આજનું પંચાંગ
તારીખ 30, જૂન, 2018, શનિવાર
માસ જેઠ વદ બીજ
નક્ષત્ર ઉ. ષાઢા
યોગ વૈધૃતિ (શુભ યોગ નથી)
ચંદ્ર રાશી મકર
અક્ષર ખ, જ.
ભાગ્યાંક 2
દિન મહિમા
- દર્શકમિત્રો આજે હનુમાનચાલીસાનો પાઠ તો કરજો જ વળી પાઠની આ પવિત્ર ચોપાઈનું પણ ગાન કરજો...
- જેમના કાર્ય અટકતા હોય તે, કાર્ય સિદ્ધિ મેળવવી હોય તે આ ચોપાઈનો પાઠ સવાર-બપોર અને
- સાંજે કરી શકે છે... આ ઉપાય સૌ માટે છે...
- દુર્ગમ કાજ જગત કે જે તે, સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે. (20)
- રામ દુઆરે તુમ રખવારે, હોત આજ્ઞા બિન પૈસા રે. (21)
- 1. શનિવાર છે. શનિદેવનો મંત્ર પણ આપું છું.
- 2. નિલાંજન સમાભાસં રવિપુત્ર યમાગ્રજં, છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરં..
(30-6-2018) દરેક રાશિ માટે કેવો રહેશે દિવસ તે જાણો
મેષ (અલઈ)
- કાર્યક્ષેત્રે વળાંક આવી શકે છે.
- નોકરી કરતા જાતકો માટે સંતોષજનક પરિસ્થિતિ
- સવારે 10 વાગ્યા સુધીનો સમય સાનુકૂળ છે.
- જીવનસાથી દ્વારા ભાગ્ય બળવાન બને.
વૃષભ (બવઉ)
- પ્રેમ સંબંધોમાં વફાદારી જાળવવી આવશ્યક છે.
- બપોર પછીના સમય લાભપ્રદ છે.
- આંકડા સાથે એટલે કે એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલા જાતકોને આનંદમય દિવસ છે.
મિથુન (કછઘ)
- આપને કાર્ય સિદ્ધિના યોગ છે.
- પણ ઘરમાં મનદુઃખ ન થાય તે જોવું.
- ખાસ કરીને જીવનસાથી સાથે વૈમનસ્ય ન સર્જાય તે જોવું.
- જો આપ ભાગીદારીમાં વેપાર કરતા હોવ તો પણ જાળવવું.
કર્ક (ડહ)
- ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે સંકળાયેલા જાતકો માટે શુભ.
- વળી, હા, માનસિક ઉશ્કેરાટ પર કાબૂ રાખવો.
- નોકરીમાં બદલીના સંજોગો પણ દેખાય છે.
સિંહ (મટ)
- કોઈ અદાલતી કાર્યવાહી ચાલતી હોય આજે મુદત લઈ લેજો.
- જુલાઈની 3જી તારીખ સુધી આપે વિશેષ તકેદારી રાખવાની
- રહેશે.
- ખર્ચ વિશેષ થશે પણ જીવનસાથી સાથે સુમેળ રહેશે.
કન્યા (પઠણ)
- વડીલો, મિત્રો વગેરે સાથે મિથ્યા વાદવિવાદથી બચવું.
- લાભપ્રદ દિવસ છે.
- લેખકો, ચિંતકો તેમજ વયસ્ક જાતકો માટે શુભ સમય છે.
- વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં વિચલીત ન થવાય તે જોવું.
તુલા (રત)
- મિત્રો સાથે આનંદમાં દિવસ વિતાવશો.
- કાર્યક્ષેત્રે ઊંઘ આવે આળસ આવે. નિરસતા દેખાય છે.
- ઘરમાં વધુ સમય વિતાવવાની ઇચ્છા થાય.
- વિદ્યાર્થી મિત્રો માટે શુભ સમય છે.
વૃશ્ચિક (નય)
- ઝડપથી કાર્યમાં આપની ભૂલ થાય તે શક્યતા છે.
- આપ આપનો હઠાગ્રહનો ત્યાગ કરજો.
- અદાલતી કાર્યવાહીનો સામનો ન કરવો પડે તે માટે સચેત રહેજો.
ધન (ભધફઢ)
- આજે તમે સલાહ-મસલત કરીને નિર્ણય લેજો.
- તબિયત આજે નાદુરસ્ત થઈ શકે છે. સાચવજો.
- ભાગ્યનો સાથ મળશે ખરો.
- કોઈ મોટી બાબત દેખાતી નથી.
મકર (ખજ)
- માનસિક પરીતાપ ઘટતો નથી.
- મન વ્યગ્ર રહે છે પણ આજે સાનુકૂળતા દેખાય છે.
- ઘર પરિવાર આપની પડખે ઊભો રહે.
- આજે આપ શ્રી વિષ્ણુદેવની ઉપાસના કરજો.
કુંભ (ગશષસ)
- આરોગ્ય જાળવજો.
- કામમાં મન લાગે નહીં.
- શક્ય હોય તો આજે કાર્યક્ષેત્રે મન તદ્દન શાંત રાખજો.
- આપના અધિકારીનો સહકાર મળશે.
- વિદ્યાર્થી મિત્રો માટે સંતોષપ્રદ દિવસ છે.
મિન (દચઝથ)
- આપના ઈષ્ટદેવની પૂજા કરી ઘરની બહાર પ્રસ્થાન કરજો.
- બપોર પછીનો સમય સાનુકૂળ છે.
- સંતાન સંબંધી કોઈ ચિંતા સતાવે અથવા તે સંબંધી કાર્યરત રહેવાય.
- પોતાના કાર્યમાં આજે વિશેષ પ્રેમ જાગે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે