Home> India
Advertisement
Prev
Next

સરકારે આપી 46 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાને મંજૂરી, નેવી માટે 111 હેલિકોપ્ટર ખરીદાશે

સંરક્ષણ મંત્રાલયે આર્મી અને નૌસેના માટે મોટી ખરીદીને મંજુરી આપી છે. તેમાં નૌસેના માટે 111 બહુઉદ્દેશીય હેલિકોપ્ટર અને લગભગ 150 આર્ટિલરી ગન સિસ્ટમ ખરીદવામાં આવશે. મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટર ડીલ પર આશરે 21 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કુલ 46 હજાર કરોડ રૂપિયાની ખરીદી પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે, તેમાં હેલિકોપ્ટર ડીલનો પણ સમાવેશ થાય છે. 

સરકારે આપી 46 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ સોદાને મંજૂરી, નેવી માટે 111 હેલિકોપ્ટર ખરીદાશે

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલયે આર્મી અને નૌસેના માટે મોટી ખરીદીને મંજુરી આપી છે. તેમાં નૌસેના માટે 111 બહુઉદ્દેશીય હેલિકોપ્ટર અને લગભગ 150 આર્ટિલરી ગન સિસ્ટમ ખરીદવામાં આવશે. મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટર ડીલ પર આશરે 21 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા કુલ 46 હજાર કરોડ રૂપિયાની ખરીદી પ્રસ્તાવોને મંજુરી આપવામાં આવી છે, તેમાં હેલિકોપ્ટર ડીલનો પણ સમાવેશ થાય છે. 

સેના માટે સૈન્ય સામાનની ખરીદી કરવાનો આ નિર્ણય સંરક્ષણ અધિગ્રહણ પરિષદ (DAC)ની એક મીટિંગમાં લેવામાં આવ્યો છે. ડીએસી જ સેના સાથે જોડાયેલી ખરીદી અંગે નિર્ણય લેનારી સૌથી મોટી બોડી છે. એક સીનિયર અધિકારીએ ડીલ અંગે જણાવ્યું કે, ડીએસીએ 111 હેલિકોપ્ટર્સની ખરીદીને મંજુરી આપી છે, તેમાં 21 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સામરિક ભાગીદારી હેઠળ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સનો આ પહેલો પ્રોજેક્ટ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને આગળ વધારવાનો છે. 

fallbacks

અધિકારીઓએ જણાવ્યું કે, ડીએસીએ કેટલીક અન્ય ખરીદીના પ્રસ્તાવોને પણ મંજુરી આપી છે. જેમાં આશરે 24,879 કરોડ રૂપિયા ખર્ચ થશે. તેમાં આર્મી માટે 155 MMની ઉન્નત 150 આર્ટિલરી ગન પણ ખરીદવામાં આવશે. તેને સ્વદેશમાં જ ડિઝાઇન અને વિકસિત કરવામાં આવશે. તેને ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવશે. તેના પર આશરે 3364 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 

આ સાથે જ 14 વર્ટિકલ લોન્ચ થનારી શોર્ટ રેંજ મિસાઇલ સિસ્ટની ખરીદીને પણ ડીએસીની મંજુરી મળી છે. તેમાંથી 10 સિસ્ટમ પણ સ્વદેશી હશે. આ ખરીદી ઘણા લાંબા સમયથી લટકેલી છે. ગત્ત વર્ષે ઓગષ્ટમાં નેવીએ 111 યૂટિલિટી (બહુઉદ્દેશિય) અને 123 મલ્ટી રોલ હેલિકોપ્ટરની ખરીદી માટે રિકવેસ્ટ ફોર ઇન્ફોર્મેશન આપી હતી. આ અગાઉ 2011 અને 2013માં પણ ખરીદી અંગે આરએફઆઇ થઇ હતી .

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More