પીએમ 2.5 નું સ્તર રાત્રે 10 વાગ્યા સુધી 494 g/m3 નોંધાયું હતું. જે  100 g/m3 સુધી સુરક્ષિત માનવામાં આવે છે. ગ્રાન્ડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના અનુસાર, હવાની ગુણવત્તા હવે ગંભીર પ્લસ કે ઈમરજન્સી કેટેગરીમાં પહોંચી ચૂકી છે. આગામી 48 કલાક સુધી PM 2.5 અને PM 10 નું સ્તર ક્રમશ 300 g/m3 અને  500 g/m3 થી ઉપર રહે છે, તો પરિસ્થિતિ બહુ જ ગંભીર માનવામાં આવી રહી છે. 

આ પહેલા પૃથ્વી સાયન્સ મંત્રાલયે વાયુ પ્રદૂષણ મોનેટર  SAFAR એ કહ્યું હતું કે, જો દિવાળી પર આતશબાજી નહિ કરવામા આવે તે દિલ્હીમાં PM 2.5 ગત ચાર વર્ષોથી સૌથી ઓછું થવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More