દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – ઘર અને વેપારના સ્થાનમાં નેગેટીવ એનર્જી દૂર કરવા માટે શું કરવું.
- સ્પ્રે બોટલમાં શુદ્ધ પાણી લઈ તેમાં થોડું ગુલાબજળ ઉમેરવું અને ઘરમાં સવારે અને સાંજે તેનો સ્પ્રે કરવો.
- શિવજીને અર્પણ કરેલા પુષ્પ ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકવા.
- ઘરના મુખ્ય દરવાજાની દિવાલ ઉપર ઉપરની તરફ કુમકુમથી શ્રી લખવું.
- લીંબુ તેમજ ફુદીનો ઘરમાં હંમેશા રાખવા તેમજ શક્ય હોય તો ખોરાકમાં પણ લેવા.
તારીખ
|
8 સપ્ટેમ્બર, 2018 શનીવાર
|
માસ
|
શ્રાવણ વદ બારશ
|
નક્ષત્ર
|
આશ્લેષા
|
યોગ
|
શિવ
|
ચંદ્ર રાશી
|
કર્ક (ડ, હ)
|
- આજે સંધ્યા સમય પછી શિવજીની પૂજા-પાઠ કરવા.
- રૂદ્રાષ્ટકંનો પાઠ કરવો.
- હનુમાન સહસ્રનામજપ પણ કરી શકાય.
- શનિદેવને તલનું તેલ તેમજ કાળા અડદ અર્પણ કરવા.
- મંદિરની બહાર બેઠેલા અપંગ દરિદ્ર વ્યક્તિઓને યથાશક્તિ દાનપુણ્ય કરવું.
મેષ (અલઈ)
|
- પ્રવાસનો યોગ નિર્માયો છે.
- જાહેર સંસ્થાની મુલાકાત અથવા સહકારી ક્ષેત્રના કાર્યમાં પ્રવૃત્ત થવાય
- સૂઝ-સમજથી કાર્ય પાર પાડી શકો છો.
- આધ્યાત્મિક શક્તિ ખીલી ઊઠે.
|
વૃષભ (બવઉ)
|
- મિત્રો તથા વડીલો સાથે સુમેળ રાખવો.
- તેઓ આપના કાર્યમાં સહભાગી થઈ શકે છે.
- આંકડાકીય કાર્યમાં વધુ વ્યસ્ત રહેવાય.
|
મિથુન (કછઘ)
|
- સવારનો સમય થોડો ચિંતા કરાવે.
- કૌટુંબિક પ્રશ્નો સંદર્ભે ગહન મંથન થાય.
- સરકાર તરફથી સહકાર પ્રાપ્ત થાય.
- દાક્તરી વ્યવસાય સાથે સંકળાયેલાને સરળતા
|
કર્ક (ડહ)
|
- મહેનતનું પરિણામ પ્રાપ્ત થાય.
- ભાગીદાર તરફથી અનપેક્ષિત સમાચાર મળે.
- મકાન વેચવા ઇચ્છુક જાતકોને સરળતા રહે
|
સિંહ (મટ)
|
- જુદા જુદા અનેક વિચારોમાં મન ઘેરાયેલું રહે.
- ચામડીના દર્દથી સાચવવું.
- માનસિક અસ્વસ્થતા વિશેષ રહે.
|
કન્યા (પઠણ)
|
- ગાઢ સંબંધોમાં થોડી કચાશ વર્તાય.
- મિત્રો સાથે સંબંધોમાં ચઢાવ-ઉતાર આવે.
- વાગવા-પડવાથી સાચવવું.
|
તુલા (રત)
|
- ડાયાબીટીસ ચેક કરાવી લેવો. વળી, ગણપળ ખાવાથી સંયમ રાખવો.
- આપનું કર્મ લાભમાં પરિવર્તિત થઈ શકે છે.
- લગ્નવાંછુ જાતકો વેવિશાળની વાતોમાં પ્રગતિ થાય
|
વૃશ્ચિક (નય)
|
- જમીન-મકાનના કાર્યમાં પ્રગતિ થાય.
- ભાગ્યનો સાથ મળી રહે.
- તમારી યોજના આજે કોઈને જણાવશો નહીં.
- અચાનક કાર્યમાં બદલાવ પણ આવી શકે છે.
|
ધન (ભધફઢ)
|
- ધનપ્રાપ્તિની શક્યતા નકારી ન શકાય.
- રાજનીતિ સાથે સંકલાયેલાને સારા સમાચાર મળે
- અસ્થિભંગથી સાચવવું.
- સાસરી પક્ષમાં કોઈ પ્રશ્ન હોઈ શકે છે.
|
મકર (ખજ)
|
- કાગળના વેપાર સાથે સંકલાયેલાને લાભ
- પરિસ્થિતિમાં ધીમો પણ મક્કમ સુધારો
- માતાનુ આરોગ્ય વિશેષ જાળવવું.
|
કુંભ (ગશષસ)
|
- ઈલેક્ટ્રોનીક સાથે સંકળાયેલાને લાભ
- જીવનસાથી દ્વારા આવક થાય
- પણ, ચર્ચાથી મન-દુખ સર્જાઈ શકે છે.
|
મીન (દચઝથ)
|
- ગણિત માંડો ખરા પણ દાખલાનો જવાબ ન મળે
- બપોર પછી ધનસ્થાન પ્રબળ
- વિલ-વારસાનો પ્રશ્નો હોય તો ઉકેલ આવે.
- આકસ્મિક ધનલાભ પણ મળે.
|
અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે