Home> India
Advertisement
Prev
Next

Covid-19 Vaccine: ભારતમાં હવે વિદેશી કોરોના રસીની એન્ટ્રી સરળ બની! DCGI એ આપી આ છૂટ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસી (Covid-19 Vaccine) ને ભારતમાં હવે બ્રિજિંગ ટ્રાયલના તબક્કામાંથી પસાર થવું નહીં પડે. 

 Covid-19 Vaccine: ભારતમાં હવે વિદેશી કોરોના રસીની એન્ટ્રી સરળ બની! DCGI એ આપી આ છૂટ

નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસી (Covid-19 Vaccine) ને ભારતમાં હવે બ્રિજિંગ ટ્રાયલ (Bridging trial) ના તબક્કામાંથી પસાર થવું નહીં પડે. આ વાતની જાણકારી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI) એ આજે આપી છે. કહેવાય છે કે રસીની અછતની ખબરોના પગલે DCGI નો આ નિર્ણય વિદેશથી રસીના સપ્લાયને સારો બનાવવામાં મદદગાર સાબિત થશે. ફાઈઝર અને મોડર્ના જેવા અનેક રસી નિર્માતાઓએ સરકાર સામે શરતો મૂકી હતી. 

કઈ સંસ્થાઓ પાસેથી મંજૂરી પ્રાપ્ત રસીને મળશે છૂટ
USFDA, EMA, UK MHRA, PMDA જાપાન કે WHO ની ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ એટલે કે EUL માં સામેલ રસીએ બ્રિજિંગ ટ્રાયલ કરવાની જરૂર નહીં રહે. તેમાં એવી રસીઓ પણ સામેલ હશે જેના પહેલેથી જ લોકો ડોઝ લઈ ચૂક્યા છે. DCGI ના વીજી સોમાણીએ જણાવ્યું કે આ છૂટ નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓફ વેક્સીન એડમિનિસ્ટ્રેશન (NEGVAC) ની ભલામણોના આધારે અપાઈ છે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ રસી ઉમેદવારોએ લોકલ ક્લિનિકલ ટ્રાયલ કે બ્રિજિંગ (Bridging trial) સ્ટડીઝમાંથી પસાર થવાનું રહેતું હતું. જે હેઠળ ભારતીયોને રસી આપીને સુરક્ષા સહિત અનેક ચીજોની  તપાસ કરવામાં આવતી હતી. નોંધનીય છે કે સરકાર પર રસીના ઓર્ડર જાહેર કરવામાં વિલંબનો આરોપ લાગી રહ્યો હતો. સરકારે પોતાની નીતિના બચાવમાં કહ્યું હતું કે ફાઈઝર, જ્હોન્સન એન્ડ જ્હોન્સન અને મોડર્નાની સાથે 2020ના મધ્યથી સંપર્કમાં છીએ. 

Covid-19 Updates: વળી પાછા વધ્યા કોરોનાના નવા કેસ, મૃત્યુના આંકડામાં પણ થયો વધારો

જાણકારી અપાઈ હતી કે સરકારે જાણીતા વિદેશી રસી નિર્માતાઓને લોકલ ટ્રાયલમાંથી છૂટ આપી દીધી હતી. રાજ્ય સરકારોએ પણ સરકાર પર પૂરતો રસી સપ્લાય ન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર કહેવાયું હતું કે કેન્દ્ર નિર્ધારિત દિશા નિર્દેશો મુજબ રાજ્યોને પારદર્શક રીતે પૂરતી રીસ પહોંચાડી રહ્યું છે. હાલ ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સીન અને ડોક્ટર રેડ્ડીઝ લેબમાં તૈયાર થઈ રહેલી સ્પૂતનિક V નો ઉપયોગ થઈ રહ્યો છે. 

Anti-Covid Drug: એન્ટી કોરોના દવા '2-DG' દરેક દર્દી માટે નથી, DRDO એ બહાર પાડી માર્ગદર્શિકા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More