Home> India
Advertisement
Prev
Next

કેન્દ્ર સરકારે વિદેશી વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ, હવે આર્મી કેન્ટીનમાં નહીં મળે વિદેશી દારૂ

આર્મી કેન્ટીનોમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાગ્યા બાદ દેશમાં નિર્મિત વસ્તુઓ સપ્લાઈ કરવામાં આવશે. સૂત્રો અનુસાર કેન્ટીનમાં મળનાર વિદેશી દારૂને પણ બેન કરવામાં આવશે. 

કેન્દ્ર સરકારે વિદેશી વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ, હવે આર્મી કેન્ટીનમાં નહીં મળે વિદેશી દારૂ

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ચીન સામે તણાવ વચ્ચે ભારત સરકારે ડ્રેગન વિરુદ્ધ વધુ એક મોટું પગલું ભર્યું છે. હકીકતમાં ભારતીય રક્ષા મંત્રાલયે હવે આર્મી કેન્ટીનમાં વેંચાઈ રહેલા ચીની સામાનને બેન કરવાનો પ્લાન કર્યો છે. રક્ષા મંત્રાલય આત્મનિર્ભર યોજના  (Aatmanirbhar Bharat scheme) હેઠળ દેશમાં બનેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે બધા સીએસડી કેન્ટીનો (Canteen Stores Department)મા ચીન સહિત બીજા દેશમાંથી આવતા ઉત્પાદકોને બેન કરવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે બીજા દેશોમાંથી સંપૂર્ણ તૈયાર થઈને આવતી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. 

3500 કેન્ટીન ચલાવે છે CSD
રક્ષા સૂત્રોએ કહ્યું, 'સીએડી (Canteen Stores Department)મા વિદેશોથી આયાત થનારા સામાનોનું વેચાણ બંધ કરવામાં આવશે.  તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સીએસડી દેશમાં સૌથી મોટી રિટેલ સ્ટોર ચેન ચલાવે છે, જેના 3500થી વધુ કેન્ટીન છે. જે ઉત્તરમાં સિયાચિન ગ્લેશિયરથી દક્ષિણી ભાગ સ્થિત અંડમાન અને નિકોબાર  (Andaman and Nicobar Islands territory) સુધી ફેલાયેલા છે.'

મહેબૂબા સાથે બેઠક બાદ ફારૂક અબ્દુલ્લા બોલ્યા-, 'અમે એન્ટી-બીજેપી છીએ, એન્ટી-નેશનલ નથી'  

કેન્ટીનોમાં વિદેશથી આવે છે 400 પ્રોડક્ટ્સ
આ કેન્ટીનોમાં 5 હજારથી વધુ ઉત્પાદન વેચવામાં આવે છે, જેમાંથી 40 વસ્તુઓની આયાત વિદેશથી થાય છે. તેમાંથી મોટાભાગનો સામાન જેમ કે ટોયલેટ બ્રશ  (toilet brushes), ડાયપર પેન્ટ્સ, રાઇસ કૂકર, ઇલેક્ટ્રિક વાસણ, ચશ્મા, લેડીઝ હેન્ડબેગ, લેપટોપ, સેન્ડવિચ ટોસ્ટર, વેક્યૂમ ક્લીનર્સ, લેપટોપ અને ડેક્સટોપ કમ્પ્યૂટર્સ સામેલ છે. આ બધી વસ્તુઓ ચાઇનીઝ કંપનીઓની હોય છે. 

કેન્ટીનોમાં નહીં મળે વિદેશી દારૂ
આર્મી કેન્ટીનોમાં ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાગ્યા બાદ દેશમાં નિર્મિત વસ્તુઓ સપ્લાઈ કરવામાં આવશે. સૂત્રો અનુસાર કેન્ટીનમાં મળનાર વિદેશી દારૂને પણ બેન કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા મહિનાથી મોટાભાગની યૂનિટ રન કેન્ટીનોમાં વિદેશી બ્રાન્ડનો દારૂ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More