Home> India
Advertisement
Prev
Next

રાશિફળ 31 ઓગસ્ટ: આ 2 રાશિના જાતકોને આજે અચાનક ધનલાભના યોગ, રાખો 'આ' ધ્યાન

કોઈ ખાસ કામ પૂરા કરવા માટે ભાગદોડ કરવી પડશે. શારીરિક પરેશાનીઓ સાથે કોઈ ખાસ વાતનું ટેન્શન વધી શકે છે.

રાશિફળ 31 ઓગસ્ટ: આ 2 રાશિના જાતકોને આજે અચાનક ધનલાભના યોગ, રાખો 'આ' ધ્યાન

મેષ: કોઈ ખાસ કામ પૂરા કરવા માટે ભાગદોડ કરવી પડશે. શારીરિક પરેશાનીઓ સાથે કોઈ ખાસ વાતનું ટેન્શન વધી શકે છે. કોઈ જૂના રોગ પરેશાન કરી શકે છે. ફાલતુ કામમાં નાણાનો વ્યય થઈ શકે છે. જૂની વાતો સાથે પોતાને જોડાયેલા મહેસૂસ કરી શકો છો. આજે તમે સકારાત્મક રહેશો. લોકો તમારાથી પ્રભાવિત થશે. નવા લોકોને મળવાનું થશે. 

વૃષભ: આજે તમે તમારી વાત અને કામ કરવાની સ્ટાઈલથી લોકોને પ્રભાવિત કરવાની કોશિશ કરશો. કેટલાક લોકો તમારી મદદ પણ કરશે. નાણાકીય મામલાઓમાં પોતાની જાત પર ભરોસો રાખો. લોકોના સહયોગથી ફાયદો થઈ શકે છે. અચાનક ધનલાભની સંભાવના થઈ રહી છે. વાહનસુખના યોગ છે. નોકરીમાં આગળ વધવાની તક મળી શકે છે. આજે જે કામ કરી ચૂક્યા છો તેના પરિણામોને લઈને મનમાં કેટલાક સવાલો પેદા થશે. ખરીદી માટે સારો દિવસ નથી. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. 

મિથુન: કોઈ મોટી સફળતા મળવાના યોગ છે. કરેલા કામોથી ફાયદો થઈ શકે છે. અધિકારીઓની મદદ મળી શકે છે. સામાજિક રીતે તમે એક્ટિવ થઈ શકો છો. નવા લોકો સાથે મુલાકાતના યોગ છે. આત્મવિશ્વાસ વધી શકે છે. કોઈ મોટા કામ પણ મળી શકે છે. ફાલતુ ખર્ચા થઈ શકે છે.

કર્ક: નોકરીયાતોને ભાગ્યનો સાથ મળી શકે છે. કારોબારમાં સ્થિતિ તમારા માટે અનુકૂળ બની રહી છે. તમારા કામ પૂરા થઈ શકે છે. કરેલા કામોથી ધનલાભ અને ફાયદો થઈ શકે છે. નવી તકો મળી શકે છે. 

સિંહ: કોઈ મહત્વપૂર્ણ વાતચીત કે ડીલ ન કરો. બપીજા પર નિર્ભર રહેવું તમારા માટે યોગ્ય નથી. ભાગ્યના ભરોસો ન બેસો. જે કામ તમે સરળ સમજી રહ્યાં હતાં તે આજે શરૂ કર્યું તો કપરું અને લકભગ અસંભવ રહી શકે છે. કઈક નવું કરવાનું વિચારતા હોવ તો પોતાના પર કંટ્રોલ રાખો. 

કન્યા: ધનલાભ અને જૂની ડીલથી ફાયદો થઈ શકે છે. રોજબરોજના કામો સમય પર પૂરા થશે. બિઝનેસમાં દૂરના સ્થાનથી સંબંધિત કારોબાર કે લાંબા સમયના રોકાણથી ફાયદો થઈ શકે છે. જીવનસાથીને સમય આપો. પાર્ટનર તમારી પાસે પૈસા અને સ્વાસ્થ્ય માલમા પર ગંભીર વાતચીત કરી શકે છે. રોમાન્સ માટે સારો દિવસ છે. રોમેન્ટિક સંબંધ વધુ ગાઢ બની શકે છે. 

તુલા: તમારા કામકાજ અને રોજગાર પર ધ્યાન આપો. કામ કરવાની રીત બદલવા માટે મન બનાવી શકો છો. રોજબરોજના કામ આજે પૂરા થઈ શકે છે. કોઈ પણ કામ પરફેક્શનથી કરવાની કોશિશ કરશો. સમય પર ઓફિસ પહોંચવાની કોશિશ કરો અને કોઈને ફરિયાદની તક ન આપો. સંબંધોના મામલે સારો દિવસ છે. કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રતા થઈ શકે છે. નવો પ્રેમ પ્રસંગ શરૂ થવાની શક્યતા છે. 

વૃશ્ચિક: કામકાજ સમય પર પૂરું કરવાની કોશિશ કરો. નોકરી કે બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે. વ્યવસાયના મામલે દિવસ સારો રહેશે. આજે કરેલું કોઈ મોટું પ્લાનિંગ તમને આવનારા દિવસોમાં સફળતા અપાવી શકે છે. નોકરીમાં પરેશાનીઓ ખતમ થઈ શકે છે. અચાનક ધનલાભના યોગ બની રહ્યાં છે. 

ધનુ: કોઈ મહત્વપૂર્ણ અને નજીકના સંબંધોમાં હલચલ થઈ શકે છે. ખર્ચા કરતી વખતે પોતાના પર નિયંત્રણ રાખો તો ફાયદામાં રહેશો. પૈસા કમાવવાની તક અચાનક મળી શકે છે. નવા પાર્ટટાઈમ કામ મળી શકે છે. જૂની ચીજો વેચી શકો છો. પરિવાર અને સંતાનની જરૂરિયાતો પર ધ્યાન આપશો. પરિવાર સાથે સમય વિતાવવાની કોશિશ કરો. ભૌતિક સુખ વધશે.

મકર: જૂના ચાલી રહેલા મામલાઓને પાછળ છોડીને આગળ વધવાનો સમય છે. સમય સાથ આપી શકે છે. આજે તમે વધુ ભાવુક બની શકો છો. પોતાને પોઝિટિવ રાખશો તો સફળ થશો. પ્રસન્ન રહો અને બીજાને પણ પ્રસન્ન રાખો. પરિવારના અનેક મામલા આજે ઉકેલાઈ શકે છે. આજે કરેલા મોટાભાગના કામ પૂરા થઈ શકે છે. સુખ અને આનંદ મળશે. દાંપત્ય જીવન પણ સારું રહેશે. કોઈ ખાસ વિષય પર કઈ પણ કહેતા બચો. વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. 

કુંભ: તમારી કોઈ એવી ઈચ્છા પૂરી થઈ શકે છે જે અંગે તમે વધુ વિચારી રહ્યાં છો. પરિવારનો સહયોગ મળી શકે છે. ઉત્સાહ અને જોશથી કામ કરશો તો તમારા માટે સારો દિવસ છે. માતા પિતા સાથે સંબંધમાં સુધારના યોગ છે. કારોબાર માટે સારો દિવસ સાબિત થઈ શકે છે. આજે તમે કોઈ પણ પ્રકારની જીદ પર ન અડો. ફાલતુ ખર્ચા થઈ શકે છે. કોઈ વ્યક્તિ તમને દગો કરવાની કોશિશ કરશે. 

મીન: મિત્રો સાથે કોઈ ગંભીર મામલે વિચાર વિમર્શ થઈ શકે છે. ઓફિસમાં પ્રસન્નતા અને પોતાનાપણાના ભાવ સાથે અનેક લોકો તમારી સાથે જોડાઈ શકે છે. કોઈ પ્રભાવશાળી અને મોટુ પદ મળવાની સંભાવના વધે છે. નાણાકીય સ્થિતિ પર વિચાર કરો અને ભવિષ્ય માટે યોજના બનાવો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More